અક્ષયપાત્ર

રેખા સિંધલ

દોસ્તી

તારી સંગે ચંગે રહી હું મસ્ત રંગે રંગાયો

           દોસ્ત તુજ વિણ જીવન પથ આકરો

સાંભરે આજ બાળપણ દૂર પંથ મિલનનો

          પળો અમૂલ્ય સરતી ઝંખે સાથ તારો

પ્રિયાની ગોષ્ઠીમાં તુજ વખાણ અતિ મિત્ર

              તું ઊંચે આસન,  હું તુજ બિન બાવરો

દોડંદોડી જીવનની મન તને મળે દિનરાત

           ક્યાં ઘડી નિરાંતની કદીક ઊઠે પુકારો

સ્નેહ જળ પીધાં કદીક તે થયા અમૃત આજ

             લે દોસ્ત તાદુંલ હવે તો ખૂટ્યા ભંડારો

September 23, 2009 - Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 6 Comments

6 Comments »

  1. તારી સંગે ચંગે રહી હું મસ્ત રંગે રંગાયો

    દોસ્ત તુજ વિણ જીવન પથ આકરો
    Nice Words of aNice Rachana……Keep writng, Rekhaben !
    Chandravadan ( Chandrapukar )
    http://www.chandrapukar.wordpress.com

    Comment by DR. CHANDRAVADAN MISTRY | September 23, 2009 | Reply

  2. સ્નેહ જળ પીધાં કદીક તે થયા અમૃત આજ

    લે દોસ્ત તાદુંલ હવે તો ખૂટ્યા ભંડારો
    nice concept and intention.

    http://himanshupatel555.wordpress.com
    here is my web thank u

    Comment by himanshupatel555 | September 23, 2009 | Reply

  3. રેખાબેન,
    તમારો ખૂબ આભાર કે આપે મારી રજૂઆત સ્વીકારીને દોસ્તી માટે લખ્યુ છે.તેથી મને ખૂબ આનંદ થયો. આપને શુભેચ્છા કે આપ આવું સરસ કાયમ લખતા રહો અને દરેકના હ્રદય જીતતા રહો.

    આભાર.

    Comment by Falgun Jani | September 25, 2009 | Reply

  4. ખુબ જ સંવેદનશીલ રજૂઆત!
    પ્રિયાની ગોષ્ઠીમાં તુજ વખાણ અતિ મિત્ર
    તું ઊંચે આસન, હું તુજ બિન બાવરો
    આ પંક્તિઓમાં રાજેસ્થાની મારવાડી લહેકો વાપરતાં સરસ લય બન્યો.
    અને આ પંક્તિઓમાં ખુબ જ ચોટદાર…
    સ્નેહ જળ પીધાં કદીક તે થયા અમૃત આજ
    લે દોસ્ત તાદુંલ હવે તો ખૂટ્યા ભંડારો

    Comment by પ્રવિણ શ્રીમાળી | September 28, 2009 | Reply

  5. wahh…paheli var aa site par ne bahu gami gayi…very good

    Comment by vivektank | September 29, 2009 | Reply

  6. સ્નેહ જળ પીધાં કદીક તે થયા અમૃત આજ
    લે દોસ્ત તાદુંલ હવે તો ખૂટ્યા ભંડારો

    Comment by પંચમ શુક્લ | September 29, 2009 | Reply


Leave a comment