અક્ષયપાત્ર

રેખા સિંધલ

ખોવાયો પમરાટ !

 અરે ! કેટલુ સુંદર ઝાડ !

હવામાં પુષ્પોની સુંગધનો દરીયો

શ્વાસોશ્વાસે મન ભરીને માણ્યો

ક્યાંથી ભરી આ સુંગધ ?

મૂળમાં કઈ છે તાકાત?

અટક્યો પશ્ન આંખે

પલક ઢળી ધરતી પરે

આભે ઉડતા સપના બાંધી

ખોદ્યા મૂળીયા આસપાસ

દટાયેલા કોઈ મૃતદેહની દુર્ગંધ

છૂટી ગઈ દેહ આરપાર

ખોવાયો આનંદનો સાગર

મળ્યો ધૃણાનો મહાસાગર

કૂમતે ભટક્યા ભૂતકાળે

હવે નહી પમાશે પમરાટ !

June 1, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 3 Comments

શુભરાત્રી

Ellen Maria Huntington Gates ના ‘Sleep sweet’ કાવ્યનો ગુજરાતી અનુવાદ

શુભરાત્રી 

ઓ નિન્દ્રાની દેવી !

આ શાંત ઓરડે તારૂં સ્વાગત હજો.

ગઈકાલની વિતેલી દુ:ખી પળો,

આજે હૃદયની શાંતી ન હણે તે જોજે.

આવતીકાલની કલ્પિત ચિંતાઓ,

સુખનું સ્વપ્ન ન વિખેરે તે જોજે.

સ્વની મૈત્રી એ જ કાયમી મૈત્રી છે,

સ્વથી વહેતો પ્રવાહ ન પલટે તે જોજે.

બહારની તથા અંદરની દુનિયાને ભૂલી,

  જ્યોતને મંદ કરી વંદુ હું તને.

પ્રકાશિત તારાઓની મીઠી નજર તળે,

હે દેવી! તુજ સંગ શુભરાત્રી હજો ! 

- 0 -

મૂળ કાવ્ય નીચે મુજબ છે:

SLEEP SWEET 

Sleep sweet within this quiet room

O thou! Whoe’er thou art;

And let no mournful yesterday,

Disturb thy peaceful heart.

Not let tomorrow scare thy rest,

With dreams of coming ill;

Thy Maker is thy changeless Friend,

His love surrounds thee still.

Forget thyself and all the world;

Put out each feverish light;

The stars are watching overhead;

Sleep sweet, —good night! good night!

 

May 20, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય | | 5 Comments

વિમાનની મુસાફરીની પીડા અને તેના ઉપાયો

   તમને જાણીને નવાઈ લાગશે કે દર વર્ષે લગભગ 1400 જેટલા મૃત્યુ વિમાનમાં કલાકો સુધી સતત બેસીને મુસાફરી કરવાથી થાય છે. સતત બેસી રહેવાને કારણે લોહીનું પરિભ્રમણ મંદ થઈ જાય છે અને પગમાં લોહીનો ભરાવો થવા લાગે છે. આ કારણે પગમાં સોજા થવાની શક્યતા પણ રહે છે. કેટલીક વાર તેમાં લોહી ગંઠાવાની ખૂબ ધીમી પ્રક્રિયા શરૂ થાય છે. ગંઠાયેલા લોહીના આ નાના જાળી જેવા ટુકડાને clot કહેવામાં આવે છે અને આ પ્રક્રીયાને Thrombosis  કહેવામાં આવે છે. લોહીની ઊંડી નસોમાં અને ખાસ કરીને પગની પીંડીઓ અથવા સાથળમાં થતી આ પ્રક્રિયાને DVT એટલે કે Deep Vein Thrombosis કહેવામાં આવે છે. clot આમ તો સામાન્ય વાત છે અને તેની મેળે ઓગળી  જાય છે પરંતુ જો ફરતો ફરતો આ ટુકડો ફેફસામાં પહોંચી જાય તો ઘાતક નીવડે છે. જેને  Pulmonary Embolism કહેવામાં આવે છે. જો સમયસર નિદાન અને સારવાર ન થાય તો તેને કારણે માણસ મૃત્યુ પામે છે. વિમાનમાં બેસી રહેવાને કારણે ઊભી થતી આ સ્થિતિ Economy class syndrome તરીકે જાણીતી છે. તેના લક્ષણોની જલ્દીથી ખબર પડતી નથી. આથી એરોસ્પેસ રાઈટ સ્ટેટ મેડિકલ એસોસિએશનના સભ્ય ડો. સ્ટેનલી મોહલર તેને ચોર રોગ (steel disease) પણ કહે છે. સાચુ નિદાન થતાં કેટલીકવાર ત્રણ-ચાર અઠવાડિયાં નીકળી જાય છે. ક્યારેક તો તે પહેલાં જ દર્દી મૃત્યુને શરણ થઈ જાય છે.

 આવા એક જગજાહેર કિસ્સામાં ક્રિસ્ટોફર નામની 28 વર્ષની લગ્નોત્સુક કન્યા 2000ની સાલમાં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ ઓલિમ્પિકમાંથી પાછા ફરતાં લંડનના હિથરો એરપોર્ટ પર જ ઢળી પડી ને મૃત્યુને શરણ થઈ હતી. વેકેશન દરમ્યાન મુસાફરીમાં બે અઠવાડિયા અગાઉ તેણે છાતીના દુ:ખાવાની ફરિયાદ કરી હતી. પણ જંતુઓને કારણ માની તેને દવા આપવામાં આવી હતી. ક્રિસ્ટોફરના મૃત્યુથી વ્યથિત તેની માતાએ DVT ને કારણે આ રીતે થતાં મૃત્યુને અટકાવવા ઝુંબેશ શરૂ કરી અને VARDA (Victim of Air Related Dvt Assosiation) નામની સંસ્થા સ્થાપી.

 બીજો એક કિસ્સો છે લોરા સ્મિથ નામની 23 વર્ષની યુવતીનો જેને વિમાનની મુસાફરી પછી બે મહીના સુધી જુદા જુદા ડોક્ટર્સને ડાબા પગમાં દુ:ખાવાની ફરીયાદ કરી. બધાએ સ્નાયુ ખેંચાયાનું નિદાન કર્યુ. નાની ઉંમરનાને DVT ન હોઈ શકે તેવું કેટલાક ડોકટર પણ માનતા હતા. છેવટે દુ:ખાવો વધતા તાત્કાલિક હોસ્પીટલમાં જવું પડ્યું ત્યારે ડોક્ટરે DVT નું નિદાન કર્યું અને તે માંડ બચી.

 31 વર્ષની સુઝાનને બાર કલાકની પ્લેનની મુસાફરી બાદ ત્રીજે દિવસે ડાબા પગમાં દુ:ખાવો શરૂ થયો. વારંવારની ડોક્ટરની મુલાકાતો અને દરેક વખતે જુદા જુદા નિદાન અને સારવાર પછી ત્રણ અઠવાડિયા વાદ સાચુ નિદાન થયું. DVT ના આવા તો અનેક કિસ્સાઓ  Airhealth.org નામની વેબ સાઈટ પરથી તમને જાણવા મળે. આ વેબ સાઈટ પર કેટલી સહેલાઈથી આમ બનતું અટકાવી શકાય છે તે પણ દર્શાવ્યુ છે. એ વિષે વાત કરતા પહેલાં આવું કેમ બને છે તે જોઈએ.

 લોહીના પરિભ્રમણમાં બે પ્રકારની નસો મુખ્ય ભાગ ભજવે છે. (1) ધમની(Artery)  જે હૃદયમાંથી શુદ્ધ લોહી શરીરના જુદા જુદા અવયવોને પહોંચાડે છે. (2) શિરા(Vein) જેના દ્વારા જુદા જુદા અવયવોમાંથી અશુદ્ધ  લોહી એકઠુ થઈને હૃદયમાં પાછુ ફરે છે.

 શરીરમાં ક્યાંય ઈજા થતાં લોહી વહેવા લાગે ત્યારે લોહીના જામી જવાના ગુણને કારણે જ લોહી વધુ બહાર જતું  અટકાવી શકાય છે. આમ clot રક્ષણાત્મક કામગીરી બજાવે છે અને જોખમી નથી પરંતુ જો એ પરિભ્રમણમાં રૂકાવટ ઊભી કરે તો જોખમ ઊભુ થઈ શકે.

આવુ ક્યારે અને કેમ બને તે માટે આપણે વિમાનનો જ દાખલો લઈએ કારણ કે વિમાનમાં આમ બનવાનું જોખમ ત્રણ ગણુ વધારે છે. સાંકડી બેઠકમાં એકધારૂં કલાકો બેસવાથી લોહીનું પરિભ્રમણ મંદ પડે છે. આથી ઊંડી નસોમાંથી લોહી પાછું ન ફરી શકવાને કારણે ઘટ્ટ થઈ જાળુ રચે છે જેને આપણે clot કહીએ છીએ. આ clot મોટો થતાંની સાથે જ નાના ટુકડામાં પરિણમે છે. જેને emboli કહેવાય છે. આ ટુકડાઓ ક્યારેક ઓગળી જાય છે ક્યારેક શિરાની દિવાલોમાં ચોંટી જાય છે પણ જો ફરતાં ફરતાં ફેફસા સુધી પહોંચી જાય તો ફેફસામાં જતું લોહી અટકી જાય છે. જો તાત્કાલિક સારવાર ન થાય તો pulmonary embolism થી માણસનું મૃત્યુ થાય છે. ક્યારેક જો આ નાનકડો પાતળા દોરા જેવડો ટુકડો મગજને લોહી પહોંચાડતી ધમનીમાં રુકાવટ લાવે તો પણ મૃત્યુ થવાનો સંભવ છે. સામાન્ય રીતે લોહીના પરિભ્રમણમાં થતી આ ગરબડના કોઈ બાહ્ય ચિહ્નો તુરત નજરે નથી પડતાં. કોઈવાર છાતીમાં કે પગમાં દુ:ખાવો થાય છે તો કોઈવાર શ્વાસોશ્વાસ ઝડપી થવા લાગે કે ચામડી પર નસો ફૂલેલી દેખાવા લાગે એવું બને. પગમાં સોજા થવાની શક્યતા પણ રહે.

યોગ્ય સમયે નિદાન અને સારવારના અભાવે ઓચિંતુ મૃત્યુ થવાના અનેક કિસ્સા બન્યા પછી લોકોમાં અને એરલાઈન્સમાં જાગૃતિ લાવવાના સક્રિય પ્રયાસો હવે સફળ થતા જણાય છે. અને હવે વિમાનની મુસાફરીથી જોખમ વધવાના કારણે DVT થી મૃત્યુ થવાના સંભવનો સંશોધન પછી હવે સરકારી ધોરણે સ્વીકાર થયો છે.

 વિમાનની મુસાફરીથી જોખમ વધવાના કારણો નીચે મુજબ છે.

  • લાંબો વખત બેસી રહીવાથી
  • સાંકડી અને આગળપાછળ ઓછી જગ્યાવાળી બેઠકને કારણે હલનચલન ન થઈ શકે તેવી સ્થિતિને કારણે.
  • આલ્કોહોલિક પીણાં પીવાને કારણે ડિહાઈડ્રેશનથી.
  • બેઠાં બેઠાં સૂઈ રહેવાથી.
  • શરીરના વધુ પડતા નીચા કે ઊંચા બાંધાને કારણે પગની સ્થિતિ સમતોલ ન રહેવાને કારણે.

 આ સિવાય બીજાં કેટલાક નીચે મુજબના કારણોસર પણ જોખમ વધી જાય છે.

  • 40 થી વધારે વર્ષની ઉંમર ધરાવતાં લોકોમાં.
  • અગાઉ જેઓને pulmonary ombosis  થયું હોય.
  • કેન્સરનો  ભોગ બનેલા હોય.
  • હાર્ટએટેક આવી ચૂક્યો હોય.
  • ગર્ભધારણ કરેલી સ્ત્રીને.
  • ડિહાઈડ્રેશનને કારણે.

 DVT   કાંઈ ગભરાઈ જવા જેવો રોગ નથી. ખુબ સહેલાઈથી નિવારી શકાય તેવી સમસ્યા છે પરંતુ અજ્ઞાનને કારણે ગેરમાર્ગે દોરાવાથી મૃત્યુના સંભવ સુધી લઈ જાય છે.

વિમાનને કારણે DVT અને તેનાથી થતાં મૃત્યુ અટકાવવા માટેના ઉપાયો નીચે મુજબ છે :

:મુસાફરી પહેલાં:

  • તાજેતરમાં સર્જરી કરાવેલી ન હોવી જોઈએ.
  • 100-150 mg જેટલા ઓછા ડોઝની એસ્પિરીન મુસાફરી શરૂ કર્યાના આગલા દિવસથી શરૂ કરી રોજ ત્રણ થી ચાર દિવસ સુધી દિવસમાં એક વખત લેવી.
  • વિમાનમાં બેસતાં પહેલાં ભારે ભોજન ના લેવુ.
  • કેફિનવાળા કે આલ્કોહોલિક પીણાં ન પીવા.
  • વિમાનમાં બેસવાની થોડીવાર અગાઉ ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવું.
  • જો સમય અને સગવડ હોય તો લોહીનું તબીબી પરિક્ષણ કરાવી કાંઈ અસાધારણ હોય તો તે અંગે ડોક્ટરની સલાહ મુજબ વર્તવુ.

: મુસાફરી દરમ્યાન:

  • ગોઠણ નીચેની નસો કે સાથળનો ભાગ સીટની ધાર પર દબાય નહી તે રીતે બને ત્યાં સુધી બેસવું.
  • પગને બને તેટલા આરામદાયક રીતે ઊંચા ભાગ પર મૂકવા. આ માટે હેન્ડ લગેજ પગની નીચે રાખી શકાય.
  • મુસાફરી દરમ્યાન પગને વારે ઘડીને કસરત આપ્યા કરવી.
  • બને ત્યાં સુધી પાણીને બદલે  sport drink (Electrolytic) પીણું પીવું.
  • તંગ કપડાં પહેરવાં નહી. વિમાનમાં પહેરવા માટેના ખાસ પ્રકારના મોજાં આવે છે તે પહેરી શકાય.
  • વિમાન જે તે સમયે જે દેશમાં હોય તે દેશની ઘડિયાળ પ્રમાણે રાત્રે જ સૂવું.
  • દિવસે સુવાનું ટાળવું. અને બને તો 45 મિનિટથી વધારે સૂવું નહી.
  • હળવો ખોરાક લેવો.
  • ઓછા ડોઝવાળી એસ્પીરીન લેવી.

: મુસાફરી બાદ: 

  • ઊતરીને તૂર્ત ભારે ભોજન લેવું નહી.
  • ત્રણ દિવસ સુધી ઓછા ડોઝવાળી એસ્પીરીન ચાલુ રાખવી.
  • પગમાં સોજા કે દુ:ખાવો, છાતીમાં દુ:ખાવો અથવા શરીરની ચામડી પર નસો આવી હોય તેવું લાગે તો clot છે કે નહી તેનું ખાસ તબીબી પરિક્ષણ કરાવવું.
  • પગનો ultrasound કરાવવો હિતાવહ છે. ખાસ કરીને જો કાંઈ અસામાન્ય જણાય તો.
  • જો લોહીમાં ઓક્સીજનનું પ્રમાણ એંશીથી ઓછું હોય તો lung scan કરાવવું જરૂરી છે.
  • શ્વાસોચ્છવાસમાં અનિયમિતતા જણાય તો પણ DVT ની ચકાસણી ડોકટર પાસે કરાવી લેવી હિતાવહ છે.

 સામાન્ય રીતે 5% લોકોને અન્ય કારણોસર શરીરમાં clot થાય છે. પ્લેનની મુસાફરીથી એવી શક્યતા ત્રણ ગણી વધી જાય છે. વિમાનમાં બેસનારા 3% લોકોને લાંબો સમય સતત બેસવાથી clot થાય છે. જેની સમયસર યોગ્ય સારવારથી જોખમ ટાળી શકાય છે. હવાઈ કર્મચારીઓમાં આ માટેની જાગૃતિ ખૂબ જરૂરી છે. તેમ જ બે સીટ વચ્ચે લેગ રૂમ વધારવાની માગણી પણ ઊઠી છે. જે ભવિષ્યમાં સ્વીકારાશે એવી આશા છે.

ઉદ્યોગોમાં ભાગીદારીને કારણે ભારત અમેરીકાના સંબંધો સુધર્યા છે તેને લીધે આગામી વર્ષોમાં દર વર્ષે ઓછામાં ઓછો દસ ટકા વધારો થવાની શક્યતા છે. એ સમયે આ માહિતી વધુ લોકોને ઉપયોગી થઈ શકે તે હેતુથી સંકલિત કરી છે.

 Airhealth.org અને Aviation-health.com પરથી આ અંગે વધુ માહિતી મેળવી શકાશે. 

(ગુર્જરી ડાયજેસ્ટ જુલાઈ -2006ના અંકમાં પ્રકાશિત સંકલિત માહિતી…….રેખા સિંધલ)

May 4, 2009 Posted by અક્ષયપાત્ર | અન્ય લેખો | | 10 Comments

The story of my depression

Our culture is family oriented and we have always put our children in the center of our planning and our thoughts.  Our bright future is no different than theirs. As they get older, our understanding becomes deeper. We understand the sacrifices our parents made while raising us and start appreciating them more. We try to give them more time without expecting more time from our children. We are contended that we are keeping our cultural values alive. But….

 

No matter how prepared we are to cut the umbilical cord and allow our children to progress in their own future, it is still a heart shaking experience. At first, we breathe a sigh of relief from the overwhelming responsibility of raising a teenager. But once they step out of our own little world, and they step into the big world, we feel their absence. Our child, that we started and ended our day with, will only come to visit on weekends and vacations. Are we prepared? How can we continue on our routine without our center – our child? This may be the beginning of the early stages of depression although that is the last world we might be thinking of while cooping with this life altering event of our children leaving us. I have seen a drastic change in a strong woman who has it all together, fall all apart in a glimpse. This is more evident in our eastern culture. I have had a similar experience that I would like to share with you. I warn you, you might see much of your self in my story.

 

I was a typical nineteen year old girl, dreaming about being a Doctor, or a Writer and thinking about traveling around the World. As fate and our culture would have it, I was also at a typical age of getting married. So I tied the knot and within moments, my wings were clipped, and I was caged. I was expected to have my feet steadily on the ground no matter how hard the cage raddled. After a short while, God blessed me with beautiful daughters and I started dreaming about them and on behalf of them. I wanted to give them life full of happiness and freedom in ways I never had experienced. I moved to U.S.A. with my husband and family to achieve that happiness, freedom and much more. But the initial challenges of migrating to U.S. with 3 young daughters demanded my full attention. I was left with no choice but to put my hobbies and personal interest aside. I was determined to keep our cultures and values alive in our home setting. So I got involved with organizations where we organized related activities for children. My hobbies were put on the back burner while my children’s interest remained my focus. I figured I’ll have some time to concentrate on me once my girls are off to college. Infect, then I’ll be able to devote time to my expanding list of hobbies that I won’t even miss them.

 

Was I wrong! As soon as my youngest daughter moved to Purdue University, I found my self very lost, weak and in denial that I might be suffering through depression. I considered my self strong, self sufficient and independent of others. How can I be depressed because I no longer have my daughters to fill my day? But it was soon that I realized and admitted to my self that I was depressed. The forces of love (my girls) that fulfilled my day, my reason for getting up in the morning, were no longer with me. My husband who had always worked two jobs to make ends meet (such as our girl’s needs,  education, and wedding etc.,) had hard time finding time for him self. How do I expect him to give me time? For the little time that he was home, I was so overwhelmed with my expectations for him, which wasn’t the case when girls were with us. I found my self to be frustrated and angry. Our spousal differences were solved by redirecting that same energy and time towards our parenting. Now that was not an option and so we started nit-picking on each other.

 

My husband could not understand why I was unable to just relax and enjoy my life now that I am free of most responsibility and I finally have time for my self that I was seeking for last twenty plus years. My interest in cooking diminished because my little girl was now eating cafeteria food on campus instead of warm feast at home. I could not sleep well with constant thought of what she will be doing at that very moment. My maternal paranoia lead to frequent panic attacks when I left messages for her and she would not return my call within one hour but what seemed like five hours to me. I had to hear her voice every day regardless of the fact that she was trying to adjust to the new environment and the new world on campus. I soon realized my daughter was worried about me more than I was worried about her because her cool mother is now all of a sudden overly possessive.

 

Because of my depression, I stopped communicating with my siblings and pushed away good loyal friends who were always there for me. I was always seeking for excuses to relive some frustration which derived from my depressed caused by the empty nest syndrome.

 

I didn’t know what to do with my time. I made a list of all things I have put off in last 25 years but I couldn’t find sufficient energy to achieve any one of them. My mind was wondering in so many directions at once in hope to find new aim, new focus in my life. My friends I have known most of my life could tell from change in my tone that I was no longer the same person they use to know. Could all this be the consequences of one simple transition? All other variable had very little impact in my life as long as my center – my daughters were around.

 

How did I come out my depression? 

 

 

Well….my therapy was Sudoku Puzzles. Pen and Numbers kept me in line and kept me focused. My brother-like friend who is a Psychiatrist offered his ear and allowed me to lighten my heart. He was available to me any day.

 

After successfully surpassing that phase in my life, I now have reached a new juncture. It has become very important for me to know where my energy is going and where it should be going. Am I wasting my energy by sulking in depression? Who can I reach out to? How do I help my self?

 

Below is some expert advice from well reputed doctors in our community.

 

By Dr. Bhupendra Rajpura:

 

In western society is also there is “Empty Nest Syndrome” which is akin to depressive symptomatology. East or West, women on both sides of divide are equally at risk to develop depression with stressors. This can be with children leaving, or financial problems or difficulties in marriage, and wide variety of different issues. Coping skills, or how one deals with depression vary a great deal depending on one’s culture. Typically, women from east try to find support in family or friend system. They are less likely to seek professional help. They are even lesser likely to seek medications. Studies have shown that good support system is suggestive of better prognosis but is not a substitute for professional intervention. Currently there are different types of anti depressant medications which are used based on symptoms present. Your doctor can make determination in consultation with you, as to which will be best treatment options.

 

Depression in women

By Dr. Rudraprakash Mishra

 

Depression is a normal and transient mood that all of us experience from time to time.  In this respect, depression is not different from elation or anxiety that we experience as well at times. Depression can, however, grow to become a disease if it persists and intensifies to the point of impairing one’s daily functioning.

 

Depression is a common, recurring and treatable disease. Gender is an important determinant since women are affected twice more frequently than men. As a disease, depression may present in various forms that include:

 

·        Adjustment disorder (due to some significant stressors),

·        Major depression,

·        Dysthymia (chronic),

·        Bipolar (manic depressive type),

·        Seasonal affective disorder (depressive illness during the winter months, when there is less natural sunlight),

·        Due to general medical condition, and

·        Due to substances (alcohol and addictive drugs).

 

Tell tale symptoms of depression include:

·        Sadness

·        Crying spells

·        Irritability

·        Diminished – energy, interest, concentration, self esteem, and hope

·        Guilt

·        Shame

·        Changes in  sleep (decrease or increase)

·        Changes in appetite (increase or decrease)

·        Changes in weight (increase or decrease)

·        Suicidal ideas, plan or attempt

·        Loss of touch with reality – e.g. hearing voices, seeing visions, being paranoid

·        Somatic symptoms (aches and pain) – more common in Asian patients than in the West

 

Depression – not necessarily disease – may be seen in various phases of development that are unique to women. Generally, such depression is related to various biological changes in women during these phases that include:

 

·        Puberty,

·        Premenstrual period,

·        Pregnancy, 

·        Postpartum (Baby blues), and

·        Peri-menopausal (i.e. around menopause)

 

Depression – not necessarily disease – may also occur around major psycho-social events in the lives of women. 

 

·        Marriage,  separation, divorce,

·        Widowhood,

·        Empty nest,

·        Abuse – domestic violence

 

Emotional toll of the immigration merits recognition as well. Separation from the primary support (home), adjustment of all sorts, and stress of acculturation – to name a few – can lead to a transient depression. During this phase of adaptation, women may be particularly vulnerable for depression due to their dependence in a traditional family setting.

 

When to seek help?

 

Women are more likely to postpone seeking professional help than men. One must consider seeking help if the depression persists (say for 2 weeks or longer) and begins to show severe and serious signs (changes in sleep, weight, impaired daily functioning, suicidal behavior, losing touch with reality).

 

Where to start?

 

Inform your family (unless the latter is a source of stress) and immediately initiate contact with your primary care physician (PCP). Your PCP can then refer you to a mental health specialist. Educate yourself with the latest scientific knowledge – see references below.   

 

 

Recommended reading:

 

www.nimh.nih.gov/health/publications/women-and-depression-discovering-hope/index.shtml

 

www.apa.org/ppo/issues/pwomenanddepress.html

 

 

If you are suffering from depression, whether it’s Empty Nest Syndrome or Circumstantial Stress, it is now time to put your self in the center and focus on taking care of your physical and emotional need. I have found great support in my family and friends when dealing with my depression. I hope you find this information useful when dealing with your own depression.

 

April 10, 2009 Posted by અક્ષયપાત્ર | સ્વાનુભવો | | 4 Comments

જન્મદિવસની પ્રાર્થના ……..કુન્દનિકા કાપડીયા

આમ તો દરેક દિવસ એ, ભગવાન !

તમે આપેલી તાજી ભેટ છે.

જાગૃત માણસ માટે દરેક નવો દિવસ નવી શરૂઆત બની શકે

પણ ભગવાન આજે મારો જન્મદિવસ છે.

અને એટલે આજનો દિવસ

વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.

 

આજના દિવસે, ભગવાન ! હું

ધન માન કીર્તિ અને આરોગ્ય નથી માંગતો

પણ આ બધુ મને મળે

તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું

એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.

 

આજના દિવસે ભગવાન ! હું એમ નથી માંગતો કે

મારો રસ્તો સરળ બને, મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે

પણ એમ બને તો, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે

એ હું માંગુ છું.

 

 

લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે

તરુણાઈ અને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય આપે છે

પણ આ ઐશ્વર્ય, આ શક્તિ, આ મસ્તી ને આ અભિમાનમાં

મારો માર્ગ તમારાથી દૂર ન નીકળી જાય

એ હું માંગુ છું.

 

 

જીવનને સાચી અને સારી રીતે જીવવા માટેની સમજણ માગું છું.

 

 

અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ સંપતિ મેળવવાનો

જીવનની હરણફાળમાં બીજાથી આગળ ને આગળ

નીકળી જવાનો અવસર છે:

અને પ્રાર્થના તો પછી ઘરડા થઈશું ત્યારે કરીશું

અત્યારે એ માટે કાંઈ સમય કે સગવડ નથી -

એવું હું માનવા ન લાગું, એ આજે માગું છું

કારણ કે, પ્રાર્થના કરવી

તમારી નીકટ આવવું

એ કાંઈ પૈસાનો સવાલ નથી, એ તો હૃદયનો સવાલ છે.

 

 

જુવાન હોઈએ ત્યારે એમ વર્તીએ છીએ

જાણે અમે ક્યારેય વૃદ્ધ થવાના નથી

પણ સુર્યને ઢળતો અટકાવી શકાતો નથી

ફૂલને કરમાતું રોકી શકાતું નથી.

 

 

એટલે અમારી આ ખુમારી, આ થનગનાટ, આભવીંઝતી પાંખો

અમારી આ કરમાઈ જનારી વસ્તુઓ

સદાકાળ ટકી રહો એવી મારી માંગણી નથી.

પણ એ બધું અસ્ત પામે ત્યારે

એવી અદકી સુંદર બાબતો-

પરિપકવતા, સૌમ્યતા, માયાળુતા, બીજાને સમજવાની શક્તિ

મારામાં ઉદય પામે તેમ ઈચ્છું છું.

 

આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે

તે માટે હું તમારો આભાર માનું છું.

હું એવું હૃદય માંગું છું, જે આ દુનિયાને

તમારા માટે ચાહી શકે.

આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સરજી છે

એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું

મૂંગા પ્રાણીઓ અને મધુર વનસ્પતિ-સૃષ્ટિને ચાહું

હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરૂં.

 

 

દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચઢું

દરેક પગલે હું થોડોક તમારી નીકટ આવું

રોજેરોજ, કોઈક સત્કર્મથી મારા હૃદયમાં રહેલા તમને વ્યક્ત કરું

દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું

દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે

આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું

                                                   - એ હું માગું છું.

 

એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે.

એ મને યાદ આપે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.

દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી

આવતીકાલે કદાચ હું ન પણ હોઉં

તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું.

દરેક દિવસે મારો નવો જન્મ જ થાય છે તેમ માનું

અને પ્રત્યેક દિવસે વિદાય લેવા

મારા જીવનની ચાદર ઊજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું

આજે, જન્મદિવસે ભગવાન !

એ હું તમારી પાસે માંગુ છું

 

(પરમ સમીપે માંથી.. સાભાર)

 
 
 

 

March 5, 2009 Posted by અક્ષયપાત્ર | પ્રાર્થના | | 8 Comments

ફૂલની વેણી

                                                                                                        મારી નાની ત્રણ બહેનો અને હું

 

બેનડી મારી મીઠડી નાની,               rekha-and-sisters_edited2

         પતંગિયાના રૂપ રંગ લાવી,

                   કૂદકૂદાક થતી રે……

 

ઘૂમતી જ્યારે ગરબા લેતી,

         હૈયે મારે તાલ દેતી,

                    ગુંજતી ગાતી રે………

 

મસ્તીભરી છૂપછૂપાતી આવી,

         પજવી મારી ચોપડી ખેંચી,              

                     દોડી જતી રે……….

 

રડાવુ હું એને મને રડાવે માડી,

          હસીને મારા વાળ ગૂંથતી

                       સહિયર બનતી રે………..

 

હસતી ત્યારે વીંધતી બાણે,

          દોડતી ત્યારી હરણી જાણે,

                   ફૂલની વેણી ફૂલડાં વીણતી રે………….      

                                 

February 26, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 10 Comments

હોઈ શકે

હુ ની પહેલાં જો તું નું સ્થાન હોય તો,

ચાહતનો એક પૈગામ સાથ હોઈ શકે.

 

ભમશો નહી ભ્રમણાની ભીંતોમાં અંજામ,

ચાહે તો શૂન્ય ચાહે તો મોત હોઈ શકે.

 

ચતુષ્કોણ રચાય જો આંખનો આંખ થકી,

પ્યાર અગર પહેલાં તો પછી દર્દ હોઈ શકે.

 

વસંત છે આજે તો કોયલનો ટહુકાર હોઈ શકે,

પાનખરનો કાલે અહીં ભેંકાર હોઈ શકે.

 

શબ્દોની ભિનાશથી ભીંજાવુ ગમે મન પણ,

ફૂલો પર ઝાકળની એ ભિનાશ હોઈ શકે.

 

(ફૂલછાબ/જુન 1979માં પ્રકાશિત રચના)

February 20, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 3 Comments

I love you !

ભાન ભૂલીને તને ચાહ્યા પછી

                 ભાન આવતા જ બોલી I love you !

 

મૌનની સરહદ ઓળંગીને લથડી

                 શબ્દોનો ટેકો મળતા જ બોલી. I love you !

 

ઝૂકેલી નજરથી પ્રેમ ઝીલીને પાંપણે

                 આંખમાં આંખ પરોવીને બોલી I love you !

 

શમણામાં ખોવાયેલી બેઠીતી બારીએ

                  તુજ સ્પર્શથી ઝબકીને બોલી I love you !

 

વ્યથાના વમળોમાં તરતીતી પ્રેમને સહારે

                  તું પાસ આવ્યો કે ખુશ થઈ બોલી I love you !

 

ન તારા આવ્યાથી ચેન ન તારા ગયાથી ચેન

                   બેચેન મન પર શાંતીની ચાદર તે I love you !

 

(અહીં કહેવાનુ તાત્પર્ય એ છે કે ઊંડો પ્રેમ આપોઆપ પ્રગટતો રહે છે એ બોલકો નથી હોતો. અશબ્દ પ્રેમની કક્ષા ઊંચી હોય છે I love you’ કહેવાની જરૂરયાત જ્યારે જણાય ત્યારે ભાવદર્શનની કમીને શબ્દો વડે પૂરવાની કોશિષ  હોય છે. પ્રેમના દર્શન અને પ્રદર્શનમાં હોય તેવો આ ફેર અહીં દરેક પંક્તિની પહેલી અને બીજી કડી વચ્ચે છે)

February 18, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 10 Comments

સુહાગરાત

શયનખંડને બારણે તેં પગ મૂક્યો ને

             મારા હ્રદયના ખૂલ્યા કમાડ

ઓરડે થયો અંધાર ત્યાં તો

              અંતરમાં રોશની ઝળાહળાં

ખુલ્યા હોઠો ને બંધ થઈ આંખો

              હાથમાં હાથને મૂકતાં જ ફૂટી પાંખો

આવરણ એક પછી એક સરતાં રહ્યા

              સાથ સરતુ રહ્યુ સહ્યુ ભાન પણ

પળ બે પળની સમાધિમાં નિરાકારનો એક અંશ

              મને માતૃત્વનું ગૌરવ પ્રદાન કરવા

                            મારામાં સાકાર થયો.

February 18, 2009 Posted by અક્ષયપાત્ર | કાવ્ય, સ્વરચિત કૃતિઓ | | 8 Comments

લેખિકા પૂજ્ય કલાવતીબેન વોરાની વિદાય

rekha_and_kalaben1

જાન્યુઆરી 5, 2009ના રોજ સ્વર્ગારોહણ કરનાર વિભૂતિ શ્રીમતિ કલાબેન વોરાને હું પ્રથમવાર મળી એ પહેલાંથી તેઓ મારા દિલમાં વસેલા હતા. એક જમાનામાં અખંડઆનંદમાં ગૃહગંગાને તીરે મારો પ્રિય વિભાગ હતો. કલાવતી વોરાનું નામ કેટલીય વાર અહીં વાંચેલ. આમ મારા ઘડતરમાં એમનો ફાળો હું એમને મળી એ અગાઉથી હતો. હું કિશોરાવસ્થામાં હતી ત્યારથી એમના વિચારો ગ્રહણ કરતી હતી એ સમયે તેઓ મારી ઘણી નજીક છતાં દૂર હતા.એમને ક્યારેય મળવાનું સદભાગ્ય સાંપડશે તેવી કલ્પના પણ કરી નહોતી. એ પછી વર્ષો બાદ બોસ્ટનના વસવાટ દરમ્યાન એમની સાથેની મૈત્રીથી હું સભર બની હતી. મને તેઓ તેમના પરિવારની સભ્ય સમાન ગણતા જે તેમની મહત્તા હતી. એમના વિશાળ પરિવારના તેઓ પ્રિય અને પૂજ્ય વડીલ હતા. અને મારા વડીલ મિત્ર હતા. એમની જીવનદ્રષ્ટી ઘણી વિશાળ હતી. દુ:ખની પળોમાં અને સુખના માહોલમાં એમની સમતા અનન્ય હતી. એમની અત્યંત વ્હાલી પૌત્રીનું નાની ઉંમરે અણધાર્યુ મૃત્યુ થયુ તે પળોમાં એમના મુખે બે જ વાત હતી. એક તરફ પોતાની વ્યથા ભગવાને એના બદલે મને કેમ ન લઈ લીધી? અને બીજી તરફ હિંમત જાળવીને પોતાની પુત્રીને આ દુ:ખમાંથી બહાર લાવવાના એમના મમતાભર્યા પયત્નમાં વ્હાલી માતાના સ્નેહ અને વ્હાલા દાદીમાની હ્રદયવિદારક વ્યથા વચ્ચે સમતુલાની હું સાક્ષી થઈ હતી. એ સમયે જીવન વિષેના હકારાત્મક અભિગમ થકી જ એમણે મૃત્યુના પડકારને પણ થંભાવ્યો હતો. એમના સાત્વિક પ્રેમનું ખેચાણ મને હંમેશા રહેતું. નાજુક તબિયત છતાં નેશવીલ મારા આમંત્રણને માન આપીને 2001માં તેઓ આવ્યા હતા ત્યારે જગતના કેટલાક મહાન કવિઓ અને લેખકોની રસકૃતિઓ ફરીને અમે સાથે માણેલી. નવેમ્બર 2008માં અમે મળ્યા ત્યારે અમને બંનેને જાણ હતી કે આ છેલ્લી મુલાકાત છે. થોડા દિવસોમાં જ એમનો દેહવિલય થયો પરંતુ એમની સાથે ગાળેલા યાદગાર સમયના સંભારણાની મૂડી તેઓ આપતા ગયા છે. જે સદા ય મારી સાથે રહેશે. પૂ. કલાવતી વોરાના બહાર પડેલા સાહિત્યમાં વાર્તાઓ ઉપરાંત એક નોંધપાત્ર પુસ્તક છે. ગુજરાતના સાહિત્ય સર્જકો (ચિત્રોમાં અને શબ્દોમાં). પિતાવિહોણા બચપણથી શરૂ કરી એમના જીવનના સંઘર્ષની સાથે એમની પર વરસતી રહેતી ઈશ્વરકૃપાની વાતમાં દરેકના ગુણ જોવાની એમની દ્રષ્ટિ સ્પષ્ટ થતી. એમના પ્રિય કવિ ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ સાથે આ ઉચ્ચકોટિ આત્માને શતશત પ્રણામ.

 

ક્ષણો ઝડપવી અગણ્ય ક્ષણમાંથી એકાદ બે,

અને સમયના અનંત ટહુકાર એમાં ફૂંકી,

સ્ફુરાવવી જગે;

અતાગ અવકાશમાં અણુ શી અલ્પ આ પૃથ્વીનાં

સ્ફુરે શ્વસન ચાર, અંતવિણ આ મહા મહાકાલમાં.

 

પૂજ્ય કલાવતીબેન વોરાના દિવ્ય આત્માની પરમશાંતી માટેની પ્રાર્થના સહ વંદન.

 

 

January 28, 2009 Posted by અક્ષયપાત્ર | પ્રતિભાવ, સ્વરચિત કૃતિઓ | | 5 Comments