WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 44,063 hits
Search
શ્રેણીઓ
-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
Monthly Archives: સપ્ટેમ્બર 2009
પાગલ
યુગો વીત્યા જે ક્ષણની પ્રતિક્ષામાં તે જરા ઝબકી, વણથંભી ગઈ હસતી, મૂકીને હાસ્ય એનું, આયનામાં ચોતરફ, હવે આયનો જોઈને હું હસુ છું ત્યારે, લોકો કહે, તપશ્ચર્યા ગઈ એળે એથી મળ્યુ ના જોઈતું મને તેથી જાતને નીરખી હસ્યા કરતી પાગલ થઈ … Continue reading
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
6 ટિપ્પણીઓ
દોસ્તી
તારી સંગે ચંગે રહી હું મસ્ત રંગે રંગાયો દોસ્ત તુજ વિણ જીવન પથ આકરો સાંભરે આજ બાળપણ દૂર પંથ મિલનનો પળો અમૂલ્ય સરતી ઝંખે સાથ તારો પ્રિયાની ગોષ્ઠીમાં તુજ વખાણ અતિ મિત્ર તું ઊંચે આસન, હું તુજ બિન બાવરો દોડંદોડી જીવનની મન તને મળે … Continue reading
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
6 ટિપ્પણીઓ
પાનખર
અંગ અંગમાં લઈને ભીનાશ ઊડયું એક તાજુ પાન ડાળી છૂટ્યાનો લીલો અહેસાસ દૂર થયાં પંખીના ગાન વહેતાં વાયરામાં ફરફરતું જતું સૂર્યના તેજ પરે ધ્યાન તરતી આશ ઉડે બાષ્પ થઈ ધરતી પર ઢળે સભાન અર્પણ કાયા થઈ વૃક્ષને ચરણ ફૂટવાનું ફરી … Continue reading
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
5 ટિપ્પણીઓ
તારા વગર
તારા વગરનો દિવસ એટલે સૂરજ વગરનો દિવસ, દિલનો તું જ એક પ્રકાશ ! તારા વગરની રાત એટલે ચંદ્ર વગરની રાત, અમાસનો તું જ એક અજવાસ ! તારા વગરની સવાર એટલે ઝાકળ વગરની સવાર, પુષ્પની તું જ એક સુવાસ … Continue reading
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
8 ટિપ્પણીઓ
અધૂરી પ્રીત
વ્હાલમની પ્રીત અધૂરી સખી પૂરી થઈ ગઈ રાત રાતની વાત ન પૂછજે સખી ઉજળી થઈ ગઈ સવાર સાત પગલાં આકાશમાં સખી પાંચ પૃથ્વી પરે સાથ સ્પર્શથી રણઝણ્યા તાર સખી ટેરવે ફુટ્યા તેજ અપરંપાર આંખોમાં દરિયો ઘૂઘવે સખી રેતીના પટ આરપાર … Continue reading
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
12 ટિપ્પણીઓ
આગમન
પગલે પગલે તારે સાજન મોતીડા વેરાવુ ….(2) ઊભી રે વાટે તારા આગમનના ઢભૂકે ઢોલ કંકુ ને અક્ષત સાથે ફૂલડે વધાવું…. પગલે પગલે તારે સાજન…… આંખો પીવે છે તારા ચરણોના રૂપ પ્યારા નૃત્યના તાલે મારું તનડું ડોલાવુ…. … Continue reading
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ
ઘરની પછીતે
ઘરની પછીતે કંઈ ચેતન ફરક્યુ ને દિવાલના ઊંચા થયા છે કાન ! હણહણતી હવા ને ધસમસતો વેગ હૈયામાં ફફડાટ અને તુટ્યુ છે ધ્યાન ! નજરું થાકી ને નેણ નમ્યા છે નીચા અટવાતુ પગમાં થઈ દોડતુ વેરાન ! છુપાઈને છેતરતુ કોઈ … Continue reading
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
3 ટિપ્પણીઓ
Twins
શ્રાવણ માસને અંનરાધાર મેહ, પીડા એવી ઊપડી બે બાળકીને જન્મ આપીને થયુ હાશ હું છૂટી છૂટી શું બંધાણી એવી આજ સુધી ન છૂટી બબ્બે નહી ચાર ચાર હાથોએ વ્હાલની લ્હાણી લૂંટી એક રુવે ત્યાં હૈયુ ફફડે જશે બીજી ક્યાંક ઊઠી … Continue reading
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
5 ટિપ્પણીઓ