ફૂલની વેણી
મારી નાની ત્રણ બહેનો અને હું
બેનડી મારી મીઠડી નાની, 
પતંગિયાના રૂપ રંગ લાવી,
કૂદકૂદાક થતી રે……
ઘૂમતી જ્યારે ગરબા લેતી,
હૈયે મારે તાલ દેતી,
ગુંજતી ગાતી રે………
મસ્તીભરી છૂપછૂપાતી આવી,
પજવી મારી ચોપડી ખેંચી,
દોડી જતી રે……….
રડાવુ હું એને મને રડાવે માડી,
હસીને મારા વાળ ગૂંથતી
સહિયર બનતી રે………..
હસતી ત્યારે વીંધતી બાણે,
દોડતી ત્યારી હરણી જાણે,
ફૂલની વેણી ફૂલડાં વીણતી રે………….
10 Comments »
Leave a comment
-
Archives
- November 2009 (1)
- September 2009 (8)
- August 2009 (1)
- July 2009 (1)
- June 2009 (1)
- May 2009 (2)
- April 2009 (1)
- March 2009 (1)
- February 2009 (4)
- January 2009 (2)
- December 2008 (1)
- November 2008 (1)
-
Categories
-
RSS
Entries RSS
Comments RSS
સુંદર રચના.ભાઈ-બહેનનો પ્રેમ અવર્ણિય છે. એમાં ભાઇ મોટો હોય અને બહેન નાની હોય તો તો એ જરૂર ગાઢ જ હોવાનો.
આપ આપના ભાઇના મોટાં બહેન છો કે નાના??
મને તો લાગે નાના જ છો.
હસતી ત્યારે વીંધતી બાણે,
દોડતી ત્યારી હરણી જાણે,
ખુબ જ સરસ !!
saras rachana
રડાવુ હું એને મને રડાવે માડી,
હસીને મારા વાળ ગૂંથતી
સહિયર બનતી રે………..
હસતી ત્યારે વીંધતી બાણે,
દોડતી ત્યારી હરણી જાણે,
ફૂલની વેણી ફૂલડાં વીણતી રે
વા હ
દુનિયામાં જે સારપ છે અથવા તો જે થોડી ઘણી સારપ-ભલાઇ ધરતી પર બચી છે. બહેન તેનું પ્રતિનિધિત્વ કરે છે. એક જ ફળિયામાં બહેન સાથે રમીને છરતા ભાઇના હાસ્યમાં સુરક્ષાની ઇરછુક પણ હોય છે.
હસતી ત્યારે વીંધતી બાણે,
દોડતી ત્યારી હરણી જાણે,
આ પંક્તીઓ બહુ ગમી .
કલાપી ની રચના યાદ આવી ગઈ ….
ફૂલ વીણ સખે! ફૂલ વીણ સખે!
હજુ તો ફૂટતું જ પ્રભાત સખે!
દોડતી ત્યારી હરણી જાણે,
અહીં માત્રાનો દોષ છે.
હસતી ત્યારે વીંધતી બાણે,
દડતી ત્યારે હરણી જાણે. ….. ચાલે?
હસતી ત્યારે વીંધતી બાણે,
દોડતી ત્યારી હરણી જાણે,
ફૂલની વેણી ફૂલડાં વીણતી રે………….
Sundar,,,ati sundar !
રડાવુ હું એને મને રડાવે માડી,
હસીને મારા વાળ ગૂંથતી
સહિયર બનતી રે………
mane pan maari moti baheno yad aavi gai…
hu badhane bahu j heran karti…
pan toy badha mane vahal karta..ghar ma sauthi nani chu ne hu..
mathu dhovdavi de ane kam pan naa karu..haji bagadu..etle badhi baheno maline mane uchkine koik eva upar koi mota table par besadi deta ke hu utri j n shaku..ane pachi mummy pase vadh khvadavti emne..ane hasti..toy vahal j karta..
Rekhaben,
Hello! I read your “rachana” It is very good. Thanks for sharing…..Bina Trivedi
(by e mail)
Hello to all sisters.
આપની રચનાઓ મીઠાસથી ભરી અને કાવ્ય કલાથી
નીખરતી છે.
પિતૃ સ્નેહ કવિતા આજે કવિલોકમાં વાંચી,અહીં દોડી આવ્યો ને
આપના બ્લોગમાં સરસ મનભાવન થાળ માણવા મળ્યો.
સાચી કવિતાઓ માણવા મળી.
રમેશ પટેલ(આકાશદીપ)