અર્થ

એકવાર અનાયાસે
મારાથી પૂછાય ગયું
અર્થનો અર્થ શો?

ચાર ચતુરે આપ્યો
સાંભળશો જવાબ શો?

સાત વર્ષની બાળકી હસી,
EARTH એટલે હું… !
તેનું નામ અવનિ હતું.

થનગનતું યૌવન બોલ્યું,
અર્થ એટલે પૈસો
અને…..
પૈસો એટલે જ અર્થ

વનમાં પ્રવેશતા પડોશી કાકા
પાછું વળીને બોલ્યા..
અર્થનો કશો અર્થ નથી
કે પછી તમે…..
જીવનના અર્થની વાત કરો છો?

કાનની બહેરાશને
આંગળીના ટેરવાથી
દૂર કરતા વયોવૃદ્ધ ઉવાચ….
આ અર્થીની વળી શું વાત છે ?

Advertisements
This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

6 Responses to અર્થ

  1. ’પ્રમથ’ કહે છે:

    અર્થનો અર્થ:
    हर ज़र्रा है मोती आँख ऊठा कर देखो
    माटी में सोना है हाथ गड़ा कर देखो
    सोने की यह गंगा है चाँदी की यमुना
    चाहो तो पथ्थर से धान ऊगा कर देखो

  2. atuljaniagantuk કહે છે:

    અરે વાહ! આ તો અર્થના અનેક અર્થ થયા. કોઈને અર્થમાં જ અર્થ ને કોઈને માટે અર્થ નિરર્થક કોઈ માટે અર્થ એટલે હું તો કોઈ માટે હવે કશો જ અર્થ નહીં માત્ર અર્થીનો વિચાર.

  3. સુરેશ જાની કહે છે:

    વાહ ! અર્થનો અનર્થ કે અનેકાર્થ !!
    શબ્દના અનેક અર્થનો ઉપયોગ કરીને કરેલું આ ‘અવલોકન’ ગમ્યું. આ શૈલી પર તમારા વીચારો આપતા રહો.વીચારોની અભીવ્યક્તીનાં અનેક માધ્યમ હોઈ શકે. મને અવલોકન કળા ફાવી છે – તમને શબ્દકળા ફળો!
    ———————-
    આ શબ્દ રમત એ પણ સરસ હોબી છે. કેપ્ટનના કહેવા પ્રમાણે શબ્દકોશનો સહારો લઈ આપણે વ્યુત્પત્તીની જાણકારી પણ શેર કરી શકીએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s