તકલીફો વધી છે જીવનની
સાંભળુ છું જ્યારથી મને
વધતી ચાલી બહેરાશ…….
ભાવાર્થ:
સ્વ સાથે જોડાવા માટે સ્વની અંદર ઊંડા ઉતરીએ ત્યારે જ ખબર પડે છે કે મન અને શરીરના અણુઓમાં વેદનાના કેટલાય ઉદગમ સ્થાનો છે. શુદ્ધિ માટે જાત સાથે સંવાદ શરૂ કરતાં જ અંદરનો કોલાહલ વધતો જાય અને આંતર અને બાહ્ય જગતની પાર વગરની તકલીફો આત્માની અભિન્નતા સાથે એકતાના સૂત્રે જ્યારે મહતમ અનુભવીએ છીએ ત્યારે તેમાંથી ઉગરવાના સહેલા અને સરળ ઉપાય તરીકે મન સ્વથી વિમુખ થઈ રાહતની લાગણી અનુભવે છે. દુ:ખનો સામનો કર્યા વગર અંતરના સુખની આશા ઠગારી છે. પણ મનની બહેરાશ વધતી જાય છે કારણ કે તેથી ઉપજતી રાહતની લાગણી સુખનો ભ્રમ ઉભો કરવામાં
સફળ થાય છે. અને સ્વથી વિમુખ રહેવાની આદત પડી જાય છે આમ એક તબક્કો એવો આવે છે સ્વથી વિમુખ છીએ તે ખબર પણ નથી રહેતી અને બહારના સુખો પર વધુને વધુ અવલંબીત થતા જઈએ છીએ. અંદરનું સંગીત બંધ થાય એટલે બહારના સંગીત પર અવલંબન વધતું જાય તો નવાઈ નહી. તેને કલા પ્રત્યેનો પ્રેમ કેમ કહી શકાય?
રેખા સિંધલ
If we learn to be thoughtless, the chatter CAN and DOES reduce.A haiku written in that trance.
વિચાર, કામ
નહીં હર્ષ શોકેય
આતમ ઝગે.
ક્યાંક વાંચ્યું છે કે આપણે એટલા અણસમજુ છીએ કે કોઇના આંગણામાં કચરો નાખીએ તો ઝગડા થાય પણ કોઇના દિમાગમાં ગમેતેટલો કચરો ભરો તો કશું નહીં ઉપરથી ઇન્ટેલિજન્ટ હોય તેમ જ્ઞાનની ભૂખ છે એમ કહી વધારે માંગે અને પછી કહે તો ગામના શા સમાચાર છેઃ- આપણે આપણા દિમાગનો કચરાની ટોપલી જેવો ઉપયોગ કરીએ છીએ,જ્યારે કળા સંબંધે આ ભરવું આનંદમાં ટ્રાન્સફર થાય છે, એ મેટાફોરિક કે મેટાફિઝીકલ પ્રોસેસ છે.