વાદળોની પેલે પાર…..

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
-ઉમાશંકર જોશી

પહાડની તળેટીમાં વસેલા ચાટ્ટાનૂગા(હાલ જ્યાં મારો મુકામ છે તે) શહેરને કાંઠે સર્પાકારે વહેતી ટેનેસી નદી આ રાજ્યનું નામ ધારણ કરીને પોતાનો પ્રભાવ છલકાવતી વહે છે. નજીકમાં આવેલ ચરોકી જંગલનો 640000 એકર વિસ્તાર બીજા રાજ્યોની સરહદોને પણ આવરી લેતો પ્રકૃતિપ્રેમીઓને આનંદ પ્રમોદ માટે આમંત્રે છે. તેને ફરતી એપલેશીયન પહાડોની હારમાળા આસપાસ ઘેરાયેલાં વાદળોને કારણે સ્મોકી માઉંટન તરીકે મશહૂર થઈ એમના સૌદર્ય થકી પ્રવાસીઓને આકર્ષે છે. એની કોતરો અને કંદરાઓનું ટપકતું સૌદર્ય અંદર થીજીને સદીઓથી વિકસતા લીસા પથ્થરોના ઝુમ્મરો થકી અંધારામાં ય પ્રગટતું રહ્યું છે. લગભગ 8600 જેટલી ગુફાઓ ટેનેસી રાજ્યમાં આવેલી છે જેમાં જમીનથી 1100 ફૂટ નીચે ચાર એકર જેવડું મોટું અંધારિયુ તળાવ પણ જોવા મળે અને પર્વતની ટોચથી 1200 ફૂટ નીચે અંધારી ગુફામાં 145 ફૂટ ઊંચો ધોધ પણ લાઈટ્સની મદદથી જોઈ શકાય. આ બધામાં ફરવાનો આનંદ માણતી વખતે કવિ ઉમાશંકરની ઉપરની પંક્તિઓ યાદ આવે છે.

આ શહેરની ભોગોલિક અગત્ય હોવાને કારણે રેલમાર્ગથી તે સાઉથ અને નોર્થ અમેરિકાને જોડે છે. અને તેથી સિવિલ વોર દરમ્યાન અગત્યનું મથક બની રહેલ. ગુલામી પ્રથાની નાબૂદી માટે સાઉથ અને નોર્થના રાજ્યોના લશ્કરો જ્યારે સામસામે લડાઈના મેદાન પર આવ્યા ત્યારે અહીં લુકઆઉટ માઉંટન પરથી તોપગોળા છોડીને યુનિયન આર્મી(નોર્થ અમેરીકાના રાજ્યોનું લશ્કર)ને રોકવા માટે સાઉથના સંયુકત 11 રાજ્યોના લશ્કરની ટૂકડી તૈયાર રાખવામાં આવી. નવેમ્બર 24 1863ના દિવસે ઠંડા વરસાદી વાતાવરણ વચ્ચે યુનિયન આર્મી સંતાતા પગલે પહાડ પર ચઢવા લાગ્યું વાદળાઓથી ઘેરાયેલા વાતાવરણને કારણે એમની હિલચાલ સ્પષ્ટ નહોતી થતી છતાં ય પર્વતની પરથી તોપનો મારો એમને રોકવા ચાલુ હતો. વચ્ચે ધુમ્મસ અને વાદળાં અને તેની ઉપર-નીચે બંને બાજુથી લડતા સૈન્યોને કારણે આ લડાઈનું નામ  ”બેટલ એબોવ ધ ક્લાઉડ્સ” પડ્યુ.  યુનિયન આર્મીને લડત જીતવામાં વાદળાઓ મદદકર્તા નીવડ્યા. કુદરતે પણ જાણે ગુલામી પ્રથાની વિરૂધ્ધ મોરચો માંડ્યો હતો. સાંજના જ્યારે સૂર્ય મહારાજે પ્રકાશ પાથર્યો ત્યારે હર્ષના પોકારો સાથે જીતેલાં બહાદૂર સૈનિકો પર્વતના શિખર પર વિજયોલ્લાસ માણતા હતા. હાલ પણ અહીં આ શિખર પર પ્રદર્શન માટે તોપો રાખવામાં આવી છે અને ત્યાંથી લગભગ 2500 ફૂટ નીચે તળેટીમાં નદી કિનારે વસેલા ચાટ્ટાનૂગા શહેરની રમણિયતાના અદભૂત દર્શન થાય છે.

જેમ્સ વોકર નામના એક સૈનિક ચિત્રકારે આ લડાઈનું 30 x 13 ફૂટનું એક ચિત્ર દોર્યું છે. જે અહીં મ્યુઝિયમમાં એવી સરસ રીતે સાચવવામાં આવ્યું છે કે ફરતી રેલીંગ ઓળંગીને તે તરફ આંગળી ચીંધો તો પણ એલાર્મ વાગવા લાગે અને કમર પરની પીસ્તોલ સાથે ચોકીદાર તરત હાજર!  

હજારોની સંખ્યામાં ઘવાયેલા અને મૃત્યુને વરેલા સૈનિકોનો વિચાર કરતી હું આજના અમેરીકા સાથે ઈતિહાસનો સંબંધ જોડવાના વિચારોમાં હતી ત્યાં બાજુમાં ઊભેલા એક અમેરીકન માજી મારી સાથે થોડીક ઔપચારિક વાતો સદભાવથી કરતાં લાગ્યા. એટલામાં ઓચિંતુ જ ઝાડ પરથી ખરીને મારા ખભા પર મારી જાણબહાર ચોંટેલી એક ઈયળને તે માજીએ ખંખેરી હાથમાં રહેલી લાકડી વડે ક્ષણમાં મને કંઈ સમજાય તે પહેલાં જ છુંદી નાંખી. એક ઈયળના અણધાર્યા મૃત્યુના ક્ષણિક અફસોસ સાથે હું પ્રકૃતિના સૌંદર્ય સાથે તાદાત્મય સાધવાની કોશિષ કરવા લાગી.

you tube પર આ યુધ્ધ વિષે વધારે જાણવા અહીં લીંક મૂકી છે.

This entry was posted in પ્રવાસ. Bookmark the permalink.

5 Responses to વાદળોની પેલે પાર…..

 1. daksha chopra કહે છે:

  nicely described…………..

 2. Ramesh Patel કહે છે:

  આપની હૂબહુ દર્શન કરાવતી વર્ણન શક્તિને અભિનંદન. સરસ નવા વિષય પર જાણવા મળ્યું.
  ઐતિહાસિક વાર્તા ખૂબ જ ગમી ને સાથે કુદરતના સાનિધ્યની ઝાંખી થઈ.
  રમેશ પટેલ(આકાશદીપ)
  ઓ દિલ મારા…રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 3. Lina Savdharia કહે છે:

  We have visited these places. Good to know about history. Your descriptions in Gujarati is excellent.

 4. chandravadan કહે છે:

  પહાડની તળેટીમાં વસેલા ચાટ્ટાનૂગા(હાલ જ્યાં મારો મુકામ છે તે) શહેરને કાંઠે સર્પાકારે વહેતી ટેનેસી નદી આ રાજ્યનું નામ ધારણ કરીને પોતાનો પ્રભાવ છલકાવતી વહે છે. …………………
  AND….then the nice narration of the Battle !
  Nice Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rekhaben…Inviting YOU & your READERS to Chandrapukar for the Posts on HEALTH !

 5. nilam doshi કહે છે:

  rekha…. saras lakhayu che..one can feel it…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.