સ્વજનની વિદાય વેળાએ.. – રચયિતા કુન્દનિકા કાપડીયા

અમે મનુષ્ય છીએ ને, ભગવાન

એટલે કોઈકવાર સાવ ભાંગી પડીએ છીએ,

અમારા બધા દીવા એકી સાથે ઓલવાઈ જાય છે.

 

અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોય

સુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતા હોઈએ

ત્યાં અચાનક કાળની એક વજ્જર થપાટ પડે છે

અમારામાંથી એક જણને અજાણતાં જ બોલાવી લેવામાં આવે છે.

અમારી આખી સૃષ્ટિ વેરવિખેર થઈ જાય છે

પગ તળેથી ધરતી ફસકી પડે છે.

 

અમારૂં હ્રદય વિષાદથી ભરાઈ રહે છે

દિવસો બધા દીર્ઘ અને સુના બની જાય છે, રાતો બધી નિદ્રાહીન;

આંસુભરી આંખે અમે હતાશાની ગોદમાં ઢળી પડીએ છીએ.

આ શું થયું? આ શું થઈ ગયું? એવી મૂઢતા

                                   અમને ઘેરી વળે છે.

ભગવાન,  તમે આ શું કર્યું? એમ વ્યાકુળતાથી અમે

                                   ચિત્કારી ઊઠીએ છીએ.

 

પણ તમારી ઈચ્છાને સમર્પણ કર્યા વિના

તમારી રીત અમે શી રીતે સમજી શકીએ?

આ વજ્રઘાત પાછળ તમારો કોઈ હેતુ હશે જ.

તમારી દ્રષ્ટિમાં તો બધું જ સ્પષ્ટ, યોગ્ય અને હેતુસરનું હશે.

કદાચ અમે સલામતિમાં ઊંઘી ગયાં હતાં

કદાચ અમે ભૂલી ગયા હતા કે અમે અહીં સદાકાળ

                                  ટકી રહેવાનાં નથી

તમે અમને ભાન કરાવ્યું કે

જે ફૂલ ખીલે છે તે ખરવું પણ જોઈએ.

અમારી ઊંઘની અમે આકરી કિંમત ચૂકવી છે.

હારેલાં, પરાજીત, વેદનાથી વીંધાયેલા અમે

તમારે શરણે આવીએ છીએ.

આ ઘોર વિપદમાંથી અમને પાર ઊતરવાનું બળ આપો

અમને સમતા અને શાંતી આપો,

        ધીરજ અને શ્રદ્ધા આપો, કે

અમે હિંમંતપૂર્વક જીવન જીવીએ

વ્યર્થવિલાપમાં સમય ન વેડફીએ

શોકને હૈયે વળગાડીને ન ફરીએ;

આંસુથી અંધારા બનેલા પથ પર

અમે જ્ઞાનનો દીવો પેટાવી યાત્રા કરીએ

વ્યથાનાં વમળોમાંથી જ અમે સત ચિત આનંદનું

                            કેન્દ્ર શોધી કાઢીએ;

મૃત્યુના અસુર્ય-લોકમાંથી નીકળી અમે

શાશ્વત જીવન પર દ્રષ્ટિ માંડીએ;

અને

પાર્થિવ સંબંધના બધા તાર તુટી ગયેલા લાગે,

ત્યારે એક અમૃતલોક એવો છે કે

જ્યાં કોઈ વિચ્છેદ નથી, કોઈ વિનાશ નથી

એનું અમે દર્શન પામીએ, એ માટે

                  અમને બળ આપો

                       પ્રકાશ આપો

                        પ્રજ્ઞા આપો.

 

This entry was posted in પ્રાર્થના. Bookmark the permalink.

4 Responses to સ્વજનની વિદાય વેળાએ.. – રચયિતા કુન્દનિકા કાપડીયા

 1. JAYESHKUMAR.R.SHUKLA. કહે છે:

  ** સ્વજનની વિદાય વેળાએ.. – રચયિતા કુન્દનિકા કાપડીયા” નું આકાવ્ય મને ગમ્યું. આજેજ મારા મિત્ર કવિ દુર્ગેશ ઉપધ્દ્ધ્ધ્યાયના મમ્મીદેવલોક થ્યા॰ દુર્ગેશને આ કાવ્ય આપીશ॰ દુખ થી ઘેરાયેલાને શાંતવન મળે એવું આ કાવ્ય છે. ** કુન્દનિકાજીનું “પરમસામીપે” પ્રાર્થના પુસ્તક મને ખૂબ ગમે॰ ** આભાર** અને **અભિનંદન** તથા **વંદન** ** જયેશ શુક્લ”નિમિત્ત”॰26.06.2014..

 2. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

  અમને બળ આપો

  પ્રકાશ આપો

  પ્રજ્ઞા આપો.
  Your Prarthna is a ” talk with God from your heart ” & that is the REAL PRAYER…Ireally liked it as my thoughts are similar.

 3. jayeshupadhyaya કહે છે:

  ત્યારે એક અમૃતલોક એવો છે કે

  જ્યાં કોઈ વિચ્છેદ નથી, કોઈ વિનાશ નથી

  એનું અમે દર્શન પામીએ, એ માટે

  અમને બળ આપો

  પ્રકાશ આપો

  પ્રજ્ઞા આપો.

  અસ્તુ

 4. pragnaju કહે છે:

  પ્રસંગને અનુરુપ ભાવવાહી પ્રાર્થના
  માનનીય કુન્દનિકા કાપડીયાની બીજી પ્રાર્થનાઓ પણ મૂકશો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.