ચારે તરફ પથરાયેલી સફેદ શાંતિ
ડોલતી ડાળીએથી વેરાતા શ્વેત હિમકણો
કાતિલ ઠંડીથી ઊઠતી પવનની જોરદાર ચીસો
માનવના અસ્તિત્વનો અસ્વીકાર કરતા રસ્તાઓ
અને મારામાં ઊઠતો એક સળવળાટ
સફેદી મારી આંખોમાં ઉતરતી ઉભરતી જાય છે.
અને હું બરફની માફક પીગળતી જાઉં છું
કુદરતની આ શ્વેતલીલા મારી ઠંડી ચેતનાને સ્પર્શે છે
અને હું મને જ આશ્લેષમાં લઈ ઊઠું છું
ધ્રુજારીથી ઊઠતા તરંગોની સીમામાં કેદ હું
બરફનો શ્વેત કણ થઈ મુક્તિની ઝંખના સાથે
પ્રકૃતિમાં વિલીન થઈ જતાં બરફના અસ્તિત્વની
શ્વેત પવિત્રતાને નિહાળ્યા જ કરું છું…
નિહાળ્યા જ કરું છું…
(ગુર્જરી ડાયજેસ્ટ/ એપ્રિલ – 1993માં પ્રકાશિત રચના)
Please visit my blog, http://binatrivedi.wordpress.com/
બીના ત્રિવેદીએ આ રચના એના બ્લોગ પર મૂકી તેના પ્રતિભાવો તેના બ્લોગ પરથી લઈ આભાર સાથે અહીં મૂક્યા છે.
10 Comments
દિનકર ભટ્ટ said,
December 19, 2008 @ 9:57 pm
ચારે તરફ પથરાયેલી સફેદ શાંતિ :
મને પણ આ બર્ફીલી સફેદીનું બહુ આકર્ષણ રહે છે.હું બરફની માફક પીગળી જાઉં અને આ શ્વેતલીલા મારી ઠંડી ચેતનાને સ્પર્શે, એવું લાગે છે કે જાણે પ્રકૃતિમાં વિલીન થઈ જતાં બરફના અસ્તિત્વની શ્વેત પવિત્રતાને નિહાળ્યા જ કરી એ…
સુંદર કલ્પના
Pinki said,
December 19, 2008 @ 11:31 pm
waah…… !!
nicely expressed ……..
સુનિલ શાહ said,
December 20, 2008 @ 12:36 am
સરસ અભિવ્યક્તિ
Vishvas said,
December 20, 2008 @ 1:46 am
જય શ્રીકૃષ્ણ બીનાબેન,
બરફ એક એવી વસ્તું છે જેને અનુભવી શકાય માણી શકાય પણ જો તેને પોતાની બનાવવા હથેળીમાં કેદ કરો તો ક્યારે પીગળી જાય અને હાથમાંથી છૂટી જાય.
મન ના વિશ્વાસની મુલાકાત લેતા રહેજો અને આપના અમૂલ્ય પ્રતિભાવો આપતા રહેજો.
Dr.Hitesh Chauhan
atuljaniagantuk said,
December 20, 2008 @ 4:53 am
Excellent !
સુરેશ જાની said,
December 20, 2008 @ 7:20 am
સરસ કલ્પના ..
અમારે અહીં ડલાસમાં તો કદીક જ સ્નો પડે . પણ બે વરસ પર પડ્યો હતો એના પરથી એક અચાંદસ કાવ્ય સ્ફુર્યું હતું =
http://kaavyasoor.wordpress.com/2007/01/19/e_shu_suresh_jani/
અને
http://antarnivani.wordpress.com/2007/01/19/e_shu_suresh_jani/
dhavalrajgeera said,
December 20, 2008 @ 10:15 am
Click on the words Christmas Card
Christmas Card
We are burried in Snow yesterday.
White Christmas this year!
Rajendra
http://www.bpaindia.org
http://www.yogaeast.net
Sudhir Patel said,
December 20, 2008 @ 2:40 pm
Very good poem on snow! Enjoyed the feeling by heart!!
Sudhir Patel.
Rekhaben….Nice Rachana on SNOW….& I had a Post in referance to the SNOW too…PLEASE do visit the Blog & readit on HOME of CHANDRAPUKAR….See you !
http://www.chandrapukar.wordpress.com
By the way it SNOWED in Lancaster on Dec 17th 2008 !
હું મને જ આશ્લેષમાં લઈ ઊઠું છું
ધ્રુજારીથી ઊઠતા તરંગોની સીમામાં કેદ હું
બરફનો શ્વેત કણ થઈ મુક્તિની ઝંખના સાથે
પ્રકૃતિમાં વિલીન થઈ જતાં બરફના અસ્તિત્વની
શ્વેત પવિત્રતાને નિહાળ્યા જ કરું છું…
નિહાળ્યા જ કરું છું…
પાનખર પૂરી થતા થતા તો આ અનુભવ થવા માંડશે
sundar abhivyakti!!
nice poem…
manav na astitvano svikar karataa rastao..
very nice.
saras kalpanaao ane tevu ja kalpanik prakruti varNan