ગાયો ચરાવતી એક વાંસળી મધૂરી
વાંસળીને સૂરે રાધા ચાલી ઉતાવળી,
રોંઢો થયો ને વેણુ વાગે રે ધીરી
ભાત લઈ ચાલી રાધા બહાવરી
યમુનાના નીરની ભરી રે ગાગરી
વગડાની વાટે રણકે મીઠી ઝાંઝરી
ક્યારે ખોલુ ગાંઠ ઓઢણીની મારી?
ક્યારે જમાડું મારા ભુવનના સ્વામી?
હરખાતી હૈયે જોઈ સૂરત મનમોહિની
ગાયો ચરાવતો મીઠી વેણુ વગાડી
મેલોને શ્યામ હવે વ્હાલી આ વાંસળી
તૃપ્તી આપોને પ્યારા ભોજન આરોગી
સુણોને ઘનશ્યામ હવે વિનંતી મારી
વાંસળી મેલોને લો પ્રસાદી વનમાળી
વાંસળી મેલોને વનમાળી..
ખૂબ ગમ્યું.
ક્યારે ખોલુ ગાંઠ ઓઢણીની મારી?
ગાંઠ સ્પર્શો અને કંઇક યાદ આવે – એક nostalgic અનુભવ ને જીવંત કરે છે… beautiful!
વનરાવન જાણે તાદૃશ થયું. રાધા સિવાય કૃષ્ણને કોણ કહે કે- વાંસળી મેલોને …
સુણોને ઘનશ્યામ હવે વિનંતી મારી
વાંસળી મેલોને લો પ્રસાદી વનમાળી
Sundar Bhav-Bhari Rachana !
Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com