એક નજરે…

હરણુ દોડ્યું…ખુબ દોડ્યુ,,,,

પાછળ દોડ્યો સિંહ……

છલાંગો મોટી પણ

એથી ય મોટો ભય

જશે શિકાર છટકી હાથથી શું?

સિંહ ભૂખથી ડરતો છલાંગે

ઝડપાઈ જઈશ મૃત્યુના મુખમાં હું?

હરણ નાસતું સિંહના ભયે

પસાર થતાં વૃક્ષની શિતળ ઘટામાં…

લપાઈને બેઠેલ કબૂતરની

એક નજરે ઝડપી લીધો ફફડાટ

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

6 Responses to એક નજરે…

 1. himanshupatel555 કહે છે:

  એક નજરે ઝડપી લીધો ફફડાટ…
  આ દ્ર્શ્યમય આંખો સર્જકની છે જે કેમેરા કરતાં પણ તેજ અને સ્પીડી છે.

 2. Ramesh Patel કહે છે:

  ફફડાટ વડે જ આ વિશ્વ ચગડોળે ઘૂમે છે એ વાતને સહજ અને સચોટ રીતે આપે કાવ્યમાં
  વણી લીધી.સરસ અનોખી કૃતિ માટે અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)
  ……………………………………
  રણઝણતું મારું અંતર….રમેશ પટેલ(આકાશદીપ)

  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 3. પંચમ શુક્લ કહે છે:

  કેમેરાની ક્લિકમાં દૃષ્ય પકડાય એમ શબ્દ વડે સંવેદનચિત્ર પકડાયું છે.

 4. chandravadan કહે છે:

  રેખાબેન,

  “ઉતાવળ શાને ?”ની રચના “ચંદ્રપૂકાર”પર વાંચી તમે મને ઈમેઈલ કર્યો.

  અને તમારા બ્લોગની લીન્કથી હું તમારા બ્લોગ પર ગયો.

  તમારી “હરણ-સિંહ-કબુતર”ની રચના પોસ્ટરૂપે વાંચી !

  મારું હૈયામાથી આ શબ્દો વહ્યા>>>>
  દ્રષ્ય નિહાળી કબુતર કહે….

  અરે, મ્રુત્યુ, નથી છોડતું કોઈને તું !

  આજે હરણ મર્યું, કાલે કોણ, એ જાણે તું,

  સિંહ પણ મરશે, અને જરૂર મરીશ હું ,

  મ્રુત્યુ પછી, હશે જીવન અન્યનું, એવું જાણજે તું,

  પ્રભુ થકી ચાલે છે આ સંસાર જગતમાં,

  જન્મ-મરણ લખી સૌ આવે છે આ જગતમાં,

  અરે, ઓ, મ્રુત્યુ ! અભિમાન મત કર તું,

  વિધાતાના લેખે કામ તારૂં કરતો જા તું !

  >>>>ચંદ્રવદન

  તારીખ નવેમ્બર,૩૦, ૨૦૧૦
  Rekhaben..I like your Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rekhaben..Thanks for your Email & your “feelings” expressed !

 5. nilam doshi કહે છે:

  nice to read here… saras kavita

  હરણ અને સિંહનો ફફડાટ સકારણ..કબૂતરનો અકારણ…અને છતાં સાવ અકારણ તો કેમ કહી શકાય ?

  .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.