સૂતરને તાંતણે વિશ્વને વીંટી શકાય છે વીરા,
લાગણીમાં ઝબોળેલ હોય એની લીર જો
મૂઠ્ઠી જારથી દળદર ફીટી શકે છે જીવનભરનું
સ્નેહમાં હોય જનનીની કૂખનું ખમીર જો
પિયરના અમિયલ આંબાને ન લાગે સૂકારો
વિસામો લેતાં પાયા મારા આંસુના નીર જો
ફૂલડાં વીણતાં મેં ખોયા સપના તારા બાગમાં
કદીક જડે તો વીરા, સૂતા મૂકજે તારે શિર જો
વીંટળાયો સ્નેહ શુધ્ધ રક્ષા કરતો બહેનીની
ભાઈ કૃષ્ણે સભામાં પૂર્યા દ્રોપદીના ચીર જો
(શબ્દાર્થ: જાર = જુવાર)
સુંદર! આજે શાંતીથી તમારો બ્લોગ જોયો અને માણ્યો! આભાર, રેખાબહેન.
સુંદર!
મહેન્દ્ર શાહ.
http://www.isaidittoo.com
today i visit ur blog all the articles touched my heart, i specially like rakshabandhan & artical – MY FATHER good work.
all the best
plz write more…………
daksha chopra
સુંદર કાવ્ય !
એક ભાઈનો પડઘો –
બહેન ભાઈની રક્ષા માટે પ્રાર્થે
ભાઈ કરે.
Nice Rachana !
Happy Raxabandhan Day….Chandravadan Bhai
http://www.chandrapukar.wordpress.com
All the Best for this Day & Always !
સરસ રચના..પ્રથમ પંક્તિ વધારે સ્પર્શી ગઇ…