સ્વ. શ્રી આદિલ મન્સૂરીની બે ગઝલો
કવિ શ્રી સાથેની યાદગાર ક્ષણો…..
(1)
ઝાકળનું મળ્યું જીવન ને સૂર્યમાં ઠરવાનું
કોઈ હવે સમજાવો આદિલને શું કરવાનું
એક પળમાં નીખરવાનું; એક પળમાં વીખરવાનું
આ ફૂલ જે ખીલ્યું તે ખીલીને તો ખરવાનું
સૂરજ તો બધો તડકો ઢોળી દે અહીં સાંજે
ને રોજ સવારે આ કશ્કોલને ભરવાનું
એકલતાની આ કેવી સરહદમાં પ્રવેશું કે
પોતાનાથી વીંટળાઈ પોતાનાથી ડરવાનું
હોડી ન હલેસાં હો સઢ હો ન સુકાની હો
દરિયોય ન દેખાતો ને પાર ઊતરવાનું
ક્યાં મુજને લઈ ચાલી એકાંતભરી રાતો
યાદ આવે સતત તારી ને ખુદને વીસરવાનું
ક્યારેય ન રોકાતો વેગીલો સમય કિંતુ
એક ક્ષણને ઊભી રાખી ને ઊંડા ઊતરવાનું
પગરવ હો ન પડઘા હો, થડકાર ન ધબકાર
એકલતા લપેટીને અવકાશમાં ફરવાનું
સરખા જ બધા લાગે; ના ભેદ કોઈ જાગે
એહરામ પહેરીને મક્કામાં ઊતરવાનું
બીજું તો કશું આદિલ ક્યાં યાદ હવે અમને
હર શ્વાસના ઊંડાણે એક નામને સ્મરવાનું
(2)
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
8 Comments »
Leave a comment
-
Archives
- November 2009 (1)
- September 2009 (8)
- August 2009 (1)
- July 2009 (1)
- June 2009 (1)
- May 2009 (2)
- April 2009 (1)
- March 2009 (1)
- February 2009 (4)
- January 2009 (2)
- December 2008 (1)
- November 2008 (1)
-
Categories
-
RSS
Entries RSS
Comments RSS

સરખા જ બધા લાગે; ના ભેદ કોઈ જાગે
એહરામ પહેરીને મક્કામાં ઊતરવાનું
બીજું તો કશું આદિલ ક્યાં યાદ હવે અમને
હર શ્વાસના ઊંડાણે એક નામને સ્મરવાનું
… નસીબદાર તમે આવી સુંદર ક્ષણો માટે
અને
અમે પણ તમારી ક્ષણોના ભાગીદાર બનવા માટે
વ હેં ચતા ર હે શો
ઘણા વખતથી તમારા ફોટાના દીદાર કરવા મન થતું હતું. આજે એ ઈચ્છા સંતોષાઈ.
પહેલી ગઝલ પહેલી જ વાર વાંચી. સરસ ભાવ છે.
ઉપર કહ્યું છે તેમ તું નશીબદાર છે. આવી બીજી પણ અનેક સુન્દર ક્ષણોની તું સહભાગી બની શકી છે. .
તારી રચનાઓ પણ મૂકતી રહેજે…
એકલતાને લપેટીને અવકાશમાં ફરવાનું….
ખૂબ સુન્દર..
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે-સ્કુલમાં ભણતી હતી ત્યારે આ ગઝલ અભ્યાસક્રમમાં આવતી હતી. ફરી આજે માણવા મળી પણ ત્યારે આદિલભાઈ આપણી વચ્ચે નથી.
VERY NICE RACHANA of ADILBHAI…He is AMAR with with these & other contubutions in the GUJARATI SAHITYA….An ANJALI KAVYA is on CHANDRAPUKAR..All invited to the Site>>>
http://www.chandrapukar.wordpress.com
ઝાકળનું મળ્યું જીવન ને સૂર્યમાં ઠરવાનું
કોઈ હવે સમજાવો આદિલને શું કરવાનું
બીજું તો કશું આદિલ ક્યાં યાદ હવે અમને
હર શ્વાસના ઊંડાણે એક નામને સ્મરવાનું !
Thanks Rachana.
Keep up your good work and Join with BPA,Amadavad,India with your Pen,Hands and Heart to help.
Rajendra
http://www.bpaindia.org
http://www.yogaeast.net
મેં પણ મારા બ્લોગમાં આદિલ સાહેબને શ્રધ્ધાંજલી અને થોડીક યદગાર ક્ષણો લખી હતી.
આપણે ધન્ય છીએ કે આવા મોટા ગજાના કવિને રુબરુ મળવાનો અવસર મળ્યો.
અમદાવાદ છોડવા બદલ આદિલ સાહેબને સંબોધીને મારાથી એક શીકાયત લખાઇ ગઇ.જે મેં બ્લોગમાં પણ મુકી છે.
ગુન્હા કર્યા કોઇએ, ને સજા આખા શહેરને ?
આમ કાં ભુલી ગયો, આખે આખા શહેરને ?
તું કહે તો લખી આપું,માફીનો હું દસ્તાવેજ,
છે ભરોસો મારા પર, આખે આખા શહેરને.