શ્રાવણ માસને અંનરાધાર મેહ, પીડા એવી ઊપડી
બે બાળકીને જન્મ આપીને થયુ હાશ હું છૂટી
છૂટી શું બંધાણી એવી આજ સુધી ન છૂટી
બબ્બે નહી ચાર ચાર હાથોએ વ્હાલની લ્હાણી લૂંટી
એક રુવે ત્યાં હૈયુ ફફડે જશે બીજી ક્યાંક ઊઠી
આડોશ પાડોશમાં એલાર્મની પડતી જરૂર ના કદી
પડે એક તો દોટ મૂકું હું વિસરૂ ભાન ભૂલી
ઝાલ્યો પાલવ પડતી બીજી જાય એનો ય રાગ ખૂલી
બેઉ હાથોમાં બેઉને તેડી બેઉ કાનમાં રૂદનના સૂર
ઉભરાયા આંધણ વિસરાયા કામકાજ
સોણલા સખી જાય દૂર દૂર…….
પોઢાડું બાળુડાં ત્યાં પોઢી જાય ઊંઘ ભરી આંખો આ રાતી
એટલામાં સસરાજીની હાક મને સફાળી ઊભી કરતી
સાંજ પડ્યે ‘એ’ આવ્યા કમાઈને પૂછે
કેવો રહ્યો આજ્નો દિ’?
એટલામાં ખીલ્યા બે ગુલાબ સા ચહેરા ને
મારા આંસુના બંધ જાય છૂટી
બે બાળકીને જન્મ આપીને થયુ હાશ હું છૂટી…….
રેખાબેન, નૂતન વર્ષાભિનંદન.
આ કવિતા અમારા સમગ્ર પરિવારે માણ્યું. ખાસ કરીને ધારા-ધરતી [Twins] ને સંભળાવતાં આનંદ આવ્યો. એમ કહી શકાય કે ભૂતકાળમાં ડૂબકી મારી.
આજે ખૂબ નિરાંતે તમારા બ્લોગમાં ટહેલી રહ્યો છું. ખૂબ જ મજા પડે છે.
જન્મ દીવસે હું શુભેચ્છા પાઠવી શકયો નહીં તેમાટે માફ કરજો.
ગુલાબ સા ચહેરાવાળી આપની બન્ને દીકરીઓના પ્રત્યેક જન્મ દીવસ જીવનમાં નવો પ્રકાશ પાથરનારો બને એવી શુભેચ્છા સહ ખુબ ખુબ અભીનંદન!!
પુત્રી-બહેન-પત્ની-માતા- સ્રીને નવા સંબંધો અને જવાબદારીઓનું ચક્કર સતત ગતિમય રાખે છે.
Hi Ma,
Angels lift us to our feet when our wings have trouble remembering how to fly, my dear Mom, you’ve been my angel….THANK YOU!!
A mother such as your self is God’s Gift…I figured the best way to express my feelings to you is through a small poem:
My Mother is a special gift,
A special gift that God gave to me.
I’d be lost and lonely without her,
If God took her away you see.
I love her so very much,
That I couldn’t bear to live without her healing touch.
Thank-you God for giving me such a loving Mother,
For I wouldn’t want to be a part of no other.
~ I LOVE YOU MA, WITH ALL MY HEART. I MISS YOU!! ~
Happy Birthday to you Twins! Beautiful poem. Nice expression of motherhood, Rekhaben.