મિત્રને અલવિદા……

58 વર્ષની ઉંમરે જવનિકાબેન શાહ આ દુનિયામાંથી વિદાય થયા ત્યારે એક સારા મિત્રને ગુમાવ્યાનું દુ:ખ અંતરને સ્પર્શી ગયુ. જવનિકાબેન આમ તો મારી નામેરી કોલેજ મિત્ર રેખાના નણંદ એટલે બહેન કહેવાની ટેવ પડી ગયેલી બાકી હમઉમ્ર હોવાને કારણે અમારી મૈત્રી એવી વિકસી હતી કે ન્યૂયોર્ક જઈએ ત્યારે એમને ત્યાં જ ઉતરવાનું. અમેરીકામાં પ્રવેશ કર્યાના બીજા જ અઠવાડિયે એમનો પરિચય થયો હતો જે તુરંત મૈત્રીમાં પરિણમ્યો. અમેરીકા આવ્યા પછીના તેઓ પ્રથમ મિત્ર હતા જેમણે શરૂઆતના તકલીફભર્યા દિવસોમાં અમને ઘણી હૂંફ આપી હતી. હજુ થોડા અઠવાડિયા પહેલાં ફોન પર વાત કરતા જીવન વિષેનો એમનો હકારાત્મક અભિગમ અને પ્રેમ નીતરતી વાણી સાંભળીને હ્રદય દ્રવી ગયેલું. શારિરીક બિમારી એમનું મજબૂત મનોબળ તોડી શકી ન હતી. જીવનભર નાની મોટી તકલીફ પ્રત્યે સ્વીકારની જે ભાવના એમણે કેળવી હતી તે થકી જ મ્રુત્યુનો પણ એમણે સહજ સ્વીકાર કર્યો હોય તેમ હોસ્પીટલમાં દાખલ થયા પછી એક જ અઠવાડીયામાં જીવનલીલા સંકેલી લીધી. એમના દિલની વિશાળતા અનેકવાર અમે અનુભવી છે. બે પ્રેમાળ પુત્રો અને પતિને છોડી તેઓ આટલા વહેલાં જશે તેની કલ્પના ન હતી. ઈશ્વર એમના આત્માને પરમ શાંતિ અર્પે અને સૌ પરિવારને એમનો વિયોગ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના!

This entry was posted in પ્રાર્થના. Bookmark the permalink.

5 Responses to મિત્રને અલવિદા……

 1. Subhash Shah કહે છે:

  A soul comes and goes. After it goes, all we remember is that it is gone. The recent passing of Javnikaben, reminds us all to think of life as a positive and live life to it’s fullest. Your acknowledgment of her spirit is genuinely appreciated. We shall talk soon.

  Subhash Shah

 2. Dr.Kishorbhai Mohanbhai Patel કહે છે:

  ભગવાન એમના આત્માને પરમ શાંતિ અર્પે અને સૌ પરિવારને એમનો

  વિયોગ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના!

 3. chandravadan કહે છે:

  એમના દિલની વિશાળતા અનેકવાર અમે અનુભવી છે. બે પ્રેમાળ પુત્રો અને પતિને છોડી તેઓ આટલા વહેલાં જશે તેની કલ્પના ન હતી. ઈશ્વર એમના આત્માને પરમ શાંતિ અર્પે અને સૌ પરિવારને એમનો વિયોગ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના!……………
  Rekhaben,
  Read of the passing away of Javlinkaben.
  May her Soul reast in Peace !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Chandrapukar par Avjo !

 4. સુરેશ કહે છે:

  જવનિકાબેનને ઓળખતો તો નથી. પણ આ ઉમ્મર લીલા સંકેલવાની નથી જ, એટલે દુઃખ થયું. અને તમારી બહેન જેવાં બહેનપણી હોય, એટલે જરૂર સહાનુભૂતિ થાય.
  પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અને એમના કુટુમ્બને આ દુખ જીરવવા શક્તિ. આપે , એવી પ્રાર્થના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.