અક્ષયપાત્ર

રેખા સિંધલ

ફૂલોની હત્યા

ડાળીએથી છૂટા પડ્યા ફૂલ હજારો      Roses, Gerbera daisies, snaps, lilies, green vase

આજ એક મૃત્યુની ચાદર કાજ

માણસ મોટો તેમ ડાઘુઓ ઝાઝા

ગુલદસ્તા ઉતર્યા સ્મશાન ઘાટ

 

રુંવે છોડવાં આજ પુષ્પ વિહોણા

કળીઓ કાંપે થરથર રામનામે

સત્યના બોલ શ્મશાન યાત્રા કેરા

નહી સાંભળે આતમરામ

 

ટેરવેથી સરતી ધારા અંજલિની

અકબંધ હ્રદયનું દેવાને માન

કરકમલ ધરી ઊભા સૌ લેવાને

સદગતે છોડ્યું હતું જે ગુમાન.

August 10, 2008 - Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 2 Comments

2 Comments »

  1. રુંવે છોડવાં આજ પુષ્પ વિહોણા

    કળીઓ કાંપે થરથર રામનામે

    સત્યના બોલ શ્મશાન યાત્રા કેરા

    નહી સાંભળે આતમરામ
    Rekhaben…..I reviewed ALL PAST Posts…& I liked this Rachana too…So the 1st Comment for it from ME….
    Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com

    Comment by DR. CHANDRAVADAN MISTRY | October 7, 2009 | Reply

  2. ધન્યવાદ! ધન્યવાદ! ધન્યવાદ!

    Comment by યશવંત ઠક્કર | October 20, 2009 | Reply


Leave a comment