જલપરી

આજે એક જલપરી
મારામાં પ્રવેશી અને હું..
સ્વીમીંગ પુલમાં કુદી પડી

આમ તો આ પુલ
મારા નેત્રો રોજ નિહાળે છે
પણ આજે આસપાસનું સૌંદર્ય
જાણે એકાએક જ પ્રગટ થયુ

જલપરી માટે જ
સર્જાયા હોય તેમ પાસેના
વૃક્ષોની ડાળીઓ નમી નમીને
જલપર તરતી જલપરી સામે
નૃત્ય કરતી ઝૂકતી ઝૂલતી હતી

ડાબીબાજુ કેળના લાંબા મોટા પર્ણોની
બરાબર બાજુમાં પપૈયાના છોડ
સાથે બીજીબાજુ આંબામાં ઝૂલતા
કેરીના ઝુમખાં ક્ષુધા તૃપ્ત કરતાં હતાં

કડવા લીમડાની ઝૂલતી ડાળીઓ
જમણી તરફ ચમર ઢોળતી
પ્રાણવાયુ પસારતી હતી
સુંદર જલપરીએ પ્રસન્ન મનથી
મારી સાથે ગોષ્ઠી આરંભી…..

હે અસુંદર સ્ત્રી ! તને હું ખુબ ચાહું છું
તારા વગર જાણે મારૂં અસ્તિત્વ જ નથી
અમે બધી જ જલપરીઓ
સૌંદર્યની હરીફાઈથી થાકેલી
સૌંદર્યનું ભાન ગુમાવીને
ગુમાનમાં દુ:ખી છીએ

બધુ જ જ્યાં સુંદર છે
ત્યાં મારો વાસ છે
એકવિધતાથી કંટાળેલી હું
આજે ફરી સૌંદર્યના ભાન થકી
કુમળી પ્રસન્નતાથી છલકાઈ રહી છું
મને તારામાં ઓગળી જવા દે

હે અસુંદરી !
મને તારા ચિત્તની શાંતીનો શિતળ
આનંદ આજે ધરાઈને પીવા દે !
હું પળવાર થોભી હાથ પસારી
જળપરીને આલીંગી રહી…

માછલીની માફક તરવાની ચેષ્ઠા
કરી દૂર ખસતાં મેં કહ્યુ,
”નહી નહી….
એક થવા કરતાં અલગ રહી
એકબીજાને ચાહીએ એ જ
યોગ્ય થશે” એવું સાંભળતા જ….

ભૂમિ અને આકાશને જોડતાં
જલતરંગો પર સવાર થઈ
જળપરી પળમાં જ અંતર્ધાન થઈ ગઈ
અને હું ? ડાળીઓથી ચળાઈને આવતા
સૂર્યકિરણો ઝીલતી તરલ અવસ્થા ત્યાગીને

ડ્રેસીંગ રૂમના સ્વચ્છ અરીસા સામે ઊભા રહી
જળ નીતરતું મારૂં પ્રતિબિંબ નિહાળી રહી..
અરીસો નદી થઈને લહેરાવા લાગ્યો
કાંઠા પરના સૌંદર્ય પ્રસાધનો
મારા તરતાં હાથથી હડસેલાઈને
સ્થાનભ્રષ્ટ થઈ ફર્શ પર વેરાઈ રહ્યા

અને હું અસુંદરી મારા વંકાયેલા અંગોને
કાચની નદી પર લહેરાતા નિહાળી
કૃતકૃત્ય થતી જલપરીને સ્મરી
અલૌકિક આનંદના હોજમાં તરવા લાગી….

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

5 Responses to જલપરી

 1. પંચમ શુક્લ કહે છે:

  એક અસુંદર સ્ત્રીમાં જલપરીનું પ્રવેશવું અને પછી પ્રવાહી રમણા…. એક અલગ ભાવપ્રદેશમાં લઈ જતી સુંદર કાવ્યકૃતિ.

 2. Lata Hirani કહે છે:

  બહુ ગમ્યું રેખા… લખતી રહેજે.

 3. Shruti Mehta કહે છે:

  Wonderful images in this poem. Also enjoyed reading about your dad.

 4. nilam doshi કહે છે:

  રેખા..આ ખૂબ ગમી..સુંદર અભિવ્યક્તિ..અભિનંદન…

 5. chandravadan કહે છે:

  EK JALPARI !
  EK KALPANA !!
  WHAT A NICE POST !!!
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rekhaben…Thanks for your visit/comment on Chandrapukar !
  Hope you are well !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.