ગગન સંગાથે

ઊડીએ કેમ આભમાં,
અમે ઘાયલ પંખીડા
ઊડીએ કેમ આભમાં?

સણસણતા તીરની ચાંચમાં
અમે વીંધાયા ભીની પાંખમાં
ઊડીએ કેમ આભમાં?

આંખની કીકીઓ અંધારમાં
અમે ખોવાયા કો દિશામાં
ઊડીએ કેમ આભમાં?

અટવાયા ભૂરા અવકાશમાં
અમે સૂકાતા વૃક્ષની યાદમાં
ઊડીએ કેમ આભમાં?

સાગર ધસમસતો રૂધિરમાં
અમે ડૂબતા ધરણીની આશમાં
ઊડીએ કેમ આભમાં?

રાહ ભૂલ્યા સાથીના સાથમાં
અમે ઝૂરતા હૈયા વિલાપમાં
ઊડીએ કેમ આભમાં?

આવી ઉતર્યુ આભ નયનોમાં
નભ નીચે ઉગતી આશમાં
હવે ઊડીએ સંગાથમાં!

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

8 Responses to ગગન સંગાથે

 1. Dr.Kishorbhai Mohanbhai Patel કહે છે:

  ખુબજ સરસ રચના, સુંદર બ્લોગ

  આપના મુક્ત હકારાત્મક વિચારો જાણી

  ખુબજ આનંદ થયો

  ગુજરાતી સમાજ્ના વિકાસ માટે લખતા રહો

  ડૉ.કિશોરભાઈ પટેલ

 2. Lina Savdharia કહે છે:

  Nice one, we really liked it keep it up.
  We were waiting for new one.

 3. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

  ઊડીએ કેમ આભમાં,
  અમે ઘાયલ પંખીડા……………………..
  Rekhaben, I liked your Rachana !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar !

 4. daksha કહે છે:

  Really nice and heart touching , its a masterpiece of emotions……

 5. readsetu કહે છે:

  nice poem… liked it.. Rekha.. keep writing

  Lata HIrani

 6. himanshupatel555 કહે છે:

  પંખીની હોય કે માણસની વેદના તો નર્યા જીવની અને જીવને છે.વેદનાને વાચા છે અને કેવળ વ્યંજનો
  છે(સ્વર નથી.)’અમે ઝૂરતા હૈયા વિલાપમાં…ઉપરાંત
  સણસણતા તીરની ચાંચમાં
  અમે વીંધાયા ભીની પાંખમાં…..આ બહું ગમયું તીરને ચાંચનું સ્વરુપ આપ્યું તે,બન્નેની તીક્ષ્ણતા અને બન્નેવના ભૉકાયાથી આવતી તીવ્ર વેદના-અનુભૂતી સ્પર્શક્ષમ્ય બને છે.
  ઝુરાપો તલસાટ નથી અહીં પણ ખોયાની વેદના છે,ગમ્યું.

 7. સુરેશ જાની કહે છે:

  શોભિત દેસાઈ યાદ આવી ગયા….

  આકાશ તો મળ્યું છે, ઊડી નથી શકાતું
  પિંજરને તોડવામાં પાંખો કપાઈ ગઈ છે.
  સરવૈયું માંડી બેઠા, તો સત્ય એ મળ્યું છે
  આ જિંદગી જ ન્હોતી, તોપન જીવાઈ ગઈ છે.

  એમના મુશાયરામાં આ સાંભળવાની મજા ક ઓર હતી.
  પણ મુશાયરા જીવનમાં જીવાતા જોઈએ ત્યારે ગ્લાનિ વધારે થતી હોય છે.
  અને એ પિંજરને તોડતાં શીખી શકાય છે.

  માત્ર હાલોકન !!!!

  અને એ તો માળું થાય જ નહીં !
  એટલે જ …
  વર્તમાનમાં જીવતાં રહીશું અને સરી ગયેલી પળોને સ્મરતા રહીશું. પણ માત્ર સ્મરણ જ. કશો બોજો નહીં; કોઈ વળગણ નહીં. કોઈ ગમો કે અણગમો નહીં.

  અને આમ જીવી શકાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.