WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 44,063 hits
Search
શ્રેણીઓ
-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
Monthly Archives: જુલાઇ 2008
પારકી થાપણ
[‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2008’માં દ્વિતિય પુરસ્કાર પ્રાપ્ત કરેલ વાર્તા] પપ્પાની તબિયત સારી નથી અને ડોકટરે જેને મળવુ હોય તેને બોલાવી લેવાનુ કહ્યું છે. તે જાણ્યા પછી સ્નેહા એક પળના પણ વિલંબ વગર તૈયાર થવા લાગી. હજુ બે મહીના પહેલાં જ … Continue reading
Posted in વાર્તા, સ્વરચિત કૃતિઓ
6 ટિપ્પણીઓ
હાલકડોલક
ક્ષિતિજની ધારે ધારે આથમતા સૂરજની આરે એક નાવ હાલકડોલક. ઘૂઘવતા દરિયાની ઉપરે, મોજાઓના પાશમાં એક નાવ હાલકડોલક. શૂન્યના ઓથાર નીચે, અનંતના અવકાશ નીચે એક આશ હાલકડોલક. જનમોજનમના બંધન-ઋણે, મુક્તિના સંગ્રામ-મોરચે એક શ્વાસ હાલકડોલક. પ્રેમની પગથારે આરે, માયા મોહને કિનારે એક … Continue reading
Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ
3 ટિપ્પણીઓ
અંજામ
તણખલાંને તરાપે તર્યા સમંદર મારા વાલમા, હવે હોડીમાં બેઠાને અરે ડૂબ્યા રે લોલ આંગળીએ વળગીને ચઢ્યા ડુંગર મારા વાલમા, હવે ડોલીમાં બેઠાંને અરે પડ્યા રે લોલ સુંવાળી સેવાળમાં પોઢ્યા’તા પાદર મારા વાલમા હવે તળાઈમાં સૂતાને અરે લપસ્યા … Continue reading
Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ
4 ટિપ્પણીઓ
દાંપત્ય
અને પછી તેં કરેલ અપમાનથી આવેશમાં આવી હું પાછા ન ફરવાનો વહેમ લઇ ઘરમાંથી નીકળી આંગણું વટાવતા ખેંચાયો છેડો મારો તું જ હશે માનીને પાછું ફરી જોઉં તો આપણે જ રોપેલાં છોડના એક કંટકે ઝાલ્યો પાલવ મારો તે પર ઝળૂંબી … Continue reading
Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ
નોંધ
કંઇ કેટલાયે ફૂલ ખીલ્યાં ને પાંદડી પાંદડીં થઇ ખરતા રહ્યા તમ ચરણોમાં રોજ એક દિ અમસ્તો એક કાંટો જરા સ્પર્શતો ત્યાં ચીખ્યા કે કોણે મૂકયો આ છોડ અહીં આજ ?
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
1 ટીકા
તું કયાં ?
યાદ છે ?કહાન તને? યુગો યુગો પહેલાં આપણે મળેલા ને…. સખીઓના વૃંદમાંની એક હું ગોપી પણ પછી ભવાટવિમાં ખોવાઈ હું એવી કે મળતો ના તું મને અહીં આટલામાં જ પણ કહાન તું ક્યાં?
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ