અધૂરી પ્રીત
વ્હાલમની પ્રીત અધૂરી સખી
પૂરી થઈ ગઈ રાત
રાતની વાત ન પૂછજે સખી
ઉજળી થઈ ગઈ સવાર
સાત પગલાં આકાશમાં સખી
પાંચ પૃથ્વી પરે સાથ
સ્પર્શથી રણઝણ્યા તાર સખી
ટેરવે ફુટ્યા તેજ અપરંપાર
આંખોમાં દરિયો ઘૂઘવે સખી
રેતીના પટ આરપાર
વ્હાલમની પ્રીત અધૂરી સખી
પૂરી થઈ ગઈ રાત
11 Comments »
Leave a comment
-
Archives
- November 2009 (1)
- September 2009 (8)
- August 2009 (1)
- July 2009 (1)
- June 2009 (1)
- May 2009 (2)
- April 2009 (1)
- March 2009 (1)
- February 2009 (4)
- January 2009 (2)
- December 2008 (1)
- November 2008 (1)
-
Categories
-
RSS
Entries RSS
Comments RSS
ખુબ જ સુંદર અને ભાવવાહી અને લય જન્માવતી રચના !
સુંદર રચના!
સ્પર્શથી રણઝણ્યા તાર સખી
ટેરવે ફુટ્યા તેજ અપરંપાર
સુંદર કલ્પના.
સ્પર્શ એ એક એવી કુદરતની ભેટ છે કે સ્પર્શમાત્રથી ક્યારેક દિલના તાર રણઝણે છે. શરીર સિતાર બને છે અને ન સંભળાય એવા રાગરાગિણીઓ ગુંજે છે.
rekhaben if you havent forgaton me-himanshu patel met you with chandrkant shah.nice poetry’
visit me @ http:// himanshupatel555.wordpress.com
thank you.
Very good.
ખાસ તો આ ગીતનો લય સ્પર્શી ગયો. સરસ રચના..અભિનંદન
સરસ રચના
સાત પગલાં આકાશમાં સખી
કુન્દનિકા બહેન અને વસુધા કેમ યાદ આવી ગયાં?
Sunder Kavy.very very nice It touched my heart.
Sapana
તમારી ગઝલ અને કાવ્યો સારા લાગ્યા
આંખોમાં દરિયો ઘૂઘવે સખી
રેતીના પટ આરપાર
NICE words..NICE Rachana !
DR> CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Rekhaben
axaypatra vachi bahu maja padi anya webside janavjo.
pratapbhai ne mari yadi apjo.