એક પક્ષી અનેક ગીતો

વહેલી સવારે ચાર વાગ્યાથી સંગીતની સુરાવલી જેવા અનેક જુદા જુદા પ્રકારના ટહુકાઓથી મારા શયનખંડની બારી ચહેકાવતુ આ એક પક્ષી અનેક ગીતો ગાય ત્યારે જાણે ઘણા પક્ષીઓ વારાફરથી  ટહૂકતા હોય તેમ લાગે. તેના અલગ અલગ પ્રકારના ટહૂકાઓ પ્રતાપે(મારા પતિ) કાન માંડીને ગણ્યા તો 24 ગીતો ગાઈને પણ એ થાક્યુ ન હતું. સતત બે કલાક સુધી તો તેણે તેની સરગમ છેડ્યા જ કરી. આ પંખીનું નામ મોકીંગ બર્ડ!

અમને આ પંખી વિષે વધુ જાણવાની ઈચ્છા થઈ આથી જે જાણકારી પ્રાપ્ત થઈ તે અહીં મૂકી છે.

ઘુવડની જેમ આ પક્ષી બીજા પક્ષીઓના અવાજોની નકલ કરવા માટે જાણીતું છે અને તે છે પણ ઘુવડના વર્ગનું જ. પરંતુ પેટાવર્ગમાં તે કાબર ને મળતું પક્ષી છે. બીજા પક્ષીઓની મીમીક્રી કરીને છેતરી જાણે પણ ખાસ તો સાથીની શોધ માટે જોરશોરથી ગીતો ગાઈને આખી રાત આંગણુ ગજવ્યા કરે આપણને સૂવા પણ ન દે એવું ય બને પણ તેને ઉડાડી જુવો તો ખબર પડે કે કેવું હઠીલું છે. ગુસ્સે થાય તો ચાંચ મારીને તમને ભગાડી મૂકે… પોતાની જગ્યા પર કબજો જમાવીને ગીતો ગાવા એ જ એનું કામ જાણે ! એકવાર એવું પણ બન્યું કે પાંચ વર્ષની એક અમેરીકન બાળકી ઘરમાં આવીને રડવા લાગી કે બર્ડ તેના રડવાના ચાળા પાડે છે. તેની સાથે ઘરમાંથી માબાપ બહાર ફળીમાં આવ્યા કે બાળકીને જોઈ ખરેખર તેના રડવાના ચાળા પાડતું આ પંખી જોઈને તેઓ તાજ્જુબ થઈ ગયા. બાળકી અંદર જાય કે મોકીંગ બર્ડ ચૂપ થઈ જાય અને જેવી તે બહાર આવે કે તરત ચાળા પાડવા લાગે.

આઠથી નવ વર્ષનું આયુષ્ય ધરાવતું આ મજાનું પંખી જનમ્યા પછી બાર દિવસમાં જ માળો છોડી ઉડવા લાગે છે. ઉત્તર અમેરીકા એનો મૂળ પ્રદેશ. તેના અવિરત ગીતોના કારણમાં સાથીની શોધ હોવાનું પક્ષીશાસ્ત્રના વિદ્વાનો માને છે. બીજા પક્ષી ઉપરાંત પણ અન્ય અવાજોની નકલમાં બીજું કોઈ પક્ષી તેને પહોંચી શકે તેવું જાણ્યુ નથી.

નકલને અક્કલ ન હોય તેમ આપણે માનીએ છીએ પણ આ પક્ષીનું મગજ તેજ હોવાનું જણાય છે. એકવાર એક બિલાડીને વ્યૂહાત્મક રીતે ડાબી-જમણી બાજુથી ઘેરીને નર-નારીની એક જોડીએ તેના વાળ પીંખી નાખ્યા હતા. તેમ જ એકવાર  સંશોધકોની એક ટુકડીમાંથી એકે મોકીંગ બર્ડને અડકવા પ્રયત્ન કરેલ તેને પાઠ ભણાવવા ટુકડીના બીજા બધા વચ્ચેથી તેને એકને ઓળખી ચાંચો મારી બીજાઓની અવગણના કરી  પડતા મૂકેલા. કારના હોર્નની ય નકલ કરી શકતું આ ઉસ્તાદ પંખી મોટે ભાગે મેપલ ટ્રી કે સીકામોર ટ્રી પર અડ્ડો જમાવે છે અને બોર, અનાજના દાણા કે જીવાત ખાઈને પેટ ભરે છે. તેને મારવાથી પાપ લાગે છે તેમ માનતા અમેરીકનો  “ટુ કીલ મોકીંગ બર્ડ” નામની હાર્પર લી ની લખેલી નવલકથા કે જેને 1960માં પુલિત્ઝર પ્રાઈઝ મળેલ તે પુસ્તક્ને આધારે માને છે કે આ પંખી માનવીને ક્યાંય કોઈ રીતે નુકશાન પહોંચાડતુ ન હોવાથી તેને મારવું તે પાપ છે. ઉલ્ટાનું ગીતો ગાઈને તે માનવીને આનંદ આપે છે. ક્યારેક અન્ય પક્ષીના ઈંડા ઉછેરવાનું પરોપકારી કામ કરી પોતાની સામાજિક ભાવના દર્શાવે છે. અમે રહીએ છીએ તે ટેનેસી સહીત અમેરીકાના બીજા કેટલાક રાજ્યોનું આ સ્ટેટ બર્ડ છે. જેના નામ સાથે ગવાતું એક પ્રખ્યાત હાલરડું…..

“Hush little baby, don’t say a word,

Mama’s gonna buy you a mockingbird.

And if that mockingbird don’t sing,

Mama’s gonna buy you a diamond ring.”

ગાઈને હવે મોકીંગ બર્ડના કેટલાંક ગીતો અહીં You tube પર સાંભળો :

This entry was posted in અન્ય લેખો, ડાયાસ્પોરીક સર્જન. Bookmark the permalink.

7 Responses to એક પક્ષી અનેક ગીતો

 1. સુરેશ કહે છે:

  લે! કર વાત. આ લેખની તો તો આજે જ ખબર પડી. પાંચ વર્ષ નકામા ગુમાવ્યા. ખેર…
  Better late than never !

 2. ગોવીંદ મારુ કહે છે:

  ખુબ જ મઝા આવી… આભાર…

 3. dhruv કહે છે:

  Rekhaben
  I am happy to know that killing moke bird is considered as Paap even in america.
  hot of the bird is like vebbler (Laledaa or Lelaa) but as you said singing of moke bird is diffrent.
  nice write-up
  dhruv

 4. pragnaju કહે છે:

  Baltimore Oriole singing and foraging – YouTube
  ► 1:16► 1:16

  http://www.youtube.com/watch?v=q5TtDc6RKiQMay 6, 2010 – 1 min – Uploaded by chicagobirder
  Baltimore Oriole singing and foraging … Baltimore Oriole singing in Adamant, VT by Gyrfalcon7139687 views …

 5. pragnaju કહે છે:

  અ દ ભૂ ત વાત
  રોજ અનુભવીએ અને તે અંગે આજે જાણ્યું
  આનંદ થયો/આભાર
  રોજ સાંભળતા અમારા બાલ્ટીમોરના ઓરીઓલને તો સાંભળો

  Baltimore Oriole singing and foraging

 6. Krishnakumar કહે છે:

  આભાર રેખાબહેન,
  આપના લેખ અને યુ ટ્યુબ ની લીન્ક પરથી અનેક પ્રકાર નાં અવાજની નકલ સાંભળી ને મજા આવી, આપના બ્લોગ નો આનંદ બીજા ને પણ મળે તે માટે મેં રી બ્લોગ કરેલ છે.

 7. Krishnakumar કહે છે:

  Reblogged this on Kjthaker's Blog and commented:
  એક અનોખા પ્રકાર નાં પક્ષી અંગેની માહિતી રેખા બહેને સરસ રીતે રજુ કરેલ છે, આશા છે આપને પણ ગમશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.