મેવાડો પ્રદેશ છોડીને
મારે મીરાંબાઈ થાવું છે
દિયરના રાજપાટ ત્યજીને
મારે મીરાંબાઈ થાવું છે
નણંદીનો વિરોધ મૂકીને
મારે મીરાંબાઈ થાવું છે
રાણાજીની સેજ ત્યજીને
મારે મીરાંબાઈ થાવું છે
કોઈ લાવો વિષનો કટોરો પીને
મારે મીરાંબાઈ થાવું છે
(અહીં આ રચનામાં સંયુકત કુંટુંબમાં રહેંસાતી સ્ત્રીની વેદના વ્યક્ત થઈ છે. વેદનાની પરાકષ્ઠાએ અંતે વિષનો કટોરો પીવાની પણ તૈયારી દર્શાવી છે)
શીતલ તારો અભિપ્રાય અન્ય લેખ પર વાંચી આનંદ થયો. મીરાંબાઈ થવા માટે કૃષ્ણપ્રેમ જોઈએ પણ પતિપ્રેમની કિંમત પણ ઓછી ન અંકાવી જોઈએ એ જ કહેવાનું છે. ભારતની નારીઓને તો પતિ માટેના પ્રેમ ખાતર જે સહન કરવું પડે છે તેમાં મીરાંબાઈ પણ બાકાત નથી. તે તો પતિને છોડી કૃષ્ણને પામ્યા પણ જે આમ નથી કરી શક્તી તે સ્ત્રીઓને પણ વિષ જ પીવાનું રહે તેવો ક્રૂર આપણો સમાજ થઈ શકે છે જે કુંટુંબના ત્રાસમાંથી છૂટવા મથનારાને વધુ ત્રાસ આપે છે. જો કે બીજી તરફ વિદ્રોહી સ્ત્રીઓ પણ છે જ જે જીવનભર વિષ જ ઓક્યા કરે છે. નિંદા એ પણ વિષનો એક પ્રકાર જ છે ને? બે અંતિમો વચ્ચે આપણે સુમેળ સાધવાનો રહે ખરૂ ને?
ખુબ હળવા શબ્દો માં સરળતાથી લખ્યુંછે. અભિનંદન!
રેખાબેન આજે પહેલીવાર તમારા બ્લોગમા આવી ચંદ્રવદન્ભાઈના બ્લોગમાંથી વેબ એડ્રેસ મળ્યું.આ ખૂબ સરસ કવિતા બની છે જલપરી પણ હ્ર્દયને અડકીને ગઈ..
સપના
Hi Ma,
I think this is one of my favorite thus far…original and unique… It puts things in perspective…
short sweet and effective….well done Ma!!
@–>—>—
Miss u!
~Akta
કોઈ લાવો વિષનો કટોરો પીને
મારે મીરાંબાઈ થાવું છે
Touches innermost feelings.
Ramesh Patel(Aakashdeep)
પૂનમ વૈશાખની…રમેશ પટેલ(આકાશદીપ)
–Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
—
સંયુક્ત કુટુમ્બ?
ક્યાં છે ?
ટેલિસ્કોપ કે માઈક્રોસ્કોપથીય દેખાતા નથી.
હવે ન્યુક્લીયર કુટુંબોના વિષ વિશે લખો તો?
લો આ એક બહુ ચર્ચાયેલો લેખ ..
http://gadyasoor.wordpress.com/2009/08/06/vikrame-dilemma/
આપની કોમેંટ માટે આભાર !
અહીં મીરાંબાઈના વ્યક્તિ સાથે નહી પણ એમના પર પડેલા કૌટુંબિક દુ:ખ સાથે સરખામણી છે. વિષના કટોરા પીવા મજબૂર કરતો કૌટુંબિક ત્રાસ એ સત્ય હકીકત મીરાંબાઈ જેવી સ્ત્રીના જીવનથી બતાવી શકાય છે બાકી ગમે તેટલા ત્યાગ પછી ય આ ત્રાસનો પર્દાફાશ કરવાનું સામાન્ય નારીનું ગજુ ક્યાંથી ?
To be like Mirabai,
Start the only love,
Selfless love,
for the Giridhar – Gopal.
And not to leave the relation with Govind.
Even at the cost of death.
Nice Poem.
Rajendra Trivedi,M.D.
http://www.bpaindia.org
મારે મીરાંબાઈ થાવું છે……….
>>>>>>>>>>>>>>>>>>>
Rekhaben Happy to see a Post after a long time !
This Rachana of ” MARE MIRABAI THAU CHHE” is heart-touching.
Enjoyed it !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Rekhaben , are you back from India?
Not seen you on Chandrapukar for SO many Posts…..Now, a Post on Pragnajuben…Hoping to see you !
સંયુક્ત કુટુમ્બમાં રહેસાતી સ્ત્રી અને મીરાંબાઇની સરખામણી યોગ્ય નથી. મીરાંબાઇના વ્યક્તિત્વને સમજવામાં ક્યાંક ભુલ થાય છે. કૃષ્ણપ્રેમ મીરાં માટે સર્વસ્વ હતો. આધુનિક નારીનાં સંયુક્ત કુટુમ્બથી વિમુખ થવા માટેનાં કારણો તદ્દન વિભિન્ન છે. આ મારું મંતવ્ય છે.