અમે અમેરીકન ગુજરાતી કે અમે ગુજરાતી અમેરીકન ?

Robert frost રચિત કાવ્ય “The Gift Outright” વિષે કવિ શ્રી નિરંજન ભગતે ગુર્જરીના જાન્યુઆરી-1997 ના અંકમાં હ્રદય સોંસરવો ઉતરે તેવો ચિંતનીય લેખ લખેલ છે. મને તે એટલો સ્પર્શી ગયેલ કે મેં તે અંક સાચવીને ઘણા મિત્રો સાથે ફરી ફરીને વાંચ્યો છે. આ કારણે અહીંની ભૂમિને પોતાની કરવાનું ઘણુ આસાન થયું એટલુ જ નહી લાગણીઓનો વ્યાપ અને વિસ્તાર વધવાને કારણે દ્રષ્ટિ પણ વિશાળ થઈ અને પશ્ચિમી સંસ્કૃતિના ઉત્તમ ગુણો પ્રત્યે આદર વધ્યો. એક આડઅસર એ પણ થઈ કે જાણ્યા જોયા કે અનુભવ્યા વગર ફક્ત ઉપલકીયા જ્ઞાનને આધારે પશ્ચિમી સંસ્કૃતિને વખોડી કાઢતા લોકો પ્રત્યે આદર ઘટ્યો. આપણી પૂર્વીય ઉત્તમ સંસ્કૃતિના ઉત્તમ ધોરણ મુજબ જોઈએ તો અન્ય કોઈ પણ સંસ્કૃતિ ઉતરતી છે જ નહી. કોઈ બે સંસ્કૃતિની સરખામણી કરી એકને ઉતારી પાડવી તે જ સંકુચિતતા છે. શ્રી નિરંજન ભગતનો આ લેખ સ્વીકારનો ભાવ પ્રબળ કરી સંકુચિતતા દૂર કરવામાં સહાય કરે છે.

મિત્રોને વંચાવવાના ઉદ્દેશથી આ લેખના કેટલાક અંશો ગુર્જરી સામાયિકમાંથી આભાર સાથે લઈ અહીં મૂક્યા છે.

ભક્તિ દ્વારા મુક્તિનું કાવ્ય…….. નિરંજન ભગત

The Gift Outright

The land was ours before we were the land’s.
She was our land more than a hundred years
Before we were her people. She was ours
In Massachusetts, in Virginia,
But we were England’s, still colonials,
Possessing what we still were unpossessed by,
Possessed by what we now no more possessed.
Something we were withholding made us weak
Until we found out that it was ourselves
We were withholding from our land of living,
And forthwith found salvation in surrender.
Such as we were we gave ourselves outright
(The deed of gift was many deeds of war)
To the land vaguely realizing westward,
But still unstoried, artless, unenhanced,
Such as she was, such as she would become.

Robert Frost

રાષ્ટ્રપ્રેમના કાવ્યોમાં આત્મસ્તુતિ અને/અથવા પરનિંદાને કારણે વિકૃતિ અને વિરૂપતા પ્રવેશી જાય છે. પરિણામે એ કાવ્યોમાં મોટેભાગે અકવિતા હોય છે. ભાગ્યે જ એવું રાષ્ર્ટ્રપ્રેમનું કાવ્ય હશે કે જે આ અપલક્ષણથી, આ દોષ કે દૂષણથી મુક્ત હોય. સદભાગ્યે રવીન્દ્રનાથ, યેટ્સ અને ફ્રોસ્ટનાં રાષ્ટ્રપ્રેમના કાવ્યો એનાથી મુક્ત છે.

છેલ્લાં વીસ-ત્રીસ વરસથી જેમણે ભારતમાંથી અમેરીકામાં સ્થળાંતર કર્યુ છે, જેમણે ભારતીય નાગરીકત્વનો ત્યાગ કર્યો છે અને અમેરીકન નાગરીકત્વનો સ્વીકાર કર્યો છે અને જેઓ હવે કદી ભારતમાં વસવાના નથી અને હંમેશ માટે અમેરીકામાં જ વસવાના છે તેવા વાચકો માટે અને એમના વંશજો માટે આ કાવ્યનો સવિશેષ અર્થ છે.

એક ભૂમિમાંથી નિર્મૂળ થવું અને અન્ય ભૂમિમાં સમૂળ થવું , એક ભૂમિમાંથી સ્થળાંતર કરવું અને અન્ય ભૂમિમાં સ્થિર થવું સધ્ધર અને સમૃદ્ધ થવું એ એક મોટું સાહસ છે. યુગોથી અસંખ્ય મનુષ્યોએ આ સાહસ કર્યુ છે. મનુષ્યજાતિની અધઝાઝેરી પ્રગતિ આ સાહસિકોના પુરુષાર્થ અને પરિશ્રમને આભારી છે. આ સાહસિકોને સલામ !

આ પ્રક્રિયામાં આરંભમાં – સ્થળાંતરકારોની પ્રથમ પેઢી માટે – અનેક ભૌતિક, આર્થિક, સામાજિક, માનસિક, આધ્યાત્મિક પ્રશ્નો હોય છે.એમની આસપાસ ભય અને શંકાનું વાતાવરણ હોય છે એથી એમની વિશિષ્ટ અને વિચિત્ર – બલ્કે વિકટ અને વિષમ માનસિક પરિસ્થિતિ હોય છે. આ સંદર્ભમાં આ કાવ્ય પ્રત્યે એમનું ધ્યાન દોરવાનો સહાનુભૂતિપૂર્વક, વિનમ્રતાપૂર્વક મિત્રભાવે પ્રયત્ન છે.

આ કાવ્યમાં ત્રણ – ચાર સૈકા પૂર્વે કેટલાક અંગ્રેજોએ ઈંગ્લેંન્ડમાંથી સ્થળાંતર કર્યુ તે સમયની વાત છે. આપણે ભૂમિના હતા તે પૂર્વે ભૂમિ આપણી હતી. આપણે અમેરીકાના હતા તે પૂર્વે અમેરીકા આપણું હતું. ટૂંકમાં અમેરીકાએ આપણને અપનાવ્યા હતા પણ આપણે અમેરીકાને અપનાવ્યું ન હતું. સો થી પણ વધુ વરસ સુધી એ આપણી ભૂમિ હતી પણ આપણે એ ભૂમિના ન હતા. મેસેચ્યુસેટ્સ આપણું હતું, વર્જિનિયા આપણું હતું પણ આપણે તો ઈંગ્લેન્ડના જ હતા. આપણે તો હજુ સંસ્થાનવાસી જ હતાં. “અમે તો ઈંગ્લેન્ડના, અમે અમેરીકાના નહી ! અમે તો અંગ્રેજ, અમે અમેરીકન નહી ! એવો આપણને વળગાડ હતો. આપણે જેને બાંધ્યું તેનાથી આપણે બંધાયા નહી, ઉલ્ટાનું આપણે જેને ત્યજી દીધું એનાથી આપણે બંધાયેલા રહ્યા. આપણે કોઈકને કશાકથી વંચિત રાખ્યું હતું, એથી આપણે જ નિર્બળ રહ્યા. પણ જ્યાં આપણને સૂઝ્યું કે જે ભૂમિના અન્નજળ અને તેજ વાયુથી આપણું પોષણ-રક્ષણ કરીએ છીએ એ ભૂમિને જ આપણે આપણી જાતથી વંચિત રાખી છે, ત્યાં જ આપણે એ ભૂમિને આપણી જાતનું સમર્પણ કર્યું અને ત્યાં જ આપણો મોક્ષ થયો. આ સમર્પણ એ જ ભક્તિ અને આ મોક્ષ એ જ ભક્તિ દ્વારા મુક્તિ !

અમેરીકાના પુરુષાર્થ અને પરિશ્રમના ફળરૂપ સુખ-સંપતિ અને સાધન – સામગ્રી આદિનો ઉપયોગ-ઉપભોગ કરવો અને છતાં ‘અમે તો ભારતીય, અમે અમેરીકન નહી !’ એમ માનવું-મનાવવું ગેરનૈતિક છે એટલું જ નહી ગેરકાનૂની પણ છે. એમાં અકૃતજ્ઞતા છે એથી એમાં અભારતીયતા છે. અકૃતજ્ઞતા એ ભારતીય સંસ્કૃતિ નથી.

ગઈ કાલે જે જન્મે ગુજરાતી પણ આજે અને આજ પછી હંમેશ માટે જે અમેરીકન(અને જેમના વંશજો તો જન્મે પણ અમેરીકન) છે એવા ગુજરાતી અમેરીકનો-નો ભૌતિક આર્થિક મોક્ષ તો થયો જ છે અથવા થશે જ પણ જેટલું વહેલું એમનું સમર્પણ એટલો વહેલો એમનો સામાજિક, માનસિક અને આધ્યાત્મિક મોક્ષ !

ગુજરાતી અમેરીકનોને આ લેખ દ્વારા ફ્રોસ્ટના આ મુક્તિમંત્રની સપ્રેમ ભેટ ‘The Gift Outright’ છે: Salvation in surrender – ભક્તિ દ્વારા મુક્તિ !

-નિરંજન ભગત

(આ વિષય પર આપનું ચિંતન અને વિચારો જણાવવા વિનંતિ)

This entry was posted in અન્ય લેખો, ડાયાસ્પોરીક સર્જન. Bookmark the permalink.

19 Responses to અમે અમેરીકન ગુજરાતી કે અમે ગુજરાતી અમેરીકન ?

 1. dhavalrajgeera કહે છે:

  Dear Rekhaben,

  Very good reading…Like bhai Suresh said…many knows the same ” ધીરે ધીરે માણસ સમજતો જશે…..If i learn who am I…
  HU MANAVI MANAV THAU TO GHANU.

  Rajendra
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 2. himanshupatel555 કહે છે:

  આપણી બદલાયેલી પરિસ્થિતિનો ખયાલ કરોઃ
  તમે અહીં પરદેશી કહેવાવ અને તમે ભારત પાછા જાવ તો ત્યાં તમેને અમેરિકન છો એવૂ કહે.
  http://himanshupatel555.wordpress.com

 3. Dr. Chandravadan Mistry કહે છે:

  Your Post had inspired MANY to share their VIEWS…That’s nice ! Keep up your good work, Rekhaben !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rekhaben thanks for your recent visits/comments om my Blog Chandrapukar…please do REVISIT !

 4. atuljaniagantuk કહે છે:

  ધીરે ધીરે માણસ સમજતો જશે કે તે અમેરીકન પણ નથી અને ગુજરાતી પણ નથી. પાર્થિવ દેહથી બનેલો છે ત્યાં સુધી પૃથ્વિવાસી. મનનો ઉપયોગ કરે છે ત્યાં સુધી માનવી, પ્રાણ સાથે પનારો પડ્યો છે તેથી પ્રાણી. સમાજમાં રહે છે તેથી સામાજિક.

  માણસ ઉપાધિને પોતાની ઉપર આરોપિત કરે છે અને પછી ગુંચવાઈ જાય છે. જેમ કે તબીબી વિદ્યા ભણેલો પોતાને ડોક્ટર માને, ઈજનેરી વિદ્યા ભણેલ પોતાને ઈજનેર, ભગવા કપડા પહેરેલો મનને ભગવું ન કર્યું હોય તો યે પોતાને સંન્યાસી માને, કોઈ પોતાને પુરુષ માને, કોઈ સ્ત્રી અને કોઈ બાળક. આ બધી ઉપાધીઓ છે અને જ્યારે આ ઉપાધિનો ત્યાગ થાય છે ત્યારે જ મુક્તિ મળે છે.

 5. Bhupendrasinh Raol કહે છે:

  કશું ના સમજાય તો કઈ નહિ અમેરિકામાં રહીને અમેરિકા ને ગાળો દેવી બંધ કરીએ તો બહુ છે.અહી આવ્યા પછી બે પ્રકાર ના માણસો મેં જોયા છે.એક તો સતત અમેરિકાને ગાળો દે છે.કેવા દેશમાં આવી ગયા?કશું ઠેકાણું નથી.રોજ હવામાન બદલાય.લોકો પણ અહીના ખરાબ.બીજા એવા લોકો છે જે ભારત ને ગાળો દીધા કરે છે.મારે આ બંને પ્રકાર ના લોકો જોડે બોલવાનું થાય છે.જે અમેરિકા ને ગાળો દે છે એને હું કહું છું અહી શું કામ પડી રહ્યા છો જાવ ને ભારત માં.અહી કોઈ ક્લીન્ટન કે બુશ તમને આમંત્રણ આપવા આવેલા.કે ભાઈ તમારા પવન પગલા અમારા દેશ માં પાડો.જે ભારત ને ગાળો દે છે એને હું કહું છું કોડા જન્મ્યો તો ભારત માં છે ને?અહી જનમવું હતું ને?અને આ ભારતીય બૈરી ૨૫ વર્ષ થી શું કામ ઘર માં રાખીને બેઠો છે?જરા અમેરિકન બૈરી રાખી તો જો?

  • નટવર મહેતા કહે છે:

   ભાઈશ્રી ભુપેન્દ્રસિંહજીની વાત સાથે હું સહમત છું!

   અમેરિકામાં આવ્યા છતાં અમેરિકા(અહિં પરદેશ વાંચો)ને ગાળ દેનારા ઓછા નથી! તમને કોણે તમારો દેશત્યાગ કરવા કહેલ?

   જે દેશમાં વસો છો, શ્વસો છો, ખાઓ છો, પાંગરો છો, કમાઓ છો અને એને જ કોસ્યા કરો એ તો ક્યાંનો ન્યાય. તમે એ દેશને જ નહિ, તમારી જાતને પણ કોસ્યા કરો છો.
   કોઈ ચોખા મુકવા નોતું આવ્યું કે આવો અમેરિકા!

   સ્વદેશ(ભારત) કરતા આ (પર)દેશ ચોક્કસ આગળ પડતો છે. આધુનિક છે. સવલત/સગવડ વાળો છે. હાડમારી વિનાનો છે. અછત વિનાનો છે. અછત છે તો એને અપનાવી લેવાની.
   જેણે અપનાવ્યો છે એને એ ફળ્યો જ છે.

   એવું નથી કે તમારી માતૃભુમિને વિસારી દેવી. પણ એને ગળે વળગાળીને રાખવાની જરૂર નથી જ.

   ભલે આર્થિક ઉપાધિ આવી છે પણ આ જ દેશ એને ઊકેલી શકે. ૯-૧૧માંથી આ જ દેશ આટલો જલ્દી ઊભો થઈ શકે. આંતકવાદને દબાવી શક્યો છે. દેશીઓના હાથમાં મેડિકલ બિઝનેસની બાગડોર છે. સોફ્ટવેર/પ્રોગામરની મોનોપોલી કોની છે? ભારતિયોની.

   જે દેશના છો/નાગરિક છો તો નાગરિક ધર્મ બજાવો.

 6. bakulesh desai કહે છે:

  you all know ? UMA SHANKAR said hu gurjar bharat vaasi.
  gujaratis OUT OF GUJ. ARE GURJAR VISHVA NIVASI. you all need to maintain the flora & fauna of guj & to aquire ,adap[t & excebit the smell of the soil where you have been living for 5,10 or 20 years.

  never leave guj culture but do mix withe the people & accept what is in tune with true human beings of INDIA & GUJ MONEY MAKING IS OK BUT GETTING MIXED WITH FOREIGN OIL IS DOUBLE OKpar bhom ne pan banaavo potani bhom jay jagat

 7. pravina કહે છે:

  It is like a “making a hole in the plate in which you eat.” Which is totally wrong. If Bharat is a “janmbhumi”
  so “America” is a Karmbhumi. That doesnot mean you are faithful to one and not the other. Your ‘Roots’ are Indian
  yoy ‘flourished’ in ‘US’. You have best of both the countries. Grab the opportunity and live life.
  “Sanskars” are hard to die. People migrated from Bharat
  know all the facts. Now days we experience “marriage between
  Indian and American”. They are also Family oriented people.
  But remamber “East is East and West is West”. Use discimination and live life with “PEACE”.
  visit
  http://www.pravinash.wordpress.com

 8. સુરેશ જાની કહે છે:

  એમની પાસે ભારતીયતાની અપેક્ષા રાખવી , અકુદરતી છે. તો જ એ પેઢીનો યોગ વીકાસ થશે.
  ————-
  આમ વાંચવા વીનંતી ..

  એમની પાસે ભારતીયતાની અપેક્ષા રાખવી , અકુદરતી છે. એવી અપેક્ષા છોડીએ, તો જ એ પેઢીનો યોગ્ય વીકાસ થશે.

  • anil કહે છે:

   kharekhar kahun to apane ahin pan apani dharmik ane adhyatmik je kaho te pravrutti o chhodata j nath. ulta nu apana balako ne pan e pravrutti ma jodava ni jeed karie chhie.
   mandir bandhava, swadhyay ane biji pravrutti chalavavi e shun shobhe chhe ahin rahi ne? balako ne jem jivavun hoy tem jivava deva joiye.
   sha mate temana par atlun dabaan karavun joiye?

 9. સુરેશ જાની કહે છે:

  બહુ જ વીચારતા કરી દે તેવી રચના.
  હું તો દસ જ વર્ષથી અહીં છું; પણ હજી એ ભારતીયતા છોડવી મુશ્કેલ લાગે છે.
  Possessing what we still were unpossessed by,
  Possessed by what we now no more possessed.
  આ ચાર વાર વાંચ્યા છતાં અર્થ ન સમજાયો; પણ શ્રી. નિરંજન ભગતે કરેલો અનુવાદ બહુ ગમ્યો …
  “અમે તો ઈંગ્લેન્ડના, અમે અમેરીકાના નહી! અમે તો અંગ્રેજ, અમે અમેરીકન નહી ! એવો આપણને વળગાડ હતો. આપણે જેને બાંધ્યું તેનાથી આપણે બંધાયા નહી, ઉલ્ટાનું આપણે જેને ત્યજી દીધું એનાથી.
  —————
  અમેરીકા અંગેની ઠીક ઠીક ચોપડીઓ વાંચી છે; પણ હજુ આ આત્મીયતા નથી આવતી. કદાચ આ સ્વાભાવીક હશે. પણ આપણા જેવા ભારતીય મુળના લોકોએ એક વાત તો સમજવી જ રહી કે, આપણાં કુટુમ્બોમાં જન્મેલાં બાળકો તળ અમેરીકન છે – ભારતીય નથી ; એ વાત મગજમાં ઠાંસવી જ રહી. એમની પાસે ભારતીયતાની અપેક્ષા રાખવી , અકુદરતી છે. તો જ એ પેઢીનો યોગ વીકાસ થશે.
  ————————
  જો કે, વીશ્વ જ્યારે સાવ નાનકડું બની રહ્યું છે; ત્યારે રાષ્ટ્રીયતા કરતાં અનેક ગણો વધારે ઉમદા, વીશ્વબંધુત્વનો ભાવ ઉજાગર બને; એમાં જ સૌને માટે ઉજળા ભવીષ્યની શક્યતા છે.

 10. Ramesh Patel કહે છે:

  એક ભૂમિમાંથી નિર્મૂળ થવું અને અન્ય ભૂમિમાં સમૂળ થવું , એક ભૂમિમાંથી સ્થળાંતર કરવું અને અન્ય ભૂમિમાં સ્થિર થવું સધ્ધર અને સમૃદ્ધ થવું એ એક મોટું સાહસ છે. યુગોથી અસંખ્ય મનુષ્યોએ આ સાહસ કર્યુ છે. મનુષ્યજાતિની અધઝાઝેરી પ્રગતિ આ સાહસિકોના પુરુષાર્થ અને અપરિશ્રમને આભારી છે. આ સાહસિકોને સલામ !

  જેટલું વહેલું એમનું સમર્પણ એટલો વહેલો એમનો સામાજિક, માનસિક અને આધ્યાત્મિક મોક્ષ !
  A true vision,nice lekh.

  Ramesh patel(Aakashdeep)

 11. vijayshah કહે છે:

  romamaa rahevu ane roman thavu ke nahee tenee dveedhaa no sundar vichar karataa kareemuke tevo lekh…
  aabhaar.
  jo ke hu to hajee man thee jhankhu Chu

  bheerbhi us dharatee par neekale dam

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.