ઈપ્સાનું ઈજન લઈ પંખી ઉડ્યું આભમાં
ભૂલાયો રાહ, ચાહભરી મોતીઓની છાબમાં
સુખની ઝંખનાએ ભટકે, અટકે અંજાઈ જઈ
નાચગાન સૂરાપાન નહી વિશ્રામધામ
ધૂંધળી બોઝિલ આંખ,પાંખ થાકી ઉડાનમાં
હોશ રે’શે કે જાશે સુવર્ણ કંકુ રેલાશે જ્યારે
ઉષા અતીત નહી, આશ સંધ્યા તણી
રૈન તો ચૈનની સફર સૂર્યની પશ્ચિમથી પૂર્વ ભણી !
(અમેરિકાવ્યો – 94 માં પ્રકાશિત રચના)
ઇપ્સાના પંખીને વિશ્રામ કદી મળી શકે ખરો ?
સરસ રચના…અભિનંદન રેખા