તણખલાંને તરાપે તર્યા સમંદર મારા વાલમા,
હવે હોડીમાં બેઠાને અરે ડૂબ્યા રે લોલ
આંગળીએ વળગીને ચઢ્યા ડુંગર મારા વાલમા,
હવે ડોલીમાં બેઠાંને અરે પડ્યા રે લોલ
સુંવાળી સેવાળમાં પોઢ્યા’તા પાદર મારા વાલમા
હવે તળાઈમાં સૂતાને અરે લપસ્યા રે લોલ
વૈશાખી બપોરે દોડ્યા’તા રણમાં મારા વાલમા
હવે વાસંતી વાયરે અરે ચકરાયા રે લોલ
વનની વનરાઈમાં મહાલતા જીવન મારા વાલમા
હવે મહેલમાં બેઠાંને મોત ભાળ્યા રે લોલ
(આ રચના એપ્રીલ -2000 માં ગુર્જરી ડાયજેસ્ટના અંકમાં વાંચીને કવિ શ્રી સુરેશ દલાલે ફિલાડેલફિયાથી ફોન કરીને મને પ્રોત્સાહિત કરી હતી. તે માટે હું તેમની ખુબ આભારી છું)
સરસ રચના
લપસણી જમીન અને ઢાળ મારા શહેરમાં
પાનીએ પાનીએ ઉગી શેવાળ મારા શહેરમાં
સુંદર રચના.ગમી.અભિનંદન.
Welcome to you and your blog on Net Gurjari.
Nice poem.
શ્રધ્ધાના બળે તણખલાને તરાપે પણ જીવનસાગર તરી શકાય.
વનની વનરાઇ અને વાસંતી વાયરો જીવનમા સદા વાતો રહે ..
સુન્દર રચના