પીડા ઉપડી પ્રસવની
નહી સાધન તૈયાર!
વેણ ઉપડી એવી
છૂટકો થયો લાગી તો ય વાર!
નીતરતી ધારે વ્હાલુ શિશુ
નીરખે સર્વ સંસાર!
ગરીબની આ મૂડી પાસે
નહી કશા શણગાર!
જૂના આછા વસ્ર વીંટાળી
ઢાંક્યો શ્યામ રંગ લગાર!
છઠ્ઠીના લખાયા લેખ
કાવ્ય નામે નહી સ્વીકાર!
ધબકતી મંદ ચેતના
માંગે તબીબી સારવાર!
વ્યસ્ત જનની તેમ દુનિયા
સુણે નહી, કોનો આ ભાર!
રૂદન થંભ્યુ દેહ દટાયો
કૃપા યમદેવની અપાર!
સ્મશાન સુધીની યાત્રા કાજે
વેચાયા જનનીના અલંકાર!
(ભાવ વિશ્વ આજના યુગમાં જટિલ થતું જાય છે ત્યારે કાવ્યના ભાવને સમજવાની મહેનત ન લેવી પડે તે માટે તેનું વિવેચન જાતે જ લખવાના પ્રયત્નરૂપે આ રચના વિષે થોડા શબ્દો: કવિની નિષ્ફળતાની વેદના આ રચનામાં છે. જે રચનાને રચનારની અને જરૂર પડ્યે નિષ્ણાંતની માવજત મળે તે તો ઉત્કૃષ્ઠ થાય જ એમાં ય જો શબ્દાલંકાર લબ્ધ હોય તો તેની શોભા કંઈક ઔર જ હોય. કેટલીય સંવેદનાઓ વ્યક્ત થવા પામતી જ નથી અને કેટલીય મંદ સંવેદનાઓ માંદલી અને મૃત:પ્રાય રચનાઓ બની અંતે દટાઈ જાય છે આમ ન થાય તે માટે કોઈ નિષ્ણાંતના સલાહસૂચનો માટે અહોભાવ જાગે પણ ફક્ત ટીકા કરનારે તો છેલ્લી કડીમાં રહેલી જીવનની કરૂણ વાસ્તવિકતા જ સમજવી રહી)
બાપ રે..! વેદના..કરૂણાના વખાણ થોડા હોય ?
આ સંવેદનાને તો સલામ જ ઘટે ને ?
Sundar Rachana…and then you are telling your “HradayBhavo”….What else can I say ?
નથી શબ્દોરૂપી શણગાર, છતાં હું લખું,
કાવ્ય નામે ના સ્વીકાર, છતાં હું લખું,
છંદ છોડી, હું તો અછંદ લખું ,
બસ, આટલું જ હું કહું !
>>>>ચંદ્રવદન.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting you for the New Health Post …and also for the Old Health Posts !