પેખે આંખ તો રંગોનું ધનુષ
નહિતર શ્યામલ આભ છે આખું
સુણે કાન તો શબ્દ છે બ્રહ્મ
નહીતર મૌનના પહાડ ઊંચેરા
પમરે નાક તો પુષ્પ સુંગધી
નહિતર ક્ષણમાં જીવન મુરઝાતું
સ્પર્શે ત્વચા તો તંતુ રણઝણ
નહિતર સૂના તન મન અંત:કરણ
વદે મુખ તો અક્ષર પ્રેમનો
નહિતર ભોગળ વાસે બંધ હોઠો
(અહીં આપણી પાંચ ઈન્દ્રીયો થકી જગત સાથેના સંબંધમાં તન અથવા મનની નબળાઈઓને કારણે ઊણપ રહે છે જે ફકત પ્રેમથી જ દૂર થઈ શકે તેની ફરિયાદ અર્થહીન છે તે દર્શાવવાની કોશિષ છે)
thought behind words is beautiful
Lata HIrani
રેખાબહેન,
આપની રચના બહુ સુંદર છે.
આ જીવનમાં તો મૌન રહેવું જ સારું !
સુણે કાન તો શબ્દ છે બ્રહ્મ
નહીતર મૌનના પહાડ ઊંચેરા
ઘનશ્યામ વઘાસીયા.
http://ghanshyam69.wordpress.com
saras rachana
સરસ રચના,
આ પંક્તિ વધારે ગમી….
સ્પર્શે ત્વચા તો તંતુ રણઝણ
નહિતર સૂના તન મન અંત:કરણ
સુંદર રચના !
સુંદર બ્લોગ છે !
લખતા રહેશો.
અભિનંદન !
સરસ રચના થઇ છે રેખા..પ્રથમ અને અંતિમ પંક્તિ વધારે ગમી…
અભિનંદન….
It is all about beholder’s beauty and an eye. Very subtle.
Touching Rachana !
Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
www. chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar for 2 NEW POST !