સાંભળો છો?
કહું છું અરે,
-આ કેટલીવાર કહ્યુ-
પણ સાંભળતા નથી
આ રોજ ઉગે છે સૂરજ
અને આથમે છે રોજ;
ખબર છે તમને,
ક્યાં જાય છે સમય?
પણ બધિર તમે
સાંભળો શાના?
પક્ષીઓનો કલરવ
વહેતી આ નદી ખળખળ
સંભળાય છે,
આ ઘડિયાળની ટીકટીક..?
કહેશે શું તમને
ક્યાં જાય છે સમય?
મારૂં વેણ લાગે ટકટક
પણ જરા જો સાંભળો
આ રોજ ઊગે ચંદ્ર
અને રોજ આથમે મન!
આ રોજ ઊગે ચંદ્ર
અને રોજ આથમે મન…
સ્પર્શી ગયું રેખા..
લતા જ હિરાણી
નજીવો મનોદ્વેગ સંવાદ કાવ્યની અંતિમ પંક્તિમા વેદનનો અણસારો મૂકી જાય છે,સરસ.