અક્ષયપાત્ર

રેખા સિંધલ

I love you !

ભાન ભૂલીને તને ચાહ્યા પછી

                 ભાન આવતા જ બોલી I love you !

 

મૌનની સરહદ ઓળંગીને લથડી

                 શબ્દોનો ટેકો મળતા જ બોલી. I love you !

 

ઝૂકેલી નજરથી પ્રેમ ઝીલીને પાંપણે

                 આંખમાં આંખ પરોવીને બોલી I love you !

 

શમણામાં ખોવાયેલી બેઠીતી બારીએ

                  તુજ સ્પર્શથી ઝબકીને બોલી I love you !

 

વ્યથાના વમળોમાં તરતીતી પ્રેમને સહારે

                  તું પાસ આવ્યો કે ખુશ થઈ બોલી I love you !

 

ન તારા આવ્યાથી ચેન ન તારા ગયાથી ચેન

                   બેચેન મન પર શાંતીની ચાદર તે I love you !

 

(અહીં કહેવાનુ તાત્પર્ય એ છે કે ઊંડો પ્રેમ આપોઆપ પ્રગટતો રહે છે એ બોલકો નથી હોતો. અશબ્દ પ્રેમની કક્ષા ઊંચી હોય છે I love you’ કહેવાની જરૂરયાત જ્યારે જણાય ત્યારે ભાવદર્શનની કમીને શબ્દો વડે પૂરવાની કોશિષ  હોય છે. પ્રેમના દર્શન અને પ્રદર્શનમાં હોય તેવો આ ફેર અહીં દરેક પંક્તિની પહેલી અને બીજી કડી વચ્ચે છે)

February 18, 2009 - Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 10 Comments

10 Comments »

  1. ન તારા આવ્યાથી ચેન ન તારા ગયાથી ચેન
    બેચેન મન પર શાંતીની ચાદર તે I love you !
    સુંદર રચના.
    પ્રેમની અભિવ્યક્તિ કરવા ક્યારે શબ્દોની જરૂર પડતી નથી એમ કહેવાય છે.
    પણ ઘણી ય વાર શબ્દો વગર વાત અધૂરી રહી જાય તો બોલવું ય પડે I love you !
    આ ત્રણ શબ્દો અગાધ છે. અમાપ છે. અમર છે. અનિવાર્ય છે. અને ક્યારેક આધ્યાત્મિક પણ છે.
    કારણ કે પ્રેમીઓને મન પ્રેમ એ જ પ્રાર્થના છે.ને ક્યારેક પ્રેમી પ્રભુ બની જાય છે!!
    નટવર મહેતા
    http://natvermehta.wordpress.com/

    Comment by Natver Mehta, Lake Hopatcong, NJ | February 18, 2009 | Reply

  2. સુંદર રચના.
    પ્રેમની અભિવ્યક્તિ કરવા ક્યારે શબ્દોની જરૂર પડતી નથી એમ કહેવાય છે.
    પણ ઘણી ય વાર શબ્દો વગર વાત અધૂરી રહી જાય તો બોલવું ય પડે
    આ ત્રણ શબ્દો અગાધ છે. અમાપ છે. અમર છે. અનિવાર્ય છે. અને ક્યારેક આધ્યાત્મિક પણ છે.
    કારણ કે, પ્રેમીઓને મન પ્રેમ એ જ પ્રાર્થના છે.ને ક્યારેક પ્રેમી પ્રભુ બની જાય છે!!
    નટવર મહેતા

    Comment by Natver Mehta, Lake Hopatcong, NJ | February 18, 2009 | Reply

  3. Sundar Rachana ! I really, really liked it very much !

    Comment by DR. CHANDRAVADAN MISTRY | February 18, 2009 | Reply

  4. very nice, thank u for sharing.
    Arvind

    Comment by Arvind Patel | February 19, 2009 | Reply

  5. આમ સમજાયો, તેમ સમજાયો

    અઢી અક્ષરનો શબ્દ કેમ ન સમજાયો ?

    અઢી અક્ષરના આ શબ્દની મથામણ જીવનભર ચાલતી રહે છે. અને ચાલતી રહેશે જ…

    સુન્દર રચના..અતિ સુન્દર ભાવ સાથે

    Comment by nilam doshi | February 19, 2009 | Reply

  6. ખુબ સુંદર રચના છે.
    આભાર.

    Comment by ગોવીન્દ મારુ | February 19, 2009 | Reply

  7. KHUB SARAS RACHNA….

    Comment by neetakotecha | February 24, 2009 | Reply

  8. KHUB KHUBJ SARAS

    Comment by jayeshupadhyaya | March 5, 2009 | Reply

  9. કમાલ! ખૂબ સરસ. મજા પડી.

    Comment by યશવંત ઠક્કર | May 10, 2009 | Reply

  10. koik vare bahu jorethi abhivyakt karevanu mane thai che bahu sunder rachana

    પ્રેમમા

    ઝનૂને પ્રેમમાં કાય કહેવાય ગયુ

    જાહેર મા I LOVE YOU કહેવાય ગયુ

    તુ ટૉકસે એવો હતો ડર પણ,

    તારાથી પણ I LOVE YOU કહેવાય ગયુ

    આજકાલ હુ ચાલતો નથી જમીન પર

    સુ તમે જોયો મને આકાસ મા?

    હાથમાં જો હાથ હોય તારો

    સ્વર્ગ ની છે ક્યા જરૂર !!!!!!!!!!!!!!

    હુ ઉડૂ જને આકાસ મા?

    ભરત સુચક

    Comment by BHARAT SUCHAK | May 31, 2009 | Reply


Leave a comment