અધૂરી પ્રીત

વ્હાલમની પ્રીત અધૂરી સખી
પૂરી થઈ ગઈ રાત

રાતની વાત ન પૂછજે સખી
ઉજળી થઈ ગઈ સવાર

સાત પગલાં આકાશમાં સખી
પાંચ પૃથ્વી પરે સાથ

સ્પર્શથી રણઝણ્યા તાર સખી
ટેરવે ફુટ્યા તેજ અપરંપાર

આંખોમાં દરિયો ઘૂઘવે સખી
રેતીના પટ આરપાર

વ્હાલમની પ્રીત અધૂરી સખી
પૂરી થઈ ગઈ રાત

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

12 Responses to અધૂરી પ્રીત

 1. Lata Hirani કહે છે:

  સરસ લય છે અને ભાવ તો ખરા જ
  લતા હિરાણી

 2. praful mori કહે છે:

  Rekhaben
  axaypatra vachi bahu maja padi anya webside janavjo.
  pratapbhai ne mari yadi apjo.

 3. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

  આંખોમાં દરિયો ઘૂઘવે સખી

  રેતીના પટ આરપાર
  NICE words..NICE Rachana !
  DR> CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com

 4. Falgun Jani કહે છે:

  તમારી ગઝલ અને કાવ્યો સારા લાગ્યા

 5. sapana કહે છે:

  Sunder Kavy.very very nice It touched my heart.
  Sapana

 6. સુરેશ જાની કહે છે:

  સાત પગલાં આકાશમાં સખી

  કુન્દનિકા બહેન અને વસુધા કેમ યાદ આવી ગયાં?

 7. nilam doshi કહે છે:

  ખાસ તો આ ગીતનો લય સ્પર્શી ગયો. સરસ રચના..અભિનંદન

 8. himanshupatel555 કહે છે:

  rekhaben if you havent forgaton me-himanshu patel met you with chandrkant shah.nice poetry’
  visit me @ http:// himanshupatel555.wordpress.com
  thank you.

 9. નટવર મહેતા કહે છે:

  સુંદર રચના!

  સ્પર્શથી રણઝણ્યા તાર સખી
  ટેરવે ફુટ્યા તેજ અપરંપાર

  સુંદર કલ્પના.
  સ્પર્શ એ એક એવી કુદરતની ભેટ છે કે સ્પર્શમાત્રથી ક્યારેક દિલના તાર રણઝણે છે. શરીર સિતાર બને છે અને ન સંભળાય એવા રાગરાગિણીઓ ગુંજે છે.

 10. ખુબ જ સુંદર અને ભાવવાહી અને લય જન્માવતી રચના !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.