કોયડો

કોઈક આવ્યાના ભણકારા વાગે
મધરાતે મને દસ્તક દરવાજે ભાસે.

થરથરતાં ઉઘાડયું અડધુ મેં દ્વાર
ઓચિંતો ધસમસ્યો ભવભવનો ભેરૂ

ફૂટયા અંગ અંગ આનંદના સૂર મીઠા
ફેરફૂદરડી ફરતો એના દિદાર અદીઠા

ઊંડા શ્વાસ મહીં હસતો મધૂરા લય સાથ
પ્રાણ પુલકિત પળમાં ચાલ્યો છોડી હાથ

પકડું તો મૂંઝવે મને છોડું તો આવે પાસ
સતાવે થરથરતી જયોતનો થઈને ઉજાસ

કહો કોણ આ ચંચળ પ્રવેશે દ્વાર હડસેલી ?
મુકત વેગીલો સદાનો બંધાણી મારા પ્રાણનો

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

4 Responses to કોયડો

 1. chandravadan કહે છે:

  કહો કોણ આ ચંચળ પ્રવેશે દ્વાર હડસેલી ?
  મુકત વેગીલો સદાનો બંધાણી મારા પ્રાણનો
  Nice Rachana….”I” within us all…
  To leave “I” and be “non doer” is hard but possible !
  Nice comment by pragmajuben !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rekhaben Inviting you to Chandrapukar!

 2. “હું” માટેની એકદમ સાચી વાત! આપ સમજી જ ગયા હશો કે મારી રચનામાં હવાની વાત છે પરંતુ પ્રાણનો બંધાણી તો “હું” જ કહેવાય તે સત્યનું વિવેચન વાંચી ખુશી થઈ.

 3. nilam doshi કહે છે:

  કાવ્ય અને પ્રજ્ઞાબેનની કોમે ન્ટ બંને ગમ્યા..સરસ
  એ પ્રતિભાવ વાંચ્યા પછી એથી આગળ કશુંલખવાનું રહેતું નથી..

 4. pragnaju કહે છે:

  કહો કોણ આ ચંચળ પ્રવેશે દ્વાર હડસેલી ?
  મુકત વેગીલો સદાનો બંધાણી મારા પ્રાણનો
  સરસ
  પ્રાણ અને તેના બંધાણીની…
  યાદ આવી=બેયના પ્રાણ સંયુકત થઈ જાય એનું નામ પ્રેમ. જયારે આવો અનુભવ એક વ્યકિતનો સમૂહ સાથે થાય ત્યારે એ અનુભવને હું પરમાત્મા કહું છું. વ્યકિત વ્યકિત વરચે થાય એ પ્રેમ. મારી અને અન્ય કોઈ વ્યકિત વરચે આ અનુભવ થાય, અમારી વરચેની દીવાલ ખસી જાય, અને આંતરિક સ્તરે એક થઈ જઈએ, એક સંગીત, એક ધારા, એક પ્રાણ તો આ અનુભવ છે પ્રેમ. એ જ રીતે મારી અને સમસ્તની વરચે જૉ એવો અનુભવ થાય,‘હું’ વિલીન થઈ જાય, અને ‘સમસ્ત’ અને ‘હું’ એક થઈ જઈએ તો એ અનુભવ છે પરમાત્માનો.

  જયાં સુધી ‘હું’ છું ત્યાં સુધી ‘બીજા’નું અસ્તિત્વ વિલીન થઈ જાય એ કેવી રીતે બને? ‘અન્ય’ નો જન્મ થયો છે મારા ‘હું’ પણાથી. જેટલી તીવ્રતાથી પુકારું ‘હું’ એટલી તીવ્રતાથી ‘અન્ય’ પેદા થાય છે. ‘અન્ય’ ‘હું’ નો પ્રતિઘ્વનિ જ છે. અહંકાર દીવાલ બનીને ભો રહે છે દ્વારાની આગળ. અને ‘હું’ છે શું? વિચાર કર્યોછે કયારેય? તમારો હાથ, તમારો પગ, તમારું મસ્તિષ્ક, તમારું હૃદય-હું છે શું? જૉ એક ક્ષણ શાંત થઈને અંદર શોધો કે શો છે ‘હું’? તો તમે ચકિત થઈ જશો, ‘હું’ તમને મળશે નહીં. જેટલું ડે શોધશો એમ એમ તમને થશે કે અંદર એક સ્તબ્ધતા છે, ત્યાં કોઈ ‘હું’ નથી, કોઈ અહમ્ નથી કે કોઈ અહંકાર નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.