તારી સંગે ચંગે રહી હું મસ્ત રંગે રંગાયો
દોસ્ત તુજ વિણ જીવન પથ આકરો
સાંભરે આજ બાળપણ દૂર પંથ મિલનનો
પળો અમૂલ્ય સરતી ઝંખે સાથ તારો
પ્રિયાની ગોષ્ઠીમાં તુજ વખાણ અતિ મિત્ર
તું ઊંચે આસન, હું તુજ બિન બાવરો
દોડંદોડી જીવનની મન તને મળે દિનરાત
ક્યાં ઘડી નિરાંતની કદીક ઊઠે પુકારો
સ્નેહ જળ પીધાં કદીક તે થયા અમૃત આજ
લે દોસ્ત તાદુંલ હવે તો ખૂટ્યા ભંડારો
સ્નેહ જળ પીધાં કદીક તે થયા અમૃત આજ
લે દોસ્ત તાદુંલ હવે તો ખૂટ્યા ભંડારો
wahh…paheli var aa site par ne bahu gami gayi…very good
ખુબ જ સંવેદનશીલ રજૂઆત!
પ્રિયાની ગોષ્ઠીમાં તુજ વખાણ અતિ મિત્ર
તું ઊંચે આસન, હું તુજ બિન બાવરો
આ પંક્તિઓમાં રાજેસ્થાની મારવાડી લહેકો વાપરતાં સરસ લય બન્યો.
અને આ પંક્તિઓમાં ખુબ જ ચોટદાર…
સ્નેહ જળ પીધાં કદીક તે થયા અમૃત આજ
લે દોસ્ત તાદુંલ હવે તો ખૂટ્યા ભંડારો
રેખાબેન,
તમારો ખૂબ આભાર કે આપે મારી રજૂઆત સ્વીકારીને દોસ્તી માટે લખ્યુ છે.તેથી મને ખૂબ આનંદ થયો. આપને શુભેચ્છા કે આપ આવું સરસ કાયમ લખતા રહો અને દરેકના હ્રદય જીતતા રહો.
આભાર.
સ્નેહ જળ પીધાં કદીક તે થયા અમૃત આજ
લે દોસ્ત તાદુંલ હવે તો ખૂટ્યા ભંડારો
nice concept and intention.
http://himanshupatel555.wordpress.com
here is my web thank u
તારી સંગે ચંગે રહી હું મસ્ત રંગે રંગાયો
દોસ્ત તુજ વિણ જીવન પથ આકરો
Nice Words of aNice Rachana……Keep writng, Rekhaben !
Chandravadan ( Chandrapukar )
http://www.chandrapukar.wordpress.com