અગિયારી – એક નવો વિચાર

આત્મસ્ફૂરણાથી રચાયેલી દુનિયાની પહેલી કવિતા લખનાર કવિને છંદ,પ્રાસ કે અલંકારો વિશેના વ્યાકરણનું જ્ઞાન ન હોવા છતાં આત્મ સ્ફૂરણાની પ્રબળતાને કારણે તે ઉત્કૃષ્ટ જ હશે એમ માનવા મન પ્રેરાય છે. મીરાં કે નરસિંહના પદોમાં વ્યાકરણ પછી અને આત્મસ્ફૂરણા પહેલાં છે. સંવાદિતા વાળી અછાંદસ કવિતાને પણ સાહિત્યમાં સ્થાન મળ્યું અને મારી- મચડીને કરેલી કવિતાઓ કે જે કવિને પોતાને ય કચરાટોપલીમાં ફેંકવાનું મન થાય તેને પણ સાચી-ખોટી વાહ વાહ મળવાને કારણે કવિતા કરતાં કવિનું મહત્વ વધી જાય તેવું ય બને છે.

નાનપણમાં એક વાત ઘણીવારે કાને અથડાઈ છે. “જલ્દી કર, છંદે શું ચઢી છો?” છંદ શબ્દનો સાચો અર્થ પણ ત્યારે તો ખબર ન હતી પણ કંઈક કહેતા કે કરતાં વાર લાગે તો તે ખોટું થાય છે તેટલો જ અર્થ એમાંથી નીકળતો હતો. પછી કોલેજમાં વિજ્ઞાનની શાખામાં જવાનું થયુ અને છંદ વિષેની સમજ અધૂરી જ રહી. દસેક વર્ષ અગાઉ એક પુસ્તિકા ખરીદી જાતે શીખવાની કોશિષ કરી પણ આત્મસ્ફૂરણા સાથે જોડાઈ સંવાદ સાધવો અઘરો પડવા લાગ્યો અને પડતૂ મૂક્યુ. ખરૂં મૂલ્ય આત્મસ્ફૂરણાનું અને તે સાથે અનુભવેલા સત્યનું છે તે સમજણ સાથે ક્યારેક તેજ લીસોટા પડે પણ છંદે ચઢવાનું મન ન થાય અને હવે તો ધ્રૂજતી હથેળીઓ થકી જ્ઞાનના આ અગાધ સમુદ્રમાંથી ખોબામાં વધુ ભરવા જઈએ તો પણ વધુ સમાતું નથી.

જે કહેવું હોય તે ટૂંકમાં કહેવાની સૂચના નાના હતા ત્યારે બહુ સાંભળી છે પણ છતાં ય આપણી વાત સાંભળવાનો કોને સમય છે? એમાં ય અત્યારના આ ઝડપી યુગમાં? વળી અખાના છપ્પા અને કબીરના દોહામાં રહેલી જ્ઞાનની ધારદાર અભિવ્યક્તિ યાદ આવે. હાયકુમાં ચમક્તી હીરાકણીઓ થકી ગુજરાતીમાં આવેલો જાપાનનો કાવ્યપ્રકાર યાદ આવે.

મને થયુ કે અભિવ્યક્તિને કોઈ એક ચોકકસ બીબામાં ઢાળવા પ્રયત્ન કરૂં જે સાવ સાદુ,સરળ અને ટૂકું હોય. આમ કરવાથી ફાયદો એ થયો કે બધા વિચારને તરત વ્યક્ત થવાની તક મળી. ટીપે ટીપે સરોવરની જેમ થોડું થોડું પણ તરત ટપકાવી શકાય એકબીજાથી અલગ અને અસંગત અને વિરોધી ભાવનાઓને પણ વ્યક્ત થવાનો તૂર્ત અવકાશ મળે. આખી કવિતા લખી અને તેનું વ્યાકરણ તપાસવાની ફૂરસદ ન હોય ત્યારે શબ્દોનું બાષ્પીભવન થઈ જતુ હતું તે ન થાય તે માટે નક્કી કર્યુ કે અગિયાર શબ્દમાં જે કહેવું હોય તે કહેવું અને કોઈ સમજે કે ન સમજે મને પોતાને સમજાવું જોઈએ. આખરે વાત તો જાતને સમજાવવાની જ છે ને?

સમય એટલો ઝડપથી બદલાયો છે જે યુગમાં શુકનના મૂકવાના વધુમાં વધુ અગિયાર રૂપિયા ગણાતા તે ઓછામાં ઓછા ગણાવા લાગ્યા તે યુગમાં મારી યુવાની શ્વસી છે. હવે વચ્ચે શૂન્ય મૂકાઈને આ શુકનિયાળ આંકડાનું સ્થાન 101 લઈ લીધુ છે ત્યારે અહી કવિતામાં આ અગિયારનો આંકડો વાપરવાનું મારા માટે ઠીક રહેશે એમ લાગ્યુ. તેથી એ પસંદ કર્યો છે.

અક્ષર નહી પણ શબ્દ અગિયાર લખવા. એમાં એક અક્ષરના શબ્દો પણ આવી જાય. આમ હમણાંથી એ રીતે મારી અભિવ્યક્તિને આ બીબામાં ઢાળીને વ્યક્ત કરવા મથું છું. લઘુ કાવ્યની આ પ્રકારની આ નાનકડી નવી શોધ મને બહુ ગમી છે અને મારા માટે બહુ ઉપયોગી સાબિત થઈ છે. સાહિત્યના ઈતિહાસમાં તે સ્થાન પામે ન પામે તેથી હરકત નથી અત્યારે ‘યુઝ એન્ડ થ્રો’ તેમ જ ‘રીસાયકલ’નો જમાનો છે. મનના દરિયાને ફંફોસતા અચાનક ક્યારેક કદી કંઈક કિંમતિ ઝબકી જશે તો રીસાયકલ થતું અટકી જશે અને થ્રો પણ નહી થાય આશા રાખુ કે સરસ્વતિદેવીની એવી કૃપા ઉતરે. નવી શોધો દરેક યુગમાં અને દરેક ક્ષેત્રમાં થતી રહી છે અને ઉમેરાતી પણ રહી જ છે ને?

This entry was posted in અભિપ્રાયો. Bookmark the permalink.

8 Responses to અગિયારી – એક નવો વિચાર

 1. nilam doshi કહે છે:

  rekha. અ.ગિયાર શબ્દોની વાત તો ગમી. પરંતુ કદીક અગિયાર શબ્દો પૂરા કરવા માટે જ વધારાની લાઇનો લખવી પડે કે ઘટાડવી પડે..એવો કોઇ દુરાગ્રહ રાખવાની જરૂર નથી. કવિતામાં તો નહીં જ.. સ્વાભાવિકતતહી જે આવે તે વધારે સરસ નીપજે.. હા..પ્રયત્ન કરી શકાય દરેક વખતે એ ક્રમ જાળવવાનો… એની ના નહીં..પણ કાવ્યની સુંદરતાને ભોગે તો નહીં જ.. એવું માનું છું..

 2. રેખાબેન, આઈડિયા સારો છે. તમારા આ વિચારને વાંચતા વાંચતા બસ થોડાં જ મહિનાઓ પહેલાં આવો જ બીજો વિચાર મને ઝબક્યો હતો.

  “જમાનો ટ્વિટરનો છે. ૧૪૦ શબ્દોમાં આખી પોસ્ટ, તમારી વર્તણુંક, તમારો ક્રિયા-પ્રક્રિયા કહી દેવાનો જમાનો. તો એવું બની શકે કે બરોબર ૧૪૦ શબ્દોની “ટ્વિકુ” રચી શકાય. આ ટ્વિકુની અનોખી બાબત એ હોય કે તેમાં સંદેશાની હાઈપર લિંક કરી શકાય. એટલે કે તેનું કનેક્શન કોઈ એક બનાવ, ચિત્ર, આલેખ, સ્વર સાથે હોય. વાંચનારને ‘હાર્ડ’ પણ ન લાગે અને તેનું ‘હાર્દ’ પકડાઈ રહે.”

  તમારું શું કહેવું છે?

 3. સુરેશ કહે છે:

  કદાચ આવા જ વિશારે મેં કવિતા લખવી છોડી દીધી.
  પણ બહેન! મને તો આ કોઈ બંધનો ગમતાં નથી – આથી જ

  ગદ્યસૂર અને અવલોકનો
  – એને હું મારી ગદ્યકવિતા કહું છું.

 4. સુરેશ કહે છે:

  અગિયાર શબ્દ
  હાઈકૂકારને સ્વર્ગ.
  અભિવ્યક્તિને મળ્યું
  મેદાન મોકળું
  વાહ રેખાબેન વાહ !

 5. chandravadan કહે છે:

  Rekhaben,
  This Post touches the subject of “Kavya Lekhan” OR “Poetry Writing”.
  It touches my Blog Chandrapukar’s Post..a KavyPost ” Lakhan Maru Kavya Banyu ke Nahi ?”
  When you write from your Heart…let it flow…may be you can make 2Liners..3 Liners or even more liner….but the central Thought flows in your writings….To me that Creation is my KAVYA….whether the Sahityakaro accept or not !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

 6. himanshupatel555 કહે છે:

  “અહી કવિતામાં આ અગિયારનો આંકડો વાપરવાનું મારા માટે ઠીક રહેશે એમ લાગ્યુ. તેથી એ પસંદ કર્યો છે.”રેખાબેન તમારા ૧૧ ના આંકડાનો જવાબ, નારન બારૈયા એ મારા ૨૫-૨૮ વર્ષના
  કવિના કાવ્યોની શોધ માટે વિનોદ જષીનિ ફેસ બૂક પર નીચે પ્રમાણે લખ્યું હતું તેનો મારો જવાબ,
  એ ઉત્સાહને સપ્રેસ ના કરશો વિચારીને કે ચોખવટ કરીને,ચાલુ રાખો…
  Naran Baraiya Enthusiasm is good… but why age limit only 4 years ? It is rather queer…!
  8 hours ago · LikeUnlike
  #
  Himanshu Patel
  તે ઉમરમાં પ્રયોગો કરવા અને ભાષા તોડફોડ કરવા ધગસ હોય છે ત્યારે સંપાદકો
  એમને નકારી તોડી પાડછે આ મારો અનુભવ છ્રે ૩૦ વર્ષ પહેલાનો મેં તે ઉમરે ગુજરાતી ભાષાનેપ્રથમ કૉક્રીત પોએટ્રી આપી હતી મને જાકારો મળ્યો હતો આજે
  એ કાવ્યો મારી વેબ પર વાંચો @
  http:/…/himanshupatel555.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.