જાન્યુઆરી 5, 2009ના રોજ સ્વર્ગારોહણ કરનાર વિભૂતિ શ્રીમતિ કલાબેન વોરાને હું પ્રથમવાર મળી એ પહેલાંથી તેઓ મારા દિલમાં વસેલા હતા. એક જમાનામાં અખંડઆનંદમાં ‘ગૃહગંગાને તીરે’ મારો પ્રિય વિભાગ હતો. કલાવતી વોરાનું નામ કેટલીય વાર અહીં વાંચેલ. આમ મારા ઘડતરમાં એમનો ફાળો હું એમને મળી એ અગાઉથી હતો. હું કિશોરાવસ્થામાં હતી ત્યારથી એમના વિચારો ગ્રહણ કરતી હતી એ સમયે તેઓ મારી ઘણી નજીક છતાં દૂર હતા.એમને ક્યારેય મળવાનું સદભાગ્ય સાંપડશે તેવી કલ્પના પણ કરી નહોતી. એ પછી વર્ષો બાદ બોસ્ટનના વસવાટ દરમ્યાન એમની સાથેની મૈત્રીથી હું સભર બની હતી. મને તેઓ તેમના પરિવારની સભ્ય સમાન ગણતા જે તેમની મહત્તા હતી. એમના વિશાળ પરિવારના તેઓ પ્રિય અને પૂજ્ય વડીલ હતા. અને મારા વડીલ મિત્ર હતા. એમની જીવનદ્રષ્ટી ઘણી વિશાળ હતી. દુ:ખની પળોમાં અને સુખના માહોલમાં એમની સમતા અનન્ય હતી. એમની અત્યંત વ્હાલી પૌત્રીનું નાની ઉંમરે અણધાર્યુ મૃત્યુ થયુ તે પળોમાં એમના મુખે બે જ વાત હતી. એક તરફ પોતાની વ્યથા “ભગવાને એના બદલે મને કેમ ન લઈ લીધી?” અને બીજી તરફ હિંમત જાળવીને પોતાની પુત્રીને આ દુ:ખમાંથી બહાર લાવવાના એમના મમતાભર્યા પયત્નમાં વ્હાલી માતાના સ્નેહ અને વ્હાલા દાદીમાની હ્રદયવિદારક વ્યથા વચ્ચે સમતુલાની હું સાક્ષી થઈ હતી. એ સમયે જીવન વિષેના હકારાત્મક અભિગમ થકી જ એમણે મૃત્યુના પડકારને પણ થંભાવ્યો હતો. એમના સાત્વિક પ્રેમનું ખેચાણ મને હંમેશા રહેતું. નાજુક તબિયત છતાં નેશવીલ મારા આમંત્રણને માન આપીને 2001માં તેઓ આવ્યા હતા ત્યારે જગતના કેટલાક મહાન કવિઓ અને લેખકોની રસકૃતિઓ ફરીને અમે સાથે માણેલી. નવેમ્બર 2008માં અમે મળ્યા ત્યારે અમને બંનેને જાણ હતી કે આ છેલ્લી મુલાકાત છે. થોડા દિવસોમાં જ એમનો દેહવિલય થયો પરંતુ એમની સાથે ગાળેલા યાદગાર સમયના સંભારણાની મૂડી તેઓ આપતા ગયા છે. જે સદા ય મારી સાથે રહેશે. પૂ. કલાવતી વોરાના બહાર પડેલા સાહિત્યમાં વાર્તાઓ ઉપરાંત એક નોંધપાત્ર પુસ્તક છે. “ગુજરાતના સાહિત્ય સર્જકો” (ચિત્રોમાં અને શબ્દોમાં). પિતાવિહોણા બચપણથી શરૂ કરી એમના જીવનના સંઘર્ષની સાથે એમની પર વરસતી રહેતી ઈશ્વરકૃપાની વાતમાં દરેકના ગુણ જોવાની એમની દ્રષ્ટિ સ્પષ્ટ થતી. એમના પ્રિય કવિ ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ સાથે આ ઉચ્ચકોટિ આત્માને શતશત પ્રણામ.
ક્ષણો ઝડપવી અગણ્ય ક્ષણમાંથી એકાદ બે,
અને સમયના અનંત ટહુકાર એમાં ફૂંકી,
સ્ફુરાવવી જગે;
અતાગ અવકાશમાં અણુ શી અલ્પ આ પૃથ્વીનાં
સ્ફુરે શ્વસન ચાર, અંતવિણ આ મહા મહાકાલમાં.
પૂજ્ય કલાવતીબેન વોરાના દિવ્ય આત્માની પરમશાંતી માટેની પ્રાર્થના સહ વંદન.
Read anout Kalavatiben Vora…..Gujarat had lost a Sahityakar & the Family & Friends had lost ” a dear Person ” May her Soul rest in peace !
કલાવતીબેનનો પરીચય આજે જ મળ્યો. એમનું સાહીત્ય ખોળીને વાંચવું પડશે.
May her soul rest in peace
I can see your deep feeling for her so I can understand loosing pain for some one who is dear and near…
Hello Rekhaben,
Thank you for writing about Kalavatiben. Baa was a gifted and literary person who would have commented about your writing for her. It is wonderful as it reflects your feelings about her. To express it in writing requires effort that many do not want to expend.
I came to know that this year you area not going to talk on phone. That is the sacrifice you have chosen for this year. That is hard and I will miss our conversations, but I respect that you are a person of principle and so I wish you much success. This also will give Pratapbhai an opportunity to talk on phone many times. I hope he likes it so much that starting next year, he will compete with you for phone communication. Good luck to both of you.
Narenbhai.
Hi Ma,
Kalaba was a very special lady. She cherished her inheritance of an Indian woman and embrased the new American culture. She seemed to always adapt to her environment and tried to enlighted those around her by sharing her wisdom and knowledge. She greeted the world with her evergreen nature and a beauitful smile.
She will be missed. May her soul rest in peace.