અક્ષયપાત્ર

રેખા સિંધલ

પ્રતિક્ષા

યુગો વીત્યા જે ક્ષણની પ્રતિક્ષામાં

તે જરા ઝબકી, વણથંભી ગઈ હસતી,

મૂકીને હાસ્ય એનું, આયનામાં ચોતરફ,

હવે આયનો જોઈને હું હસુ છું ત્યારે,

લોકો કહે, તપશ્ચર્યા ગઈ એળે એથી

મળ્યુ ના જોઈતું મને તેથી

જાતને નીરખી હસ્યા કરતી

પાગલ થઈ ગઈ છું હું સદાને માટે !

September 29, 2009 - Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 5 Comments

5 Comments »

  1. એટલે જ તો એ પ્રતીક્ષા છે.

    Comment by પંચમ શુક્લ | September 29, 2009 | Reply

  2. rekhaaben;
    સમયની છેતરપીંડી કે હોવાની ?
    જે સાચું છે તે કે જે કેવળ દેખાય છે તે;
    ‘ જગતમાં ભાસ ભાસે..”વદે મહેતા નરસૈયો..
    કવિતા સારી સંસ્મૃતિ લાવે તે પણ રમણિયતા છે.

    Comment by himanshupatel555 | September 30, 2009 | Reply

  3. વીચારતા કરી મુકે તેવી રચના .. લોકો કહે તેની આટલી બધી અગત્ય?

    Comment by સુરેશ જાની | October 2, 2009 | Reply

  4. ગૂઢાર્થને સમાવતી સરસ રચના!..તમારી દરેક રચના માં સંવેદના ખુબ જ ઊંડી હોય છે.

    Comment by પ્રવિણ શ્રીમાળી | October 8, 2009 | Reply

  5. please read kaavya aswaada you would love it meet you there
    thank u your email is not accepting mail

    Comment by himanshupatel555 | October 17, 2009 | Reply


Leave a comment