સુર્યના આવાસમાં તેજનું ઝરણું,
વાદળીઓ પ્યાલી લઈ દોડી……
રે આ તો આતશની મહેફિલ.
પર્વતના પેટાળમાં રસનું ઝરણું,
નદીઓ મળવાને દોડી……
રે આ તો લાવારસની મહેફિલ.
શૂન્યતાની ગોદમાં હાસ્યનું ઝરણું,
લાગણીઓ કૂદવાને દોડી……
રે આ તો આંસુની મહેફિલ.
ફૂલોના ડોલનમાં સૌરભનું ઝરણું,
વાયુની લહરી લેવાને દોડી……
રે આ તો કાંટાની મહેફિલ.
હ્રદયમાં પ્યારના સંગીતનું ઝરણું,
રાગિણી સાજ લઈ દોડી……
રે આ તો ગમની મહેફિલ
( અગાઉ ફૂલછાબમાં પ્રકાશિત રચના..)
શૂન્યતાની ગોદમાં હાસ્યનું ઝરણું,
લાગણીઓ કૂદવાને દોડી……
રે આ તો આંસુની મહેફિલ.
khuub saras..
Revisiting the Site & read the Rachana again & thought I will try to post a comment directly on the Site>>>>
Rekhaben, you are doing GREAT with your own Poems, short Lekho ….& even posting the poems etc. of OTHERS. May God bless you to do more !
Chandravadan Mistry wrote:
આ ઈમેઈલ કોપી- પેઈસ્ટ કરી તમારા બ્લોગ પર
પ્રતિભાવરૂપે મુકશો !
આજે તમે બારા બ્લોગ આવી મારા બર્થડે માટે
શુભેચ્છાઓ પાઠવી તે માટે આભાર. તમારા બ્લોગ પર
આવી સ્વરચિત કાવ્ય “મેહફિલ ” પર પ્રતિભાવ મુંકવા
પ્રયાસ કર્યો પણ ” લોગ ઈન ” કરવામાં સફળતા ના
મળી…..
રચના સરસ હતી અને ગમી…વધુ લખવા પ્રભુપ્રેરણા
મળે એવી પ્રાર્થના !
khub sundar….saras abhivtakti…
amhefil jamati rahe…e shubecha sathe…
ફૂલોના ડોલનમાં સૌરભનું ઝરણું,
વાયુની લહરી લેવાને દોડી…
રે આ તો કાંટાની મહેફિલ.
હ્રદયમાં પ્યારના સંગીતનું ઝરણું,
રાગિણી સાજ લઈ દોડી……
રે આ તો ગમની મહેફિલ
અતિસુંદર
રઈશ’ ની યાદ્
વાંચજે મિત્રોની મહેફિલમાં ગઝલ,
વેદના દિલમાં ઢબૂરી રાખજે