પાણીના પૂર ઉમટ્યા એવા
કે બચવાનો નહી હવે આરો!
પગ તળે સરકે રેતી
ને માથેથી ધોધમાર મારો!
ઘેરાયા પોપચા તળે વાદળાં
છલકાતી બે કાંઠે આંખો!
છટપટ હાથ પગ પછડે
ને આતમ વીંઝે છે પાંખો !
વહી ગયા સ્વજનોના હેત
વહેતા યાદોના પોટલા ભારી
ડૂબી નગરી પ્રેમની પૂરમાં
કે તાણી ગયા સપના આ વારિ!
એ અકળ પૂર ……
સુંદર રચના…
લયની નજીક નજીક પહોંચે છે…
પગ તળે રેતી સરકે ને માથેથી ધોધમાર મારો….
સરસ