ભારતની શોધમાં નીકળેલા કોલંબસને અમેરીકામાં વસતા આદિવાસીઓની કોઈ કાળઘડીએ અમેરીકાની ધરતી નજરે પડી. ઈંડીયા પહોંચી ગયા એમ માનીને અહીંના મૂળ વતનીઓને તે અને તેના સાથીઓ ઈન્ડીયન માનવા લાગ્યા. સાચી ખબર પડ્યા પછી તફાવત દર્શાવવા રેડ ઈન્ડીયન શબ્દ પ્રચલિત થયો. એ પણ ખોટું કહેવાય તે જાણી નેટિવ અમેરીકન તરીકેની ઓળખ આપવામાં આવી પરંતુ પરદેશીઓની આગળની પેઢીની માતૃભૂમિ પણ અમેરીકા હોવાને કારણે શબ્દાર્થની રીતે તેઓ પણ નેટિવ અમેરીકન જ ગણાય. આમ જેની મૂળ ઓળખ ભૂંસાઈ ગઈ છે તેવા આ મૂળ વતનીઓ અમેરીકાની ધરતી પર કુદરતને ખોળે જંગલોને પોતાનું રાજ્ય સમજીને છૂટાછવાયા હઝારોની સંખ્યામાં જૂથોમાં વહેંચાઈને સદીઓથી આદિવાસી જીવન જીવતા હતા. આ પ્રજા પાસેથી એમની ધરતી અને એમના જંગલો છીનવી પશૂ સમજીને ગોળીએ દઈ મીટાવી દેવાની જંગલિયત આચરનારાઓથી બચેલા જૂજ એવા આ જંગલી માનવોના પ્રેમાળ હૈયા પશૂ-પક્ષી અને વનસ્પતિને વધારે ચાહે અને શહેરી સંસ્કૃતિને ધિક્કારે તો તે સ્વાભાવિક છે.
ધાર્મિક સ્વાતંત્ર્યના ઓઠા નીચે અમેરીકામાં પ્રવેશેલી પરદેશી પ્રજાના બ્રિટીશ સતાધીશોએ મૂળ વતનીઓની ધર્મની જ નહી શ્વાસ લેવાની સ્વતંત્રતા પણ છીનવીને કચડી નાખ્યાની સાક્ષી ઈતિહાસ પૂરે છે. માંડ માંડ જીવ બચાવીને નાસી છૂટેલાઓને પણ દેખાયા ત્યારે વર્ષો પછી ય પોતાની મૂળ ભાષા ન ઉચ્ચારવાની શરતે જીવતદાન મળ્યાની ગવાહી ઈતિહાસ પૂરે છે. જેના મૂળીયા અલગ છે અને તેથી પોતાની મૂળ ઓળખ જાળવવા જેઓ મથે છે તેવા આ મૂળ અમેરીકન આદિવાસી લોકોના વારસદારો ઈન્ડીયન, રેડ ઈન્ડીયન, નેટિવ અમેરીકન કે પછીથી અપાયેલી ચેરોકી તરીકેની ઓળખનો પૂર્ણપણે સ્વીકાર નથી કરી શકતા. પોતાની મૂળ ઓળખ અને તેની સાથે વપરાતી ઘણીખરી ભાષા લુપ્ત થઈ ગઈ હોવાની વેદના ક્લીટા નામની એક સ્ત્રી પાસે સાંભળી ત્યારે હું જે રસ્તા પર ચાલવાની પરવાનગી મેળવવા ટિકિટ બારીએ ઊભી હતી તેનું નામ શા માટે “The trail of tears” છે તે મને થોડું સમજાયુ.
ક્લીટાએ બીજી જે માહિતી આપી તે પ્રમાણે 1838માં થયેલા છેલ્લા સામુહિક તથા ઐતિહાસિક અત્યાચારમાં અહીં ટેનેસી અને આસપાસના રાજ્યોમાંથી આશરે 15000 ચેરોકી લોકોને ઓકલાહોમા સુધી ચાલીને જતા રહેવાની ફરજ યુ.એસ. આર્મી તરફથી પાડવામાં આવી જેનું અંતર 2000 કિલોમીટરથી વધારે થાય. આ કઠીન માર્ગ પરની મુશ્કેલીઓ સહન ન થવાથી મુકામે પહોંચતા પહેલાં જ કેટલાય લોકો મરણને શરણ થયા તે ઉપરાંત આગળ ચાલવા અશક્તિમાન એવા કેટલાય વૃદ્ધોને અને બાળકોને ગોળીએ દેવામાં આવ્યા. આ બનાવ એમની ભાષામાં “Nunahi-Duna-Dlo-Hilu-I” એટલે કે “Trail where they cried” તરીકે જાણીતો છે. અમેરીકાના ઈતિહાસમાં આ જાતિઓના વિનાશની શરમજનક કથા સદા આલેખાયેલી રહેશે. જેમનો આ મૂળપ્રદેશ હતો તેમની પર પરદેશી તરીકે આક્રમણ કરીને મારી કચડી નાખનાર સતાધીશો માટે ધર્મ અને સ્વાતંત્ર્યનો અર્થ કદાચ જુદો હશે. સ્વરક્ષણ માટેની લડત અને બીજાનું પચાવી પાડવાની લડતનો ફેર જ્યારે કુટુંબમાં, સમાજમાં કે રાજ્ય અને દેશમાં સતા સ્થાને બેઠેલાઓ નથી સમજી શક્તા ત્યારે તે કાળો ઈતિહાસ સર્જે છે. ટ્રેઈલ પર ચાલતા ચાલતા અત્યાચારી બ્રિટીશ સત્તાધીશોએ આચરેલ જલિંયાવાલા બાગનો હત્યાકાંડ યાદ આવી ગયો. લગભગ સરખો હેતુ(સત્તાની લાલસા) અહીં પણ હતો.
એક બીજી વાત પણ મને ચોંકાવી ગઈ. અમેરીકાના એક પ્રખ્યાત પ્રકૃતિપ્રેમી કલાકારનું નામ આ નેશનલ ટ્રેઈલને અપાયેલ જોઈ મને તેના વિષે જાણવાની જીજ્ઞાસા થઈ. આ કલાકારનું નામ હતું જોન જેમ્સ ઓડોબન. કલાકાર અને પ્રકૃતિપ્રેમી તરીકે ખ્યાતિ મેળવેલ આ ફેંચ-અમેરીકને દોરેલા પક્ષીઓના જગવિખ્યાત સુંદર ચિત્રોની વાત પામેલા નામની સ્ત્રી પાસેથી સાંભળી હું પ્રભાવિત થઈ ત્યાં જ ક્લીટા કહે “પણ એની એક વાત મને નથી ગમતી, ચિત્રો દોરવા માટે તે પક્ષીઓને મારી નાખતો અને પછી તેમાં વાયર ભરાવીને જુદા જુદા પોઝ તૈયાર કરી પછી તે ચિત્રો દોરતો. એવું સાંભળ્યુ છે કે તેણે શિકાર કરેલાં મૃતપક્ષીઓના બાસ્કેટો લઈને ફરતો તે ઘણીવાર જોવામાં આવતો.” મને અચંબો એ વાતનો થયો કે પ્રકૃતિપ્રેમી કલાકારો પણ શું આટલા ક્રૂર હોઈ શકે? ઓડોબનની ગોળીઓથી વીંધાયેલા કેટલાય પક્ષીઓના આંસુ પણ કદાચ આ ટ્રેઈલ પર સૂકાયા હશે અને છતાં ટ્રેઈલના નામ થકી એ કલાકાર પ્રત્યે પ્રકૃતિપ્રેમી તરીકે ચિરંજીવી આદર દર્શાવવામાં આવ્યો છે. પ્રકૃતિપ્રેમીઓ માટેની જાણીતી સેવા સંસ્થાનું નામ ઓડોબન સોસાયટી પણ આ કલાકારના નામ પરથી છે. જગતમાં ક્રૂરતાને આમ જ આડકતરૂં પોષણ મળતુ હશે ને?
જેટલું બચ્યું છે તેને હવે જાળવવાના પ્રયત્નોમાં બદલાતા રહેતા કાયદાના સાથથી સરકારનો સહકાર મળતો રહે છે છતાં ય વિશ્વવ્યાપી જે ઉત્તમ કુદરતી સંપદા(વનસ્પતિઓ અને તેના વિષેના જ્ઞાન સહિતની) આપણે માનવજાતે ગુમાવી છે તેનો જે ભાગ અહીં લુપ્ત થયો છે તે વિષાદ જગાડે છે. શહેરીકરણ અને તે થકી અસ્તિત્વમાં આવેલી નવી સંસ્કૃતિ સાથે કેટલાક ઉત્તમ જૂના મૂલ્યો પણ અસ્વીકારને કારણે ઘસાતા જાય છે. આપણા વડવાઓના કર્યા આપણે અને આપણા કર્યા આપણા સંતાનોએ ભોગવવા જ પડશે. દવાખાનાઓ (અને સાથે રેસ્ટોરંટ પણ) દિન પ્રતિદિન વધતા જ રહ્યા છે અને જીવન જીવવાની ખોટી રીતને કારણે તાણ વધતી જ રહી છે. પૈસો તાણનું મુખ્ય કારણ બનીને એના ચંચળ સ્વભાવથી વિશ્વમાં ફરતો રહ્યો છે. અને લોકોને જીવન જીવવાની સાચી રીતના જ્ઞાન માટે વધારે કિંમત ચૂકવવી પડે તેવું બજાર થઈ ચૂક્યુ છે. આવા સમયમાં કોઈ પણ દેશ ભવિષ્ય માટે ચિંતિત હોય તો એમાં નવાઈ નથી. મહાસત્તાઓનું મુખ્ય ધ્યેય સતા વધારવા તરફ રહે ત્યારે કરૂણ સ્થિતિ સર્જાયા વગર ન રહે. યુદ્ધોથી ખરડાયેલા ઈતિહાસના પ્રકરણો તેની સાક્ષી પૂરે છે. કલિંગના યુદ્ધ પછીના સમ્રાટ અશોકના હ્રદયપલટાની કથા દીવાદાંડી બનીને યુદ્ધના સંભવોને ટાળતી રહે તો ય એવું એકાદ યુદ્ધ સાર્થક છે. સત્તાની લાલચ જ યુદ્ધની પ્રેરણાનું મુખ્ય પરિબળ છે.
આંસુઓની નદી એકસમયે અને એક સ્થળે જ્યારે અનેક આંખોમાંથી વહે ત્યારે તેને પગલે પગલે નવજાગૃતિ આવે જ છે. વ્યક્તિગત અત્યાચારો વધતા વધતા સામુહિક થતા જાય અને અત્યાચારીઓની સંખ્યા અને સત્તા વધતી જાય ત્યારે કોઈક માનવ કૃષ્ણ કે ઈસુ થઈને જન્મે છે અને લોકોને ત્રાસમાંથી છોડાવી તેમના હૈયામાંથી ડર દૂર કરી ફરી પ્રેમ તરફ વાળે છે અને આથી જ લોકો તેને ભગવાન તરીકે પૂજે છે.
આંસુઓં ને પગલે વાચી ર્હદય દ્રવી ઉઠ્યું . આવી બહુ નહી જાણીતા થયેલ
ઈતિહાસના પાના ઉથલાવી આપે એક રસપ્રદ માહિતી સભર લેખ વાચકો
સમક્ષ મુક્યો તે બદલ ખુબ ધન્યવાદ. આપે જણાવ્યા મુજબ અશોક જેવા
સતાધીશો ભાગ્યે જ દેખાય હવે તો હિટલરના અનુયાયીઓ દેખાય છે.
” સ્વપ્ન” જેસરવાકર
કરુણ કથા રેડ ઈન્ડિઅનસની..મે પણ વાંચી છે ઘણી વાતો…ઘણી વાર આ બધી ઝાકમઝોળ કૉઈના રક્તથી લખાયેલી હોય છે..
સપના
આ ઐતિહાસિક વાતો ,ભૂતકાળની જીંદગિની કરુણ કથા આલેખી જાય છે.
અનેક ખંડો માં બળિયાના બે ભાગ કે might is right ના સૂત્રોથી
જીંદગી દોડતી હતી. આક્રમણકાર નાદીરશાહની દિલ્હીમાં કત્લેઆમ
વગેરે દાસ્તાનો ભયંકર છે અને બચાવ કે રક્ષણની સોચ વિચારથી
આખી ક્ષત્રિય વર્ગ ને વર્ણ પ્રથા આપણે ત્યાં ઘડાઈ.
લેખ મનનીય છે,રેખાબેન.અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
નીંદર….રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
This is the American History….tragic details are missing or not known !
Such tragic stories are in the rest of the World too !
Human History is filled with “triumphs & tragedies “!
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Rekhaben…Thanks for your visits/comments on Chandrapukar !
History is full of these kind of incidents and stories. Which openly shows every human being is either Good or Evil.
It is like two sides of coin.
please visit
http://www.pravinash.wordpress.com
American history is full of such tales of horror.
But all histories are written by victors – everywhere. US historians have not hidden their closets full of skeletons- That is the only solace they take now of their dark past.
Though I may be found a bit deviating from the concurrent trend; what do Indian epics tell? Asoora / anaryaa were evil, and Deva s won over them . In Samudra manthan , how they were cheated by Devas – is the story, we proudly tell.
I think that history was also evil – but just hoidden under the veil of Aryan supremacy.
I am a Brahmin, but I feel ashamed that Brahmins kept Shudra on the lowest step of ladder and exploited them mercilessly.
I am reading autobiography of Mohammed Yunus. I hope there are thousand of Yunuses, to uplift humanity / the down trodden from injustice of millenia.
Read-
http://gadyasoor.wordpress.com/2010/06/25/mohammad_yunus/
trail of tears… વાંચીને એક ઝણઝણાટી..એક કસક ભીતરમાં. અવશ્ય ઉઠે જ..
આવી કેટલીયે વ્યથા કથાઓ દરેક દેશના ઇતિહાસના પાને પાને દ્રશ્ય કે અદ્ર્શ્ય રીતે આલેખાયેલી હશે… ..