અંતિમ આગોશ

મથી મથીને હાસ્ય મઢ્યુ સામે તરતો દીઠો રોષ
જળની આશાએ દોડતું મૃગ ઘાયલ પડ્યુ બેહોશ

પળવિપળ ખળખળ વહેતી ગળે પડ્યો છે શોષ
જીવન મૃત્યુ શ્વાસે ધબકે તરફડે અગણિત કોષ

ઘૂંટડે ઘૂંટડે પીને આંસુ હવે જળ રે પીવાનો દોષ
હૈયે વળે નહી ટાઢક મળે એવી શબ્દોની મીઠાશ

સૂનકાર શેરીમાં જાગે નહી કોઈ પીને છે મદહોશ
ખૂલ્લી આંખે જગ દીસે નહી એવા ઉડ્યા છે હોશ

મન મેળાના પંખી ઉડ્યા એક ટહુકો રહ્યો અઘોષ
ઉદાસ તો ય આશ ન છૂટી લે-દે અંતિમ આગોશ

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

3 Responses to અંતિમ આગોશ

 1. સુરેશ જાની કહે છે:

  સરસ ભાવવાહી રચના

  આગોશ – શબ્દ નહોતો આવડતો ..
  આગોશ
  ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
  1 [फा.] સ્ત્રીo આલિંગન (૨) ગોદ; ખોળો
  બન્ને અર્થ લાગુ પડે છે. ‘ લે આગોશ’ , ‘ દે આગોશ’ બરાબર . પણ ‘ લે દે …. આગોશ’? – મઠારો
  ————————–
  હૈયે વળે નહી ટાઢક એવો મીઠો મધુર શબ્દકોશ

  ‘ શબ્દ કોશ ‘ ન જચ્યો. એ તો આખો ભંડાર હોય !

  • સુરેશભાઈ, આપે આટલો રસ લઈ સૂચનો કર્યા તે માટે આભારી છું અને આનંદ પણ થયો. મારે જે કહેવું છે તે બરાબર સમજાવી ન શકું તે મારી મર્યાદા જ કહેવાય. ‘લે દે આગોશ’ શબ્દો થકી આલીંગન (પ્રેમ) આપવાની અને લેવાની બેઉ ઝંખના તીવ્રતમ દર્શાવી છે. મોટેભાગે મનુષ્ય જે રીતે પોતાને મેળવવો હોય તે રીતે બીજાને પ્રેમભાવ આપતો જણાય છે પરંતુ એ રીતે ઘણીવાર વાર સામી વ્યક્તિ ઝીલી શક્તી નથી એટલે આપવાનો આનંદ પણ અધૂરો રહે છે. પ્રેમ અને આગોશમાં આપવાનો અને મેળવવાનો બંને ભાવ સાથે ઉદભવે તો જ અનુભૂતિ એકપક્ષી ન રહેતા અરસપરસની બની રહે છે. એ કહેવાનું તાત્પર્ય અહીં છે.

   બીજું કે મીઠા મઘુરા (પરંતુ ભાવવિહીન) ગમે તેટલા શબ્દો હોય તો પણ હૈયે ટાઢક કરવામાં નિષ્ફળ જાય છે એટલે ભંડારની વાત છે. ભાવસભર મૌન પણ પ્રેમની જેટલી અભિવ્યક્તિ આપી શકે તેટલી મીઠા શબ્દોનો ભંડાર પણ ન આપી શકે એમ કહેવાનું તાત્પર્ય છે.

   આમ છતાં ય ખૂંચતા હોય તે શબ્દો જણાવતા રહેશો તો સુધારો કરવાની કોશિષ ચાલુ રાખીશ.

 2. atuljaniagantuk કહે છે:

  રેખાબહેન,

  આપના કાવ્યો ઘણાં દર્દસભર હોય છે. આપની વાર્તાને રીડ ગુજરાતીમાં ઈનામ મળ્યું હતું ત્યારે આપના વીશે થોડું જાણ્યું હતુ. આપ અને નીલમબહેન (આંટી) ખાસ બહેનપણીઓ છો તે પણ આપના વોટર રાફ્ટીંગ ના લેખ પરથી જાણવા મળેલું. નીલમબહેન નો એક લેખ ’સાંઠે બુદ્ધિ નાઠી’ વાંચેલો. ઘણી વાર લાગે છે કે આ કહેવત સાચી જ હશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.