My name is Rekha Sindhal. I have been residing in USA since 1989. I have bachelor’s degrees in Microbiology and Education from India. I am a former Science and Math teacher in India. I have worked as a research Assistance in Pediatric cardiology for Vanderbilt University, Nashville. Currently I offer one on one tutorial for Math. I am heavily involved in community service for Indian organizations here in USA. My hobbies are reading, writing, teaching, and solving mathematical puzzles. I have been married for 33 years and am a proud mother of three daughters and a fun grandmother for two beautiful grandsons.
——————————————————————————————————————-
મારા વિષે મારે કહેવાનુ અઘરૂં છે. અસ્તિત્વના અનેક ટુકડાઓમાંથી ક્યાં ટુકડાનો પરિચય આપું? ઓપરા વિન્ફ્રીના કહેવા મુજબ ( જો તમે રોજ ઊઠીને લખવાનો વિચાર કરતાં હો તો તમે લેખક છો) હું લેખિકા છું પણ સિધ્ધહસ્ત નહી. ક્યારેક કવિતા લખવાનો પ્રયત્ન કરૂ છું પણ કવિયત્રી હોવાનો દાવો કરી શકું નહીં.
માઈક્રોબાયોલોજી અને શિક્ષણમાં સ્નાતક થયા પછી ગણિત-વિજ્ઞાનની શિક્ષિકા તરીકે કાર્ય કર્યું છે અને પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકની મદદનીશ તરીકે પણ કાર્ય કર્યું છે. ઘણા વર્ષો સુધી મેડિકલ લેબોરેટરીમાં ટેકનિશીયન તરીકે કામ કરેલ છે. સાથે સાથે ફૂલટાઈમ કૌટુંબિક જવાબદારીઓમાં ત્રણ પુત્રીઓની માતા અને ભારતીય પત્નીની રસોડા દ્વારા પતિને રીઝવવાની પ્રથા…..આ બધા આનંદ વચ્ચે ક્યારેક ક્યારેક કલમ ઉપાડીને લીટીઓ તાણ્યાનો આનંદ પણ માણ્યો છે. સામાજિક સંસ્થાઓમાં સ્વૈચ્છીક સેવાઓ આપતા રહેવાનો સતત પ્રયત્ન કરતી રહી છું. નેતાગીરી સ્વભાવ સાથે વણાયેલી છે એમ સૌ કહેતા હોય છે એટલે માનવું પડે છે બાકી ભાવપ્રદેશમાં કેડી કંડારવાની હજુ બાકી છે.
હવે શક્તિના પૂર ઓસરવા લાગ્યા છે ત્યારે કલમનો ટેકો વધુ યાદ આવે છે. અને એ ટેકે ટેકે આગળનો પંથ સરળ બને એવા પ્રયત્નમાં વાચકોનો સથવારો મળશે તો આ આનંદયાત્રા વધુ માણી શકાશે. એમ માનીને આ બ્લોગ શરૂ કર્યો છે. દેશ છોડ્યાને 2008માં વીસ વર્ષ થયા. હાલ યુ.એસ.એ.ના ટેનેસી રાજ્યમાં રહું છું. જન્મ વેરાવળ(સોમનાથના દ્વારે) 1956માં માર્ચની પહેલી તારીખે અને મૃત્યુ અમેરીકામાં થાય એવું ઈચ્છું છું કારણ કે આ ભૂમિ સાથે હવે વધારે માયા બંધાઈ ગઈ છે.
પરમ મિત્ર નીલમના સાથ વગર કલમ પકડવાનું કદાચ ઠેલાતુ જ રહ્યું હોત. સરસ્વતી માતા ક્યા સ્વરૂપે દર્શન દે અને જીવનવીણાના સૂર ફરી વહેતા થવા લાગે તે અકલ્પ્ય બીના છે. એમના આશીર્વાદની ઝંખના અને મિત્રોની શુભેચ્છાઓની આશા સાથે આ બ્લોગની શરૂઆત કરી આપવાની નીલમ દોશીએ આપેલ ભેટ સ્વીકારતા હું હર્ષ અનુભવુ છું.
Rekhaben tamaro blog khubaj saras lagyo tamaro parichay pan saro lagyo
aabhar sathe best wishes
mahashiv ratri ni shubh kamnao.
રેખાબેન તમારો બ્લોગ મને ખુબ ગમ્યો.તમારી ત્યાં(અમેરિકામાં) છેલ્લા શ્વાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરીને ભલે તમે તે દેશ પ્રત્યે લાગણી વ્યક્ત કરી હોય પરંતુ ગુજરાતને તમે આજે ય નથી ભૂલી શક્યા એ તમારા આ બ્લોગને જોઈને કહી શકું છું.અને એક વિજ્ઞાન અને ગણિત વિષયમાં શોખ ધરાવતી વ્યક્તિનો સાહિત્યપ્રેમ જોઈને ખુબ સારું લાગ્યું…
Hon’ble Rekhaa ben,
visitede your blog after a long time.
in fact I lost your mail address in a computer repair. Now I wish to make a film baseed on my work AKOOPAAR. (Hope you have read it. If not, I can send you a copy)
I have no experience in film making, nighter i hv mony but i can gather people who can make a film
dhruv
Dear Rekha
your blog and u thought both r superb
DEAR REKHABEN,
JAI SHRI KRISHNA. ACCEPT MY HEARTIEST CONGRATULATIONS FOR SUCH A WONDERFUL WEBSITE. YOU ARE DOING AN EXCELLENT JOB. I READ YOUR THOUGHTS ON types of truth WHICH ARE THOUGHT PROVOKING. THE OBSERVATION OF MR. SHARAD SHAH IS FANTASTIC. IF HE PERMITS I WANT TO TAKE ON MY FACEBOOK SO MY RELATIVES IN FOREIGN COUNTRIES CAN READ IT AND OUR FRIENDS IN INDIA WILL HAVE BETTER UNDERSTANDING OF THOSE WHO STAY OUT OF INDIA.
HOW ARE YOU AND FAMILY? WE WILL REACH TO RAJKOT ON 9TH OCT.
I APPRECIATE YOUR INNER TALENT WHICH BENEFITS READERS LIKE US. PL KEEP IT US.
WITH REGARDS,
manubhai lalsetta
Dear Manubhai;
Love.
Permission is granted (In Government Terminology).
(Now in Humanitarian Terminology) Dear Manubhai, when I see people are stucked up in small small stupidities and are in great pain, I do write what I feel the truth according to my understanding. If my vision appeals to you or anybody, may take it to reproduce it. I don’t have any copy right on it.
My love to all your family members and friends.
His Blessings;
Sharad Shah
પ્રિય રેખાબેન;
પ્રેમ;
કુતરું કે બીલાડી પણ પાળીએ તો થોડા સહવાસથી તેની સાથે આત્મિયતા બંધાઈ જાય છે. એટલે આટલાં વર્ષો જે દેશમાં તમે રહ્યા છો તે દેશ પ્રતિ તમારો પ્રેમ હોય તે સ્વાભાવિક છે. પ્રેમ ન હોય તો કાંઈક અજુગતુ છે.
બીજું કે કાશી એ કરવત મુકાવા પહેલાં લોકો જતા તેમ અમેરિકાથી કોઈ મરવા માટે ભારત આવે તેવી પ્રથા નથી કે તે શક્ય પણ નથી. કેટલાંય ભારતિયોએ વિદેશમાં દેહ છોડ્યો છે અને છોડતા રહેશે. ભારતિય મનિષા તો કહે છે કે દરેક વ્યક્તિના મરણનો સમય અને સ્થળ નક્કી જ છે. તમે પણ કદાચ સંજોગો અને પરિસ્થિતિ જોઇને જ સહજતાથી કહ્યું હશે કે “હવે તો દેહ અમેરિકામાં જ છુટે”
પણ તમારી સીધી સાદી વાતનુ વતેસર કરી નાંખવામાં આવ્યું તેમ કેટલાંક મંતવ્યો વાંચીને જણાયું.ખરેખર તો આ સમગ્ર પૃથ્વી ની ભુમિ અખંડિત છે તેનું કોઈ જગ્યાએ વિભાજન નથી. જે વિભાજનો દેખાય છે, જુદા જુદા દેશના રુપે, તે સત્તાખોર લોકોના પ્રતાપે છે.અને આ સત્તાખોર લોકોએ ઇતિહાસ લખ્યા છે, અને માનવીના મનમાં એટલાં કુસંસ્કારો રેડ્યા છે કે દરેક દેશના લોકો એમ જ સમજતા હોય છે કે તેમનો દેશ જ સૌથી મહાન છે. આ ગ્રંથીના મુળિયાં એટલાં બધા ઉંડે ઉતરી ગયા છે કે તેઓ સત્ય જોઈ નથી શકતા, કે આ સમગ્ર પૃથ્વી અવિભાજ્ય છે અને ભુમિ માત્ર પવિત્ર છે. ભુમી ભારતની હોય કે અમેરિકાની, દેહ આખરે તો ભુમિમાંજ મળી જવાનો છે. જે જ્યાંથી જે લિધેલું તે પાછું પરત આપી દેવું પડે છે.પંચ મહાભુત પાછો પંચ મહાભુતમાં ભળી જાય છે. પરમાત્મા તમારી અમેરિકામાં દેહ છોડવાની મનોકામના પૂર્ણ કરે.
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ;
શરદ
hi rekha… read all comments.. all have their own thinking..and i know you are always welcome other’s thinking too.. so no need of any argument..
વિશ્વદીપ બારડના મતે…
ભારત્ તેમને માટે દેવકીમા છે..અને અમેરિકા યશોદામા…
દેવકીજી અને યશોદાજી વચ્ચે સરખામણી કે સ્પર્ધા ન હોઇ શકે..
અલબત્ત આ તો તેમનો અંગત મત છે. મને એ યાદ આવ્યું એટલે અહીં લખ્યું.
બાકી જન્મભૂમિ અને કર્મભૂમિ … બંનેનું એક આગવું સ્થાન હોય છે.. કોઇ સરખામણી સિવાય…
વિશ્વદીપ્ બારડના કહેવાથી અમેરિકા યશોદામા ના બની શકે. અને સૌની પોતાની વિચારસરણી હોવાની જ.
India is always great. but some body like owner of this blog is want to die in america… I agree with ravirajsinh you should publish your blog in english level.
પ્રિય રાધિકાબેન,
સ્ત્રીનું હ્રદય વિશાળ હોય છે તેથી જ તે પિયરમાં જન્મી હોવા છતાં સાસરાના ઘરને પોતાનું કરી શકે છે અને પિયરને છોડી દીધા છતાં જીવનભર ચાહે છે. હું ભારતદેશને પણ એટલો જ ચાહું છું. શા માટે બે ય દેશને ન ચાહી શકીએ તે જ મને સમજાતું નથી. અમારી આ કર્મભૂમિ છે અને લાખ ચાહીએ તો પણ ફરી ત્યાં આવીને વસવાટ કરવો તે સહેલી વાત નથી કદાચ ફરવા આવીએ અને તબિયત બગડે તો પણ અઘરૂં થઈ જાય. કેટલાંકને અહીંયા પણ એમ થાય ભારત એટલો બધો વ્હાલો દેશ છે તો અહીં આવ્યા જ શું કામ? શું આ સંકુચિતતા નથી? આખા ય વિશ્વને શું આપણુ ન ગણી શકીએ? પિયર વ્હાલુ હોય તેથી સ્ત્રી શું સાસરે નથી જતી? ‘ભારત અથવા અમેરીકા’ ને બદલે ‘ભારત અને અમેરીકા’ કેમ નહી?
મને લાગે છે કે તમે અન્ય કોમેંટસ વાંચી નહીં હોય પણ રવિરાજસિંહ મારી વાત સમજી શક્યા હોય તેમ જણાય છે.
તમારો દેશ અને દેશવાસીઓ પ્રત્યેનો સ્નેહ જોઈ આનંદ થયો.
આભાર સહ……
(email courtsey)
માનનીય રેખાબહેન,
હું આપની સાથે સહમત છુ પણ બધી વાતોમા નહી. જવા દો એ વાત… આપનો બ્લોગ ખુબ જ સરસ છે. પરદેશમા રહીને આ પ્રકારે ગુજરાતીમા બ્લોગ લખી ભારતીય જનતા સાથે આપે સંપર્ક બનાવી રાખ્યો છે તે બહુ સારી વાત છે. આપની સાથે વાતચીત કરી આનંદ થયો.
રવિરાજસિંહ આઇ. જાડેજા
(visit us at http://www.rijadeja.com)
માનનીય રવિરાજભાઈ,
તમારી દેશદાઝ જોઈને દિલમાં ખરેખર આનંદ થાય છે. જે દેશમાં આપણે શ્વસીએ છીએ તેને ન ચાહીએ તો તે આપણી કમી કહેવાય. ભારત વિષે કોઈ અહીં હીણુ બોલે તો તે હું પણ સાંખી શક્તી નથી અને તે જ રીતે કોઈ ભારતવાસી અમેરીકા સાથે સરખામણી કરીને અમેરીકાને ઉતારી પાડે તે પણ યોગ્ય લાગતું નથી. સરખામણી શા માટે? તે જ મને નથી સમજાતુ. સંસ્કૃતિ અને રિવાજો આપણે (માનવે) ઘડેલા છે. કુદરતનો રિવાજ તો બધે સરખો જ છે વળી બ્લોગની પબ્લીસીટી કરવાનો મારો જરાય ઈરાદો નથી ઉલ્ટાનું મેં તો મારો બ્લોગ પ્રાયવેટ કરી નાખેલો જેથી હું જેને પરવાનગી આપું તે જ વાંચી શકે. પણ બહુ કોમપ્યુટર ન વાપરતા હોય તેવાં કેટલાંક સ્વજનોની લાગણીને કારણે મેં ફરી પબ્લિક સેંટિગ પર મૂક્યો.
બીજું કે અમુક કાવ્યો અને લેખોમાં ભારત વિષે પણ લખ્યું જ છે. અહીં અમેરીકન લોકોમાં ભારત પ્રત્યેની કોઈ ખોટી માન્યતાનો મને ખ્યાલ આવે તો તે દૂર કરવા હું અચૂક પ્રયત્ન કરૂં. દૂર રહીને ઘણા પરદેશીઓ ભારત માટેની ભાવનાને કારણે પુષ્કળ દાનનો પ્રવાહ વહેવડાવે છે અને દેશસેવામાં એ રીતે પણ પોતાનો ફાળો જ આપે છે. કેટલાક કિસ્સામાં તો ત્યાં દેશમાં વસતા લોકો કરતા ય તેમનામાં દેશ પ્રત્યેની ભાવના વધુ જોવા મળે છે. આપણા દેશ માટેની આપણી ચાહના અન્ય દેશ માટેની ઉપેક્ષા કે તિરસ્કારનું કારણ ન બનવી જોઈએ એમ મારૂં માનવું છે. અને જો તેમ થાય તો આપણી ચાહનાની પ્રબળતામાં ખામી જ સમજવી એમ મારી જાતને કહેતી હોઉં છું. એક માટેનો પ્રેમ બીજા માટે નફરત જન્માવે તો તે પ્રેમમાં ઉણપ હોય છે એમ સમજું છું પણ મારો જરા ય દાવો નથી કે હું જે માનું છું અને સમજું છું તે જ બરાબર છે. મારી માન્યતા મારા અનુભવોને કારણે હોય તેમ અન્યની માન્યતાઓ એમના અનુભવોને કારણે હોય આથી બીજાને ખોટા માનવાનો મારો અધિકાર જ નથી એમ જાણી અન્યની માન્યતાઓનો સ્વીકાર કરવા પણ પ્રયત્નશીલ રહું છું. બીજાની માન્યતાનો સ્વીકાર કરવા માટે આપણી પોતાની માન્યતા બદલવી જરૂરી નથી એ પણ એટલું જ સાચું છે તેમ જ વિરોધી હોય તો પણ હિમંતથી પોતાની માન્યતાઓ રજુ કરનારા લોકો મને ગમે છે.
સ્પષ્ટતા કરવા માટે આભાર!
રેખા સિંધલ
વિશ્વની અનેક હસ્તીઓ જેમકે ડૉક્ટરો, એંજીનિયરો, વૈજ્ઞાનિકો વગેરે માથી ઘણાબધા ભારતીય છે તે આનંદની વાત છે પણ અફસોસની વાત એ છે કે તેઓ બધા પોતાના દેશને બદલે બીજા દેશમા સેવા આપે છે….. !!! એવા જ એક નવા નાગરિક (રેખાબેન) નો આજે પરિચય થયો… ખુબ જ સરસ રેખાબહેન… તમારે બ્લોગ પણ અંગ્રેજીમા જ લખવો જોઇએ…. જેથી અમેરિકનો વાંચી શકે.
આપની વાત હું બરાબર સમજી શકી નથી. માતૃભાષામાં અભિવ્યક્તિ વધારે ખીલે તેવી મારી માન્યતા છે. લોકોને વંચાવવાનો હેતુ ગૌણ હોવો ઘટે. પરદેશની ભૂમિ પર વસ્યા પછી “વસુધૈવકુંટુંબકમ” ની ભાવના સાથે હૃદય વિશાળ થતું અનુભવ્યુ છે. સ્ત્રી પિયરમાં જન્મી હોવા છતાં સાસરીને પોતાનું ઘર ગણે તેવી જ કંઈક વાત અમારા જેવા પરદેશીઓની છે.પોતાના દેશમાં વિકસવાની તકના અભાવે જ મારા જેવા કેટલાય પરદેશમાં વસવાટ પસંદ કરે છે. તમે મારા બ્લોગની મુલાકાત લીધી તેનો મને આનંદ છે અને પ્રતિભાવ માટે આપની આભારી છું.
(e mail courtsey)
Respected Rekhaji,
હુ આપને સ્પષ્ટ શબ્દોમા ના લખી શક્યો પરંતુ હવે આપને સ્પષ્ટ શબ્દોમા કહુ છુ કે જો આપને અમેરિકન ભૂમિ એટલી બધી વહાલી હોય કે તમે મૃત્યુ પણ ત્યા જ ઇચ્છતા હોય તો આપે આપનો બ્લોગ પણ અંગ્રેજીમા લખવો જોઇએ જેથી અમેરિકનો તેને વાંચી શકે… ભારતીય વાચકો પાસે બ્લોગની પબ્લીસીટી વધારવાનો શો મતલબ ? માફ કરશો, મારો ઝઘડો અથવા આર્ગ્યુમેન્ટ કરવાનો ઇરાદો નથી પણ ભારત દેશ માટે હુ એકદમ પ્રતિબદ્ધ છુ અને કોઇ ભારતીય એમ કહે કે અમેરિકન ધરતીપ્રત્યે તેને એટલો પ્રેમ છે કે તે મૃત્યુ પણ ત્યા ઇચ્છે છે તો તે વાત હુ સહન કરી શકુ નહી. કમ સે કમ જાહેરમા બ્લોગ પર આવુ લખી તમે શુ કહેવા ઇચ્છો છો ? તમારો આ ગુજરાતી બ્લોગ આખરે વાંચશે કોણ ??? ગુજરાતી / ભારતીયો જ ને??? તો તેવા ભારતીય વાંચકોને તમે પરદેશ પ્રત્યે આટલી લાગણી કેમ દર્શાવો છો? અને વસુધૈવકુટુંબકમ ની ભાવના હોય તો આપે ભારત વિશે કેમ કશુ ના લખ્યુ ? તમારે ભારત વિશે પણ બે શબ્દો લખવા જોઇએ… સ્ત્રી પિયરમા જન્મે અને સાસરીમા જાય તે ભારતીય રિવાજ છે અને તે રિવાજને પરદેશ જતી સ્ત્રી સાથે સરખાવી ના શકાય. અને તમે દેશમા ખીલી ના શક્યા તે વાતમા હુ તમારી સાથે સહમત છુ કે અમુક સંજોગોને લીધે તમે કદાચ ભારતમા ખીલી શક્યા નહી હોય પણ આ રીતે બ્લોગમા બીજા દેશનો પ્રેમ દર્શાવવાનો મતલબ શુ ? આશા છે મારા આ મેઇલ થી અથવા મારી કમેંટથી આપને ખોટુ નહી લાગે પરંતુ મે જે કહ્યુ તે એકદમ સાચી વાત છે.
Also visit my educational website http://www.rijadeja.com and my
blog http://blog.rijadeja.com.
Regards,
Ravirajsinh I. Jadeja
કેવો મજાનો સંવાદ ! બન્ને વાતમાં એક બાબત કૉમન રહી કે બન્ને કોમેન્ટમાં સામાને સમજવાની સંપૂર્ણ તૈયારી છે. શ્રી જાડજાનો વિરોધ પણ ડંખ વિનાનો અને તમારી સ્પષ્ટતાય ઉદારમતી !
બે છેડે સામસામે રહેતી બે વ્યક્તિઓ વચ્ચે આટલી સહજતાથી સંવાદ થાય તો કેવળ જ્ઞાન જ વધે. આપ બન્નેની વાતોએ મને ત્રીજાને આમાંથી ઘણું જાણવા–માણવા મળ્યું. રેખાબહેનનાં લખાણોમાં સાહિત્યિકતા મેં જોઈ હતી, આજે આ તાટસ્થ્ય પણ માણ્યું. શ્રી જાડેજાસાહેબને પણ ધન્યવાદ.
Kya baat hai Ravirajsinhji! tame akhre apno deshprem dekhadyo j. je vyakti education mate atli mahenat kare che tene desh mate pan kaik che te jani ne anand thayo.
Sacha rajput..
લો આટલો વહેલો તમને ઓળખવા આવ્યો!
hello
rekhaji
jai somnath
khub gamyu im also from veraval
lakhta raho khub lakho
shubkamnao
Thank you for visiting my blog and for your best wishes.
આજ સુધી આ બ્લોગ કેમ વંચાયો નહીં એ પ્રશ્ન અને એની વાંસે વાંસે ચાલ્યો આવતો પસ્તાવો એ મારો પ્રથમ પ્રતિભાવ.
આ બ્લોગ વિષે જ કંઈક મનભર લખવું એવો નિશ્ચય તે બીજો પ્રતિભાવ, અને
જો મંજુરી આપો તો આ બ્લોગની લિંક મારા બ્લોગ પર મૂકીને તમારી ભાષા, તમે પસંદ કરેલા વિષયો અને એમાં પ્રગટતા એક સૂક્ષ્મ પણ છલોછલ જગતને પ્રચારવું તે ત્રીજો પ્રતિભાવ.
હું તમારાથીય પહેલાં નીલમબહેનને ધન્યવાદ આપીને આભાર પ્રગટ કરીશ. ગુરુગોવિંદવાળી વાત !!
આજનો દિવસ તમારા આ બ્લોગ અને એમાંનાં લખાણોના માનમાં…ખુબ જ આનંદ થયો.
રેખાબહેન આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
રેખાબહેન આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
રેખાબેન,
આપનાથી પરિચિત છું, જ્યારથી મારે વિજયભાઈ શાહ સાથે પરિચય છે. એ સમયગાળામા મારા બ્લોગીંગનાં શરૂઆતનાં બે વર્ષ થોડાક અપવાદોને બાદ કરતાં લગભગ 80 થી 90 ટકા આર્ટિકલ અંગ્રેજીમાં જ રહ્યા હતા. વિજયભાઈએ મારા બ્લોગ માટે સરસ મજાનો શબ્દ ‘દ્વિભાષી’ (Bilingual) આપ્યો અને તેમના બ્લોગ માટે કેટલાક ગુજરાતીમાં અનુવાદિત આર્ટિકલ માગ્યા, ચારેક જેટલા પ્રસિદ્ધ પણ થયા. આનાથી મને એક એવો મોકો મળ્યો કે હું ગુજરાતી ભાઈબહેનોના સંપર્કમાં આવ્યો.
ચન્દ્રવદનભાઈના બ્લોગ ઉપર આપના વિષેનો લેખ વાંચ્યો, ત્યારે આપના વિષે વિશેષ જાણકારી મળી. આ મેઈલ લખવા પહેલાં આપના બે આત્મલક્ષી આર્ટિકલ ‘My Father” અને “The Story of my Depression” વાંચી લીધા. અંગ્રેજી ઉપરના આપના પ્રભુત્વથી પ્રભાવિત થવા ઉપરાંત આપની જીવનઝરમરથી પણ એટલો જ આકર્ષિત થયો છું. આપનો Depression ઉપરનો આર્ટિકલ Most Scientific છે. મારો બંને વર્ઝનમાં પ્રાપ્ય સાહિત્યિક કહી શકાય એવો “Depression” અર્થાત્ “હતાશા કે ઉત્સાહભંગ” આપના અવલોકન માટે સૂચવું છું જે અનુકૂળતાએ વાંચશો. બંનેના લિંક નીચે મુજબ છે.
(1) English : – http://www.musawilliam.com/2007/10/11/depression/ (2) ગુજરાતી
મારી જેમ આપના લેખોમાં વિવિધતાઓ છે એટલે આપણી વચ્ચે વિચારવિનિમય થતો જ રહેશે.
કુશળતાપ્રાર્થી,
વલીભાઈ
hi auntie,never knew this expressive side of yours.hu alankarik bhasha ma vakhan nahi karu.tuka padse.being a gujarati i will start writing in own language as soon as possible.
mare mirabai thavu che,
krishna sathe jodai ne vish malyu.
have rudiya mathi g amrut pivu che.
shu krishna vagar mari koi olakh che?
રેખાબેન મને અફસોસ છે કે તમારા બ્લોગમાં હું બે વરસ પછી આવી! ચલો દેર આયે દુરુસ્ત આયે..
સપના
welcome in gujarati blog world
Rekhaji
nice, i enjoyed, godess bless u bright success.
Thank you.
Rekha Sindhal
http://axaypatra.wordpress.com
Chiranjivi Rekhaben,
As you know, at present I am in Scranton (PA). Today, I was referring your site and reading various articles.
You are taking hudge pain and passion in formating the site and articals too. I am to return on 8th March 2010 for Rajkot. Since I will cheerfully will enjoy your site.
Tahnks.
With blessings and best wishes in this direction and voyage,
Ever your’s,
Bhalodia Sir.
khub j saras
Rekhaben aapano blog khub j sundar chhe.
maaro pan ek nanakado blog chhe.
samay male kyarek mulakat lo.
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
વર્સો સુધી અવરોધાયેલી તમારી પ્રતિભા નો દુનીયાને પરિચય-ફાયદો આપવાનો આજ સમય છે, શુભેચ્છાસહ…લાગ્યા રહો….
congretilations for wonderful blog.
jay shree krishna
રેખાબહેન,
તમને ઈ મેઈલ કર્યા પછી તમારા બ્લોગ પર નજર કરી ને મારા પ્રશ્ન નો જવાબ મળી ગયો!
સુન્દર બ્લોગ! અભીનન્દન. શાંતીથી કવિતાઓ વાચીશ અને જણાવીશ.
મહેન્દ્ર શાહ.
તમારો બ્લોગ ગમ્યો .મારો બ્લોગ પર આપનુ સ્વાગત છે
http://palji.wordpress.com
very nice….ek gruhini atlu badhu kare e j to ghanu chhe
રેખાબેન,
સાદર નમસ્કાર
ખુબ જ સરસ બ્લોગ બદલ અભિનંદન! અને મુખ્ય વાત એકે સૌથી વધુ તમારી કલમની પકડ ગધ પર છે, તમારી વાર્તા લખવાની શૈલી સરળ પણ તેની રજૂઆત સરસ રીતે એક વચન માં લખવાની કળા અને હથોટી થી લાગે જ નહીં કે આપ કોઈકવાર કયારેક જ લખતાં હશો. તમારી વાર્તાઓ મને ખુબ જ ગમી અભિનંદન !
-અને હા, તમે સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છો અને તમારામાં નેતૃત્વ નો ગુણ હોય, તે જાણીને મને ઘણો જ આંનદ થયો, કેમકે આવું જ કંઈક હું પણ કરું છું તો આપ એકવાર મારા બ્લોગ પર આવીને નિહાળો તે માટે હાર્દિક આંમત્રણ છે.
http://pravinshrimali.wordpress.com
http://kalamprasadi.wordpress.com
રેખા બેન,
ખૂબ જ સરસ બ્લોગ બનાવ્યો છે. અમારી રબારી સમાજની વેબ સાઈટની મૂલાકાત બદલ આભાર…
જનક ટરમટા
http://www.vadwala.com
Rekhaji,
just i visited your blog. find intresting. you wants to die at america. donot think about death. just enjoy the life with writing, spirituality.
visit our web sites : http://www.shreenathjibhakti.org
http://www.zero2dot.org
and http://www.abhashahra.wordpress.com
and http://www.drsudhirshah.wordpress.com
visit our web blog and website , you will love it.
god bless you and your family,
Dr.Sudhir Shah
Rekhaben..Where are you ? I visited your Blog several times…read the Comments on your last Post “janmadin”…& waiting…..
And, waiting to see you on Chandrapukar too !
ChandravadanBhai
http://www.chandrapukar.wordpress.com
aapno blog me aaje j joyo…khub saras blog che..ane ema nilam didi na aashirvad ane ichcha hoy ane aaapni dhardar kalam hoy etle puchvu j shu…khub sundar rachnao che…
જન્મ વેરાવળ(સોમનાથના દ્વારે) 1956માં માર્ચની પહેલી તારીખે અને મૃત્યુ અમેરીકામાં થાય એવું ઈચ્છું છું કારણ કે આ ભૂમિ સાથે હવે વધારે માયા બંધાઈ ગઈ છે.
pahelaa to mrutyu ni vat karvi shu kam??
ane biju aa desh sathe ni maayaa aam muki dyo e n chale h ke??
માઈક્રોબાયોલોજીના સ્નાતક – ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા – વૈજ્ઞાનિકના મદદનીશ – લેબોરેટરીમાં ટેકનિશીયન – ફૂલટાઈમ કૌટુંબિક જવાબદારીઓ – પતિને રીઝવવાની પ્રથા.. આ બધામાં આનંદ લઇ શકો છો.
પાછી, નેતાગીરી સ્વભાવ સાથે વણાયેલી છે; એમ તમને બધા કહે છે એટલે તમારે માનવું પડે છે. જો કે, ભાવપ્રદેશમાં હજુ આપને તે કેડી કંડારવાની બાકી છે – તેનો સ્વીકાર કરીને દંભનો આંચળો ઓઢી રાખવાનું આપને આવશ્યક નથી લાગતું,
અને તો ય, દિલમાં આશા છેઃ
સરસ્વતી માતા ક્યા સ્વરૂપે દર્શન દે અને જીવનવીણાના સૂર ફરી વહેતા થવા લાગે તે અકલ્પ્ય બીના છે.
Madam, it reminds me: દિલ હૈ છોટા સા, આસમાનોમેં ઉડનેકી આશા..( એ.આર.રહેમનાનું સંગીત – ફિલ્મનું નામ યાદ નથી, પણ કાશ્મીરના આતંકવાદ સાથે સંકળાયેલી સ્ટોરી)
આ ગીતની બીજી કડીઓ શી છે; તેની ખબર નથી. કૃપયા સંદર્ભ માત્ર બે કડીનો છે.
બ્લોગ શરૂ થયે વખત થયો. વધુ સફળતા અને લેખનનો આનંદ મળે એવી શુભેચ્છાઓ.
મારા જેવા નવા નિશાળીયા માટે બળ આપનારા છો.
U have suggested to visit your brother at Talala. While we are at Gir We stay at Bhalchhel village which is 28 km from Talala. Please advise name of your brother so that we can visit your brother’s vadi.
Respected Madam/Bahen jiii
I am very sorry to not follow Gujarati language here as i dont know how to write so pl exuce me , I am expressing my heartiest congratulations to you really you are doing excellent job here wonderful and really heart touching words i have read each and every post so nice to read all the post even i am father of two daughter i can understand closely
Pl keep it up i am from Rajkot Saurashtra Gujarat whenver you come Pl visit our house this is my open invitation to you
Dr Hitesh joshi
M B A Ph.D
hitraj29@yahoo.com
Rekhaji,
I write in English and Gujarati both, and I strongly feel this comment should have been typed in Gujarati script but lack of practice frustrates me. Your story jangled my nerves, it haunted me mercilessly, thanks to Sureshbhai (Jani) who sent me a link. You speak very authoratatively on behalf of a million other Gujarati mothers, or Indian mothers. A beautiful story straight from the heart that rings true. Please write more.
Regds
Max Babi
Pune, India
ગુજરાતી બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સુસ્વાગતમ્ !!!
આ બ્લોગ માટે ખૂબ ખૂબ અભિનંદન…
આપનો ગુજરાતી બ્લોગ જોઈ ઘણોજ આનંદ થયો..
લખતા રહેજો અને આ માધ્યમથી મળતા રહેજો.
એવી અભિલાષા સહ… હાર્દિક શુભકામનાઓ !
દિવ્યેશ પટેલ
http://divyesh-patel.blogspot.com
http://divyeshsanghani.blogspot.com
http://dreams-of-world.blogspot.com
રેખાબેન..બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે
શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Please visit my blog :…http://gaytrignanmandir.wordpress.com
We had a good meeting at our home with Neelamben.
You are welcome to our bloger’s world.
Hope to read your blog and learn.
Tulsidal
Hasyadarbar
http://www.yogaeast.net
http://www.bpaindia.org
ગુજરાતી બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે રેખાબેન..!
આ બ્લોગ માટે ખૂબ ખૂબ અભિનંદન… અને આપના અનુભવનું પાન અમને નિયમિત મળતું રહેશે એવી અભિલાષા સહ… હાર્દિક શુભકામનાઓ !
Rekhaben…Possibly 1st time to your Blog….Read about you. Welcome to WEBJAGAT ! All the BEST WISHES ! I invite you to my Blog CHANDRAPUKAR & you can visit at>>>>
http://www.chandrapukar.wordpress.com Your VISIT & your COMMENT appreciated. Dr. Chandravadan Mistry.
આપનો ગુજરાતી બ્લોગ જોઈ , ઘણોજ આનંદ થયો..જ્યાં નીલમબેનનું માર્ગદર્શન હોય ત્યાં , સફળતા મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ લખતા રહો, ગુજરાતી સાહિત્યને સમૃધ બનાવો, આપણી માતૃભાષા પરદેશમાં જીવંત રહે તેના પુરા પ્રયત્નો, એજ અભિલાષા.
ગુજરાતી નેટ જગતમાં આપનું સ્વાગત, રેખાબહેન! All the best! નીલમ બહેનની પ્રેરણા આપને જરૂરથી માર્ગ બતાવશે. સરસ. આપને અભિનંદન અને શુભેચ્છાઓ.
…. હરીશ દવે અ અમદાવાદ
gujarati blog jagat ma khub khub swaagat … !!
Respected Rekhaben, You write very little about yourself. Pl. give your thorough introduction.
Welcome
You have one article on http://www.gadyasarjan.wordpress.com
Please publish it here too!
રેખાબહેન
આપનું સ્વાગત