તું તારા દિલનો દીવો થા ને!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું….
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે ! ઓ રે ઓ ભાયા! તું….
કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
નાની શી સળી, અડી ન અડી પરગટશે રંગમાયા!
ઓ રે ! ઓ રે ઓ ભાયા! તું….
આભના સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
ઓ રે ! ઓ રે ઓ ભાયા! તું…..
મારું અતિ પ્રિય ગીત અહીં ફરી એકવાર વાંચીને આનંદ આનંદ..
રેખાબેન. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન. આ કાવ્ય મને ખૂબ જ ગમું. આભાર અને ધન્યવાદ.
Nice Rachana & enjoyed reading it….Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
ITS A REAL TRUTH AND HAPPINESS OF LIFE
આભના સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
સુંદર
આતમ-દીપક જાય બુઝાતો ,
બંધ થયાં ઉરદ્વાર ;
માગું તારા ચક્ષુ તણા ચમકાર
અપ્પ દીપો ભવ |
ગૌતમ બુધ્ધ
નીચેનો લેખ અને તેની ચર્ચા નીરાંતે વાંચજો –
http://gadyasoor.wordpress.com/2007/12/23/truth_faith_rashmikant/#comment-696