કેન્સરના કોષો સમ પ્રસરતી
મૂળને હણતી માનવ વસ્તી
કંપતી ધરા કણસતી……
(આ રચના એડીટ કરી આપવા માટે હિમાંશુભાઈ પટેલનો આભાર…મૂળને હણતી શબ્દ એમણે સૂચવ્યો છે અને તેથી આખી ય રચના નીખરે છે)
કેન્સરના કોષો સમ પ્રસરતી
મૂળને હણતી માનવ વસ્તી
કંપતી ધરા કણસતી……
(આ રચના એડીટ કરી આપવા માટે હિમાંશુભાઈ પટેલનો આભાર…મૂળને હણતી શબ્દ એમણે સૂચવ્યો છે અને તેથી આખી ય રચના નીખરે છે)
તમારી વાત સાચી પણ ઉપાય તો આપણે શોધવો પડશે ને ?
agree with Himanshubhai..
good thought, coverted in short poem.
Lata
પણ એ વસ્તીએ ધરા અને ધરા પર જીવતાં બીજાં જીવો પર જે બળાત્કારો કર્યા છે – તેનું શું? અને માનવવસ્તી વધે છે, એના કરતાં અનેક જીવોને નેસ્ત નાબૂદ કરી દે છે , એનું શું?
—————
કૂદકે ભૂસકે માનવ વસ્તી
ધમરોળી ધરતી, ખુદ કણસે
સર્વનાશ તરફ ધસતી.
——————
સાબુ પર સાબુ
http://gadyasoor.wordpress.com/2010/08/04/soap_on_soap/
માનવજાતના માથા પર તોળાઈ રહેલી તાતી તલવાર;
ભયાનક ભવિષ્યના કાળઝાળ ઓથારનો
ઉવેખી ન શકાય તેવો, અચૂક અણસાર.
સુરેશભાઈ, તમારી પ્રતિ અગિયારી બહુ ગમી.
કેન્સરના કોષ કહ્યાં પછી -કૂદકે ભૂસકે..આ બે શબ્દો તમારી ભાષાનો ખર્ચો છે ઉપજ નથી,તમે પ્રસરતી તો કહીજ દીધું છે અને કેન્સરના કોષની આક્રમક ગતિ કે વિસ્તાર તો -પ્રસરતી શબ્દમાં ગુંથાયેલી છે.અને તેથી મારે મતે પછીના તરત આવતા શબ્દો કશું વિષેશ કહી શકતા નથી માનવ વસ્તી માટૅ. ભાષા લાઘવ માટે છે ખરચી નાખવા નથી સર્જન પ્રક્રિયામાં,.મારી હાર્શનેસ માટે માફ કરશો.