સ્વપ્નલીલા

મા ગુર્જરીને ખોળે અરબી સમુદ્રના તરંગો
સ્વપ્નોની દુનિયામાં રમતી હું ખોવાતી

વાદળોથી ઘેરાયેલા અવકાશી યાન થકી છૂટતા
સ્વપ્નોની સેરમાં સરતી હું પથરાતી

એટલાંટિકને કિનારે થીજેલા બરફના ઢગ વચ્ચે
બોસ્ટનની ધરતી પર ધ્રુજતી હું થરથરતી

ફૂટતા ફટાકડાં બંધ લોચન મધ્યે દિવડાંની હાર
હોળી-દિવાળીના રંગો ખેલતી હું રંગાતી

શ્વેત-શ્યામ ચહેરાઓ ને લાલ –લીલી નાતાલના
પ્રકાશતાં તારલાં જોઈ અંજાતી હું મલકાતી

ઈશુ વગાડતાં વાંસળી ને કૃષ્ણની છાતીમાં ખીલા
રામ રમ્યા સીતાના સ્વપ્ને રોતી હું વલોવાતી

મા-ભોમની ધરતી બની સ્વપ્ન અને સ્વપ્નના
દેશમાં પારકી થઈ વીંધાતી હું પરોવાતી

(અહીં પંકતિના ક્રમમાં તમે જોઈ શકશો કે પ્રથમ પંકતિમાં દેશની ધરતી છોડ્યા પહેલાંની વાત છે જેમાં (પરદેશના) સ્વપ્નના તરંગો છે. બીજી પંકતિમાં દેશ છોડી પરદેશ આવતી વખતે છૂટતી દુનિયાની હળવી વેદના છે. ત્રીજી પંક્તિમાં પરદેશમાં સ્થિર થવાની મથામણ છે. ચોથી પંક્તિમાં પરદેશની દુનિયાની હકિકત અને સ્વપ્નના મિશ્ર રંગોથી રંગાયેલા મનની વાત છે. આ પંકતિમાં અહીં 4થી જુલાઈના ફૂટતા ફટાકડાં સાથે મન દિવાળી સાથે જોડાય જાય છે અને બંધ લોચન મધ્યે શબ્દ થકી સ્વપ્ન અને હકિકત જોડાય છે.પછીની પંકતિમાં અહીંની દુનિયાની ચમકમાં આનંદ મેળવવાની કોશિષ છે. પણ આખરે અંદરની વેદના ઉર્ધ્વગામી બની ઈશુ અને કૃષ્ણને એકાકાર કરે છે પણ તો ય સંસ્કૃતિ વિલાય છે તે સાચવવા માટે જરૂરી એવી ત્યાગની ભાવના સ્ત્રીઓમાં નથી રહેતી અને સ્વેચ્છાથી પરદેશમાં પરોવાયા છતાં પારકાપણુ તો રહે જ છે અને અહીંના સીટીઝન થવા છતાં ભિન્નતા તો રહે જ છે.)

This entry was posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

14 Responses to સ્વપ્નલીલા

 1. Hema કહે છે:

  kya bat he!!!!mere muh ki bat chhin li!!!
  It’s tooooo good thanks you.

 2. Patel Popatbhai કહે છે:

  Yad Aavyun ” Unt Mare Marvad tarf j Juae ” Ane Khotun
  Shun ?

 3. Patel Popatbhai કહે છે:

  Mode-Mode Vanchi, N R I oni Lagni ni shbdoma Vacha apva badl Kaya Shbdoma Abhar Manvo ?

 4. Dr. Chandravadan Mistry કહે છે:

  .પછીની પંકતિમાં અહીંની દુનિયાની ચમકમાં આનંદ મેળવવાની કોશિષ છે. પણ આખરે અંદરની વેદના ઉર્ધ્વગામી બની ઈશુ અને કૃષ્ણને એકાકાર કરે છે પણ તો ય સંસ્કૃતિ વિલાય છે તે સાચવવા માટે જરૂરી એવી ત્યાગની ભાવના સ્ત્રીઓમાં નથી રહેતી અને સ્વેચ્છાથી પરદેશમાં પરોવાયા છતાં પારકાપણુ તો રહે જ છે અને અહીંના સીટીઝન થવા છતાં ભિન્નતા તો રહે જ છે.)…….

  Rekhaben….Happy New Year to you & your Family…..My 1st visit to your Blog after my India trip…& I too can understand all the FEELINGS expressed in your Poem ….Nice Kavya-Rachana & your explanations>>>>>ChandravadanBhai
  http://www.chandrapukar.wordpress.com
  Please continue your visits/comments on Chandrapukar !

 5. Ramesh Patel કહે છે:

  એક એક પંક્તિમાં હૄદયના ભાવ છલકે છે.વતનનો ઝરૂપો

  વરસાદની રીતે ભીંજવી ગયો.અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  પરદેશમાં

  http://nabhakashdeep.wordpress.com Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

 6. rupen007 કહે છે:

  વાંચે ગુજરાત
  ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
  ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
  ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
  આપ સૌ પણ આ અભિયાન આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો.
  આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

 7. Vinayakbhai...by e mail કહે છે:

  Rekhaben
  Every time I read your blog, I travel to a different world/time/space.
  Please keep up the great work..God Bless …

  Vinayak (Vic) Trivedi
  Nashville, TN

 8. Lata Hirani કહે છે:

  Very happy new year..

  keep on writing Rekha

  Lata Hirani

 9. himanshupatel555 કહે છે:

  સરસ અભિવ્યક્તિ અને વિરોધાભાસમાં અની ધાર સોંસરી નીકળે છે.–
  …”ઈશુ વગાડતાં વાંસળી ને કૃષ્ણની છાતીમાં ખીલા “

 10. Bhupendrasinh Raol કહે છે:

  આતો દરેક સંવેદનશીલ ભારતીય ની વાત છે.પણ તમારા જેવું કહેવાની,શબ્દોમાં ઉતારવાની કાબેલિયત કેટલાની?ખુબજ સરસ.હૃદય માં ઉતરી ગયું.વેદનાનો છરકો કરતુ ગયું.

 11. nilam doshi કહે છે:

  nice one..tari andarni mathaman dekhy che…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.