અક્ષયપાત્ર

રેખા સિંધલ

પાનખર

અંગ અંગમાં લઈને ભીનાશ

         ઊડયું એક તાજુ પાન

ડાળી છૂટ્યાનો લીલો અહેસાસ

         દૂર થયાં પંખીના ગાન

વહેતાં વાયરામાં ફરફરતું જતું

         સૂર્યના તેજ પરે ધ્યાન

તરતી આશ ઉડે બાષ્પ થઈ

         ધરતી પર ઢળે સભાન

અર્પણ કાયા થઈ વૃક્ષને ચરણ

          ફૂટવાનું ફરી થઈ અંતર્ધાન.

September 22, 2009 - Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 5 Comments

5 Comments »

  1. rekhaben ‘taravagar’ ane ‘pankhar’ i read both and i like it for close personal feelings as well as depth of it.The
    lyricism in them is very lucid, i enjoy reading them.
    and thank you for the comments.

    Comment by himanshupatel555 | September 23, 2009 | Reply

  2. લો, આજે જ ઓફિસિયલી પાનખર ચાલુ થઈ…
    અને આપની રચના પણ ખરી કે પાંગરી!! શું કહું??

    આ અમેરિકામાં ઋતુઓ પણ મારી બેટી સમયસર હોય છે.

    વાયરો આ કેવો વાયો પડી ન ખબર
    લો,આજ આ આવી ગઈ હવે પાનખર.

    Comment by નટવર મહેતા | September 23, 2009 | Reply

  3. અર્પણ કાયા થઈ વૃક્ષને ચરણ

    ફૂટવાનું ફરી થઈ અંતર્ધાન.
    Nice words ending PANKHAR Kavya !
    Chandravadan Mistry, Lancaster, Ca USA
    http://www.chandrapukar.wordpress.com

    Comment by DR. CHANDRAVADAN MISTRY | September 23, 2009 | Reply

  4. Nice depiction …of emotions and words..!

    Comment by dr.MayuriSanghvi | September 24, 2009 | Reply

  5. Nice One!

    Comment by પ્રવિણ શ્રીમાળી | September 28, 2009 | Reply


Leave a comment