નીલમ દોશી લિખિત પુસ્તક “દીકરી મારી દોસ્ત” વાંચ્યા પછીનો પ્રતિભાવ

સ્ત્રી ની ત્રણ મુખ્ય ભૂમિકા, પુત્રી, પત્ની અને માતા. માતાના સંસ્કાર જ પુત્રીને સારી પત્ની બનાવી શકે. એક માતા સો શિક્ષક બરાબર અને એમાં ય જો તે માતા રાજ્યના કેળવણી ક્ષેત્રે પણ પ્રદાન કરી શકે તેટલી સક્ષમ હોય, બાળકોને સારા સંસ્કાર આપવા માટે તેના હાથે લખાયેલ પુસ્તક અભ્યાસક્રમનો ભાગ બન્યું હોય. ત્યારે તેની સંસ્કાર આપવાની પધ્ધતિ વિષે જરૂર માન ઉપજે. આજના જમાનામાં સ્ત્રીને વ્યવસાય ઉપરાંતની ઘર અને વ્યવહાર ચલાવવાની જવાબદારીઓ તો યથાવત જ  છે. ત્યારે તેનું  વ્યક્તિત્વ વિભાજીત થતું રહે છે.

 

 આ વ્યક્તિત્વને સબળ કરતું પુસ્તક એટલે દીકરી મારી દોસ્ત……….

 

પુસ્તક વાંચ્યા પછી સાનંદાઆશ્ચર્ય સાથે મારે કબૂલવું પડે કે આ પુસ્તક એક અલગ જ ભાત પાડે છે. એમાં અવાસ્તવિક આદર્શોની વાતો નથી કે નથી ફક્ત દીકરી માટેની ભાવનાના પૂર. લાગણીઓના વહેણમાં વાંચક એ રીતે ઝબોળાય છે કે પોતાની સાથે અન્યની લાગણીઓને પણ સમજતો થાય. દીકરીને દોસ્ત તરીકે પોતાના અનુભવના પ્રદેશમાં એક અલગ દ્રષ્ટી સાથે માતા વિહાર કરાવે છે. જેથી એની સંવેદનશીલતા વધે અને એનું સ્ત્રીત્વ જ નહી પણ મનુષ્યત્વ પણ નિખરતું રહે. પ્રથમ પ્રકરણમાં લેખિકા જ્યારે પુત્રીના જન્મ પ્રસંગે પેંડા વહેંચે છે ત્યારે બાજુમાં બીજી સ્ત્રી એ જ કારણથી આંસુ સારે છે. ત્યારે સમાજમાં ફેલાયેલ અંધકાર વચ્ચે બુઝાતી ખુશીઓને પેંડા વેંચતી માતા ફૂંક મારી પ્રજ્જવલીત કરવાની કોશિશ કરે છે. અને એની સંવેદનશીલતા સ્વથી વિસ્તરી સમાજ અને દેશકાળને અતિક્રમે છે. આસપાસના દુ:ખો એને પીડે છે ત્યારે એ દુ:ખો દૂર કરવા માટેની ભાવના વધે છે, નહી કે એનાથી દૂર રહેવાની.  

                                                                                                                   

છ વરસની પુત્રીની માતાને લઈ લેવા માટે ઈશ્વરને પણ એના અન્યાયની યાદ અપાવવાનો લેખિકાનો પ્રયાસ કોઈ પણ પુત્રીની માતાને હૈયે રૂદન જગાડે છે. આવા તો કેટલાય પ્રસંગો આપણને ઢંઢોળીને જાગૃત કરે છે.

 

જીન્સ પહેરતી અત્યારની પેઢીને સ્વાવલંબી થવાની સાથે જે મૂલ્યો જાળવવાના છે તેમાં સમય પ્રમાણે મર્યાદાની વ્યાખ્યા બદલાઈ છે. સ્ત્રીએ ઘુમટામાં રહી પોતાની ઈચ્છાઓની બલિ આપવાનો યુગ પુરો થયો પણ બીજાની ઈચ્છાઓનો આદર કરતા તો દરેક દીકરીએ યાદ રાખવું જ રહ્યું. નારીને મૃદુ થવા પ્રેરતું આ પુસ્તક નારીવાદનો ઝંડો લઈ ક્યાંક ક્યાંક પાંગરતી ઉદંડતાને ઠંડી પાડશે.

 

ભગવાનને અભિષેક માટે કે મૃત પુત્રને પાવા માટે દૂધ ચઢાવવાને બદલે મંદિર બહાર બેઠેલા ભૂખ્યા બાળકોને પાવાથી ઈશ્વરને પહોંચે એ વાત સમાજમાં ત્યારે જ વ્યાપ્ત થશે જ્યારે પુત્રીમાં સુષુપ્ત માતાને એ સંસ્કાર આપવામાં આવે. એવી માતાના દર્શન આ પુસ્તકમાં થાય છે.

 

થોડામાં ઘણુ કહેતું આ પુસ્તક વાંચીને લેખિકાની મિત્ર તરીકેના ગર્વ ઉપરાંત એક માતા તરીકે આંખના ખૂણા ભીના કરી ગયું.

 

કૂજે કુંજતી કોયલ

રેલે પંચમ સ્વર

ટહુકે મન…..

અને વળી,

 

ઊછળકૂદ કરતું એક મોજું તાણી ગયુ

રેતી પર લખેલ એક નામ

અને

અસ્તિત્વ મિટાવ્યાનો એને ઊગ્યો વ્હેમ

 

આવી સુંદર પંકતિઓ ભાવનાનો શણગાર થઈ પુસ્તકમાં ઠેર ઠેર ઝબકે છે.

આ સુંદર પુસ્તક માટે નીલમ દોશીનો ખુબ ખુબ આભાર ! અને બીજું પુસ્તક લખવા માટેની શુભેચ્છાઓ સાથે ધન્યવાદ.

 

This entry was posted in પ્રતિભાવ. Bookmark the permalink.

5 Responses to નીલમ દોશી લિખિત પુસ્તક “દીકરી મારી દોસ્ત” વાંચ્યા પછીનો પ્રતિભાવ

 1. KANTILAL KARSHALA કહે છે:

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 2. binatrivedi કહે છે:

  Very nice work, Rekhaben. I liked your blog. Where can I purchase this book from?
  Also please visit my new blog : http://binatrivedi.wordpress.com/

 3. pragnaju કહે છે:

  અમે તો-
  દોસ્ત જેવી રોમાંની હાજરીમાં બન્ને જણ
  ઘરની દિવાલને ગુલાલ કરીએ જ છીએ !
  પુસ્તકનું સર્વાંગ સુંદર રસદર્શન કરાવવા
  બદલ બેનરેખાને ધન્યવાદ તેમાં સાંપ્રત
  સમાજની વાસ્તવિક વેદના સમજી તે અંગે
  સમાજને જાગૃત કરવાનો પ્રયાસ ઘણો સરસ છે.
  હવે તો ન કેવળ વૈદિક પરંપરા અને આધુનિક
  વિચારધારાનો સમન્વય પ્રમાણે સમજી ભાવપૂર્વક
  કુટુંબ સમાજની સેવા દિકરી કરે જ છે પણ
  મરણ બાદ માબાપનાં મુખ પર અગ્નિ મૂકવાની
  ફરજ પણ ભાવપૂર્વક બજાવતી જોવા મળે છે!
  નીલમબેન આવું સાહીત્ય પીરસ્યા કરે
  તેવી શુભેચ્છાઓ સાથે
  પ્રજ્ઞાજુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.