WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 44,063 hits
Search
શ્રેણીઓ
-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
Monthly Archives: જાન્યુઆરી 2011
આયનો (લઘુ કાવ્ય)
એક મુઠ્ઠીએ તૂટ્યો આભાસ પ્રતિબિંબ વેરવિખેર આયનો લોહીલુહાણ વહે રૂધિર બિંબનું…….. (પ્રતિબિંબ તરીકે પણ સત્ય જીરવવું અઘરૂં છે. ભ્રમ માની તેને કાયમ માટે મીટાવી દેવું અશક્ય નથી પણ એમાં જે વેદના જીરવવાની આવે છે તે ક્યારેક ખુદ સત્યને મિટાવી દે … Continue reading
Posted in કાવ્યો, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ
દુર્વાસા
ક્રોધાગ્નિમાં સળગતો સદા અમર હું દુર્વાસા. શકુંતલા શ્રાપ-મુક્ત વીંટી થકી શોધુ હવે નિવારણ મારા આ અમરત્વનું?
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
Leave a comment
એકાંત
હાશ ! એકલી હવે હું બાળકો શાળાએ અને એ અર્થે બહાર! એટલામાં રણક્યો ફોન કોમપ્યુટરે દીધો સાદ ટીવીની ચેનલો હજાર ચટપટ રસોઈ ઝટપટ સફાઈ છટપટ અંગો સૌ મળી ગળી ગયા મારી નિરાંત!
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
1 ટીકા
જરા સાંભળો
સાંભળો છો? કહું છું અરે, -આ કેટલીવાર કહ્યુ- પણ સાંભળતા નથી આ રોજ ઉગે છે સૂરજ અને આથમે છે રોજ; ખબર છે તમને, ક્યાં જાય છે સમય? પણ બધિર તમે સાંભળો શાના? પક્ષીઓનો કલરવ વહેતી આ નદી ખળખળ સંભળાય છે, … Continue reading
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ
અંતિમ ઈચ્છા
ફરી ફરી ખૂબ તણાઈને સ્થિતિસ્થાપકતા ગુમાવી બેઠેલ પદાર્થ જેવું આ જીવન ઢીલાં પડેલાં અંગોને ફરી ટટ્ટાર કરવા મથે છે ત્યારે ઓ મૃત્યુના દેવ ! તને સ્મરીને સૌને ચાહી શકું તને ભૂલીને સ્વને ચાહી શકું સર્વથી વિશેષ તને ચાહી શકું પ્રેમનું … Continue reading
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ
શોષણ અને મજબૂરી
હમણાં કવિ શ્રી વિવેક ટેલરની સાઈટ “શબ્દો છે શ્વાસ મારાં” પર શોષણ v/s સમર્થન વાંચ્યા પછી તેના પ્રતિભાવોમાં પણ રસ પડ્યો શ્રી ગિરિશભાઈ પરીખનો પ્રતિભાવ વાંચ્યા પછી મારા અનુભવોની વાત કરવાનું મન થયુ જે અહીં મારા બ્લોગ પર મૂકું છું … Continue reading
Posted in પ્રતિભાવ
10 ટિપ્પણીઓ
પશ્ચિમથી પૂર્વ
ઈપ્સાનું ઈજન લઈ પંખી ઉડ્યું આભમાં ભૂલાયો રાહ, ચાહભરી મોતીઓની છાબમાં સુખની ઝંખનાએ ભટકે, અટકે અંજાઈ જઈ નાચગાન સૂરાપાન નહી વિશ્રામધામ ધૂંધળી બોઝિલ આંખ,પાંખ થાકી ઉડાનમાં હોશ રે’શે કે જાશે સુવર્ણ કંકુ રેલાશે જ્યારે ઉષા અતીત નહી, આશ સંધ્યા તણી … Continue reading
Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ
1 ટીકા
પ્રતિક્ષા
આ સુમસામ અંધારી રાતે તારી પ્રતિક્ષા કરતાં મારી આંગળીઓના ટેરવાં લેમ્પની સ્વીચ ઓન ઓફ કરતાં સ્વ ચેતનાને જગાડવા મથે છે તે સમયે અચાનક ઊંઘ કે ઉજાગરામાં સરી પડું તે પહેલાં જ બલ્બ ઊડી ગયો. વીજળીનો વાયર અને સ્વીચ હજુ મારા … Continue reading
Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ
3 ટિપ્પણીઓ
2010 in review
The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health: The Blog-Health-o-Meter™ reads Wow. Crunchy numbers A Boeing 747-400 passenger jet can hold 416 passengers. … Continue reading
Posted in સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ