તું બિંદુ હું સાગર
તારા થકી હું વિશાળ
કોણ મોટું?
તું બીજ હું વૃક્ષ
અનંત શક્યતા તારામાં વિલીન
કોણ મોટું?
તું તણખો હું જ્વાળા
ભસ્મમાં ય આશ તુજ હુંફની
કોણ મોટું?
તું લ્હેરખી હું પવન
શ્વાસે શ્વાસે ગુંજે તારા ગુણગાન
કોણ મોટું?
તું શૂન્ય હું અનંત
ગણતા નહીં પાર તારા થકી
કોણ મોટું?
(પાંચ કડીની આ રચનામાં પંચમહાભૂતો અનુક્રમે -જળ,ભૂમિ,અગ્નિ,વાયુ અને અવકાશ-ના દ્રષ્ટાંત થકી અહમને ઓળખવાની વાતનો સાર છે)
પિંગબેક: ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી “કાવ્ય-જેવી” ઝલકો ! « ચંદ્ર પુકાર
nice one..keep it up
shilpa..
*
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/
તું શૂન્ય હું અનંત
ગણતા નહીં પાર તારા થકી
કોણ મોટું?
vaah…
khub j saras..
ખરેખર ગહન છે અને સર્જક્ની સબળતા જણાય છે સંભળાય છે.
Hi Ma,
I like this one!! its nice..deep !! we should take road trips more often if it inspires you to write like this =)
Luv u Loads!!
બિન્દુઓમાંથી હું છું સાગર,
બીજમાંથી હું છું વ્રુક્ષ,
તણખલામાંથી હું જ અગ્નિ,
પવનમાંથી હું જ તુજ શ્વાસ,
આકાશમાં હું છું શુન્ય,
પાંચ એક સાથે થતા હું જ પ્રાણ,
પાંચ છુટા થાતા, ના રહે પ્રાણ,
અને, નથી ત્યારે હું
પણ, છે પ્રભુ અનંત “તું “!
>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Rekhaben….Inviting you to Chandrapukar !
સરસ વાત કહી ચંદ્રભાઈ, પ્રાણ છે ત્યાં સુધી હું સાથે જ છે. પછી ફક્ત પ્રભુ તું……..
like this..nice one..