જા સૂરજ, કિટ્ટા
આ ઢાળ્યા પડદા
અને મીંચી આંખો
કાયમ માટે…
અહીં નારાજગી જીવને અંતર્મુખી કરે કે જીવનથી વિમુખ કરે ત્યારે પડદા ઢાળવા તે સૂતા પહેલાં બારી બંધ કરવા જેવી વાત છે. આંખ મીંચતા પહેલાં અંદરની સુરક્ષાનો ભાવ દ્રઢ કરી શાંતી પામવાની વાત છે અને આંખ મીંચ્યા બાદ મૃત્યુ થકી અંદરના પ્રકાશમાં ઓગળતી વખતે મુક્તિની ઝંખના સાથે બહારના પ્રકાશની આધીનતાને દૂર કરવાની આરઝુ છે.
(પ્રતિભાવો બાદ સુધારેલી કૃતિ)
very nice expressions… soft & calm…
Lata Hirani
KittaMa Rish….Another new Expression of Feelings in Words !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Rekhaben…Diwali Greetings & Happy New Year to you & all in the Family !
આપ સહુને દિવાળી ની શુભકામના!
નુતન વર્ષાભિનંદન!
હવે તમારો આશય સ્પ્ષ્ટ થાય છે અને અર્થઘટનની શક્યતાઓ ઉદભવે છે,સરસ.
તમને સહાય રુપ થવાયુ તે જ મારો કાવ્યાનંદ.
હિમાન્શુ.
(ઈ મેલ દ્વારા- સુધારા બાદ)
ય એ ‘પણ’નો વિકલ્પ જ છે, પ્રત્યય નહીં. યને શબ્દની સાથે રખાય છે, અલગ નહીં.
“આ પડદા ય ઢાળ્યા, અને મીંચી આંખો કાયમ….”
અહીં ‘પણ’ને કારણે અંતીમ નીર્ણય દર્શાવાયો હોઈ પછીની પંક્તી “અને મીંચી આંખો કાયમ” એ દ્વીરુક્તી – રીપીટેશન – બની જાય છે. પડદા પણ ઢળાઈ ગયા પછી આંખો મીચવાનું કહેવું જરુરી રહેતું નથી તેથી દ્વીરુક્તી.
વળી ‘કાયમ માટે’ એમ ન લખો તો કાયમ શબ્દ ‘હંમેશાં’નો અર્થ બતાવનારો હોઈ “મીંચ્યાં કરું છું આંખો કાયમ” એવો અર્થ નીકળશે તે તપાસી જુઓ…“મીંચી દીધી છે” એવો અર્થ નીષ્પન્ન થતો નથી. જો દરરોજ આવું થતું હોય તો મૃત્યુ અભીપ્રેત થતું નથી ! રીસ માટે જોકે કાયમવાળું ચાલે પણ એને મૃત્યુની કક્ષા આપો ત્યારે “કાયમ માટે” કહેવાવું જોઈએ.
ભાવ મજાનો છે. એને પ્રગટ કરવાની શૈલી પણ…પરંતુ શબ્દાર્થ વફાદારી કરતો નથી.
…
કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા…
તારી કિટ્ટા…બાળગીત ગુંજે
તમે વાપરેલો ય પણ ના અર્થમાં હશે તો એને સ્થાને ‘પણ’ જ ઉપયોગમાં લોને.-“આ પડદા પણ ઢાળ્યા….
રીસ મૃત્યુમાં પરિણમી!!!અંતની અનિશ્ચિતતા માટે સૂર્યનો ઉપયોગ ખૂબ સક્ષામ પદાર્થ છે, જે જીવન દાતા
પણ છે, ગમ્યું.
ભઈ, આમય આંખ્યું ખુલ્લી કે દિ’ રાખીતી? એક આંખપર સપના અને બીજી પર સ્મૃતિ નો પડદો જીવનનભર ન હતો? રીસનો હક તો સુરજનો કે આપણો?
‘ય’ જૂદો શબ્દ ન કહેવાય. તે તો એની આગળના શબ્દના પ્રત્યય તરીકે જ મૂકવામાં આવે છે.( જુગલભાઈએ શીખવેલું.)
—————————-
પ્રતિ અગેયારી..
જા મન કિટ્ટા,
બહુ કીધા ચાળા
પ્રેક્ષાધ્યાન કીધું
બન્યું મારું ગુલામ.
આમારા હાસ્ય દરબાર પર મૃત્યુનોંધ છાપું?!
———-
જોક્સ એપાર્ટ .. રીસની સરસ રીત…