પ્રશ્ન

નદી કહે,

‘જો હું કેવી શાંત!’

સાગર પૂછે,

કેમ? શું થયું?

This entry was posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

8 Responses to પ્રશ્ન

 1. vijay joshi કહે છે:

  ૫-૭-૫ ની રચના ૧૭ અ ક્ષ રો માં લખેલું – જાપાનીઝ હાઇકુ રવીન્દ્રનાથ ટાગોરે ૧૯૫૦ માં જપાન
  યાત્રા પરથી પાછા આવ્યા ત્યારે ભારતમાં પ્રચલિત કર્યું હતું અને હવે ગુજરાતીમાં શ્રી સ્નેહરશ્મિએ
  શરૂઆત કરી)

  નદી અને દરિયાનો સબધ અનેક યુગો તો સંગમ છે,
  આ જ વિષયના બે હાઇકુ લખ્યા છે. મુકું છું.

  નદી પૂછે છે
  દરિયાને, શું કર્યું
  મીઠા પાણી નું!
  ——————————
  દરિયો પીવે
  રોજ નદીનું પાણી
  તોય એ ખારો!

  vijay joshi
  htttp://vijayrjoshi.wordpress.com

 2. આપની અને હિમાંશુભાઈની વાત સાચી છે પરંતુ નદીનું શાંત હોવું તે કાવ્યની પરિભાષામાં બંધિયારપણુ જ ગણાય તેવું કેમ? વાસ્તવમાં વહેતી નદી પણ શાંત હોઈ શકે. તો વાસ્તવને જોડી કાવ્ય ન રચી શકાય? અહીં મારો કહેવાનો હેતુ એટલો જ છે કે એકનો ગર્વ બીજાના વિસ્મયનું કારણ બને છે કારણ કે તેને મન તે અકુદરતી છે. મનની જ બધી લીલા છે ને?

 3. jjkishor કહે છે:

  જન્મતાંવેંત જ જે રમતિયાળ ને કલબલતી, ખળખળતી, રણઝણતી રહી હોય ને પછી અનેકોનું ભરણપોષણ કરતી કરતી પ્રગલ્ભા બની હોય તેની શાંતી સહજ હોય પણ હિમાંશુભાઈ કહે છે તેમ એનું શાંતત્વ કાવ્યમાં તો બંધિયારપણાને જ સૂચવે. કાવ્યને એની પરિભાષા હોય તે આપવી રહી.

  નાનકડો કાવ્યકણ ગમી જાય તેવો છે. ચાર પંક્તિઓમાં અનંત સફારી નદી અને અગાધ ઉંડા સાગરને વ્યક્ત કરવાં સહેલાં તો નથી જ. બન્નેની આછેરી ઝલક અહીં મળે છે.

 4. pragnaju કહે છે:

  હતી તોફાની
  રહી કુંવારી ,થવું
  લુપ્ત રણમા!
  ………………………………
  સરસ્વતી નદી નુ ઉદ્ગમ સ્થાન બદ્રીનાથ પાસે આવેલા ભીમ સેતુની નજીક ગૌમૂખમાં છે. જે નદી રૂપે બદ્રીનાથ પાસેથી વહેતી વહેતી છેક અલ્લાહબાદમાં ત્રીવેણી સંગમ સુધી આવીને ધરતીમાં લૂપ્ત થઇ જાય છે. જે ફરી પાછી રાજસ્થાનમાં આબુ પાસે પુનઃ પ્રગટ થાય છે અને ગુજરાતમાંથી પસાર થતાં કચ્છનાં રણમાં આવી ફરી ધરતીમાં લુપ્ત થઈ જાય છે. આ નદી સાગરમાં ન ભળતાં રણમાં લુપ્ત થઈ જાય છે સદા માટે શાંત થાય છે!માટે તેને કુમારીકા કહેવામાં આવે છે.

 5. himanshupatel555 કહે છે:

  ‘જો હું કેવી શાંત!’…..ને બદલે ‘કેવી સરળ!’
  શાંત શબ્દ પાણી સાથે બંધીયાર સંદર્ભે વપરાય છે જેમકે ખાબોચિયાના કે ડોલના પાણી જ્યાં વહેણ કે ગતી નથી, નદીને ગતી છે અને પાણી ઉછળ્યા વગર પણ વહે છે,એ વહેણ અરવ નથી સરળ છે અવાજ સાથે.
  રજુઆત અર્થ વિસ્તારની શક્યતા જરુર ઉભી કરી આપે છે.

 6. સુરેશ જાની કહે છે:

  નદી કહે…
  —————–
  તોફાની સાગર!
  તને સમજાય ના
  નારીના મનની અંદર ઊઠતા
  પ્રચંડ વંટોળ.

 7. nilam doshi કહે છે:

  like this que…
  now write nadi’s ans. too

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.