તારા વગર

તારા વગરનો દિવસ
એટલે
સૂરજ વગરનો દિવસ,
દિલનો તું જ એક પ્રકાશ !

 
તારા વગરની રાત
એટલે
ચંદ્ર  વગરની  રાત,
અમાસનો તું જ એક અજવાસ !

 
તારા વગરની સવાર
એટલે
ઝાકળ વગરની સવાર,
પુષ્પની તું  જ  એક  સુવાસ !

 
તારા વગરની સાંજ
એટલે
રંગો  વગરની  સાંજ,
         ક્ષિતિજની તું જ એક ભિનાશ !

 
તારા વગરનો પંથ
એટલે
પ્રાણ વગરનો પંથ
          પથિક હું,  તું જ એક પ્રવાસ !

 
સાથી, ચાલ ભમીએ સાથ
           મારો તું  જ  એક આવાસ !

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

8 Responses to તારા વગર

 1. drjaysanghvi કહે છે:

  rekhaben, namasty. teme vippassana ane anand dham ne je rite
  exppress karel che te saru lagyu.
  majama chiye tame majama haso .cotect ma rahish
  jay

 2. vimal agravat કહે છે:

  સરસ રચના થઇ છે.કદાચ કોઇના અભાવમાંજ આપણે આપણી અંદર ડોકિયું કરીએ અને આપણને અંદરથી તે જ સભર બનાવતા હોય….

 3. nilam doshi કહે છે:

  saras lakhayu che..keep it up always..

  i will be most happiest person on seeing yr progress..
  i think u know that..i need not tell this

 4. Lata Hirani કહે છે:

  આ કવિતા સરસ થઇ છે.. લખતી રહેજે, વાંચતી રહેજે..

  લખવાનો સૌથી પહેલો રિવાર્ડ એ છે કે વ્યક્ત થયાનો ગજબનો સંતોષ… સાચી વાત ને !!

  Lata Hirani

 5. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

  સાથી, ચાલ ભમીએ સાથ

  મારો તું જ એક આવાસ !
  Rekhaben……Nice to read so many Posts after my trip to South Carolina…Wishing you all the best! Inviting you to Chandrapukar…..Chandravadan Mistry

 6. pragnaju કહે છે:

  પ્રાણ વગરનો પંથ
  પથિક હું, તું જ એક પ્રવાસ !

  તારા એહસાસની વગરની,
  કોઇ જ પળ નથી
  ખોળામાં તારા આખરી શ્વાસો બીજું તો શું ?
  તારા જ નામ પર હતી આ ઉમ્રભરની સાંજ.
  તારા વગરના જીવતરનો મર્મ તું જ મને સમજાવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.